________________
વિશેષ વિદ્યાભ્યાસ
૨૧
તેઓ ધાર્મિક અભ્યાસ કરવામાં પ્રવૃત્ત થયા. તેમને સ્વભાવ મિલનસાર હતું, એટલે બધાની સાથે હળીમળીને રહેતા. સંતકવિ તુલસીદાસજીએ ઠીક જ કહ્યું છે કે –
તુલસી યહ સંસારમેં, ભાત ભાત કે લેગ; સબ સે હિલમિલ ચાલીએ, નદી-નાવ સંજોગ.
અહીંના થોડા વખતના અનુભવ પછી શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજને એમ લાગ્યું કે વિદ્યાના ક્ષેત્રમાં સંગીન કામ કરવું હોય તે હિંદની પ્રાચીન વિદ્યાપુરી કાશી જ તેને માટે યોગ્ય ક્ષેત્ર છે. ત્યાં ભિન્ન ભિન્ન દર્શનેના અનેક અધ્યાપકોના સમાગમમાં આવી શકાય અને વિદ્યાર્થીઓને ઘણી ઉચ્ચ કક્ષા સુધીને અભ્યાસ કરાવી શકાય. પરંતુ કાશી અહીંથી ૧૨૦૦-૧૩૦૦ માઈલના અંતરે આવેલું હતું અને ત્યાં પગપાળા પહોંચવામાં અનેક પ્રકારની અગવડ હતી. વળી ત્યાં જૈન સાધુઓને ઉતરવા માટે સ્થાન મળવું પણ મુશ્કેલ હતું. આમ છતાં શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજે મનને અતિ મકકમ કરી, એક સવારે માંડલ છોડ્યું. તે વખતે તેમની સાથે છ સાધુ અને પાઠશાળાના દશ વિદ્યાથીઓ હતા. અમારા સંશોધન મુજબ શ્રી માવજીભાઈ તેમાં સામેલ ન હતા. માંડલમાંથી પાઠશાળા ઉઠી જતાં તેઓ શ્રી વેણુચંદભાઈની સાથે રહ્યા હતા અને સં. ૧૯૫લ્માં શ્રી વિજ્યધર્મસૂરિજી મહારાજે કાશીમાં શ્રી યશોવિજ્યજી જૈન સંસ્કૃત પાઠશાળા ચાલુ કર્યા પછી, બે વર્ષે તેમાં દાખલ થયા હતા. તેઓ તીર્થાધિરાજ સમેતશિખરજીના પુસ્તકમાં પૃષ્ઠ ૬૧