________________
૨૦
જીવનસૃતિ
આ વસ્તુઓ કઇ રીતે અમલી બને, તે માટે તેએ જુદી જુદી ચેાજનાએ વિચારવા લાગ્યા.
મહુવાનું ચાર્તુમાસ પૂરું કરીને તેઓ ગુજરાત ભણી વળ્યા અને વીરમગામ પધાર્યાં. ત્યાં એક પુસ્તકાલયની સ્થાપના કરી. અહીંથી પાસે રહેલા માંડલ ગામમાં તેમણે ચાતુર્માસ કર્યું. અહીંના શ્રાવકવગ એક ંદર સમજુ અને કંઈક આગળ પડતા વિચારો ધરાવનારા, એટલે તેમણે પોતાની યેાજના અમલમાં મૂકી. દશ વિદ્યાથી એની મર્યાદાવાળી એક પાઠશાળા ખોલી તેનું નામ શ્રી યવિજયજી જૈન પાઠશાળા' રાખ્યું. અહી' રહેનાર વિદ્યાથી એ બધા સમય પાઠશાળોમાં જ રહેવાનુ હતુ અને તેના નિયત થયેલા કાર્યક્રમ મુજબ વર્તવાનું હતું. બહારગામથી આવનાર વિદ્યાથી ઓ માટે ખાનપાનની તથા રહેવાની સગવડ રાખવામાં આવી હતી. ધરત્ન શ્રી વેણીચાંદભાઈ ને આ યેાજના ખૂબ ગમી હતી, એટલે તે એને સાથ-સહકાર આપી રહ્યા હતા. પેાતે મ્હેસાણામાં શ્રી. યશવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા ચલાવી રહ્યા હતા અને લગભગ તેવા જ આશય તથા તેવા જ નામવાળી આ બીજી પાઠશાળા સ્થપાણી હતી, છતાં તેને તેઓ સાથ-સહકાર આપવામાં આનંદ માનતા હતા, એ તેમનું અદ્ભુત ઔદાય સૂચવે છે.
માંડલની પાઠશાળામાં વિદ્યાથી એની મર્યાદા તે પૂરી થઈ ગઈ હતી, પરંતુ શ્રી વેણીચંદભાઇએ ભલામણ કરી, એટલે શ્રી માવજીભાઈને ત્યાં દાખલ કરવામાં આવ્યા અને