________________
[ ૬ ]
શિક્ષકપદનો સ્વીકાર
શ્રી માવજીભાઈ વિદ્યાભ્યાસ પૂરા કરીને સં. ૧૯૬૬, સને ૧૯૧૦માં પેાતાના વતન ભાવનગરમાં પાછા ફર્યાં, તેથી કુટુબીજનેને આનંદ થયા અને સહાધ્યાયીઓ તથા સહૃદયીએએ ખૂબ ખુશી બતાવી.
એક રીતે આ પ્રસંગ અસાધારણ હતા, કારણ કે વ થયાં કોઈ જૈનને છેકરા આવી રીતે કાશીએ જઈ ને ભણી આન્યા ન હતા. એ વખતે બ્રાહ્મણના છોકરાએ જ કાશીએ જતા અને ત્યાં દશખાર વર્ષ સુધી વિદ્યાભ્યાસ કરીને કોઇ પણ એક વિષયના પંડિત થઈ ને પાછા ફરતા. સમાજ તેમનું બહુમાન કરતા, અને તેના આધારે તેમની આજીવિકા ચાલતી. પરંતુ જેના માટે આ વિચાર નવા જ હતા. તેએ દૃઢતાથી એમ માનતા કે લખતાં-વાંચતાં આવડયુ અને હિંસાખ–લેખાં ગણતાં આવડવાં, એટલે બસ. વ્યાપારમાં એથી વધારે જ્ઞાનની જરૂર શી છે! શાસ્ત્રાભ્યાસ કરવાનું કામ બ્રાહ્માને પરવડે,