________________
શિક્ષપદને સ્વીકાર
આ
૨૭
તેમાં આપણું કલ્યાણ થાય નહિ. ચારે વસતિ ગ્રીઃ” એ ન્યાયે આપણે તે વ્યાપારમાં પાવરધા થવું જોઈએ અને તે માટે પાંચ-સાત ગુજરાતીનું શિક્ષણ પૂરતું છે.
શ્રી વિજયધર્મસૂરિજી મહારાજે આ દષ્ટિમાં પરિવર્તન આપ્યું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “શાસ્ત્રાભ્યાસ જેને માટે તેટલું જ જરૂર છે કે જેટલે બ્રાહ્મણોને માટે. જે આપણે જ્ઞાનની ઉપાસના કરીશું નહિ, વિદ્વાન થઈશું નહિ, તે આપણી ઉન્નતિ કદી સાધી શકીશું નહિ અને તેમણે શાસ્ત્રાભ્યાસ માટે કાશીમાં સંસ્કૃત પાઠશાળા બેલી. તેથી વિચારક જૈનેનું તેના તરફ આકર્ષણ થયું અને તેઓ ત્યાંથી ભણુને આવનારને સત્કાર કરવા લાગ્યા.
કુતૂહલવૃત્તિથી પ્રેરાયેલા અનેકે શ્રી માવજીભાઈને કાશી અંગે, કાશીનાં તીર્થસ્થાને અંગે, કાશીના પંડયાઓ અંગે, પાઠશાળા અંગે તથા પાઠશાળાની શિક્ષણ પદ્ધતિ અંગે અનેક સવાલ પૂછ્યા અને શ્રી માવજીભાઈએ તે બધાના સંતોષકારક ઉત્તર આપ્યા. કેટલાક તરફથી એમ પણ પૂછાયું કે “હવે શું કરશે ?” શ્રી માવજીભાઈએ ઉત્તરમાં એટલું જ કહ્યું કે “વિદ્યાને સદુપયોગ કરીને જીવનને સાર્થક બનાવીશ.” કાશીના વિદ્યાભ્યાસ દરમ્યાન તેમના મન પર જે શુભ સંસ્કાર પડ્યા હતા, તેનું આ સુંદર સ્પષ્ટ પરિણામ હતું.
અહીં આવ્યા પછી તેઓ દરરોજ શ્રી જેન આત્માનંદ, સભા વગેરેમાં જતા અને ત્યાં જે સામાયિક તથા વર્તમાન પત્રો આવતાં તેનું વાંચન કરતા. ત્યાં ઘણીવાર આગંતુકે,