________________
२२
જીવનસૃતિ
પરની પાદનોંધમાં જણાવે છે કે મેં ઇ.સ. ૧૯૦૫થી૧૯૧૦ સુધીનાં છ વર્ષે આ પાઠશાળામાં રહીને સંસ્કૃત અને પ્રાકૃત વિદ્યાભ્યાસ કર્યાં હતા. વિક્રમ સંવત્ અનુસાર આ સમય સ. ૧૯૬૧થી ૧૯૬૬ સુધીના ગણાય.
કાશીમાં કેટલાક ધર્મપ્રચાર કર્યાં બાદ પાઠશાળા માટે નંદનસાડું મહોલ્લામાં અંગ્રેજી કાઠીના નામે ઓળખાતી આખી ઈમારત ખરીદવામાં આવી હતી અને તે માટે શેઠ શ્રી વીરચંદ દીપચંદ તથા શેઠ શ્રી ગેાકળભાઈ મૂળચંદે સારી આર્થિક સહાય કરી હતી.
આ પાઠશાળામાં ભણનાર વિદ્યાથી ઓને પ્રાતઃકાળમાં લગભગ ચાર વાગે ઉઠવું પડતું અને શીખેલા પાઠોની આવૃત્તિ કરવી પડતી. ત્યારબાદ લગભગ સાડા પાંચ વાગતાં શ્રીવિજયુધ સૂરિજી મહારાજ સાથે પ્રતિક્રમણક્રિયામાં જોડાવું પડતું. ત્યારબાદ દેવદાનના વિધિ પતાવી નવકારશી કરવી પડતી, અને ત્યારખાનૢ જ તેનું મોઢું ખુલતું. પશ્ચાત્ શ્રી જિનેશ્વર પ્રભુની સેવાપૂજા કરી અભ્યાસમાં પ્રવૃત્ત થવાનુ રહેતુ. અને મધ્યાહ્નકાળે ભાજન કર્યાં બાદ થોડો આરામ મળતા. નમતા પહેારે પાછો સ્વાધ્યાય શરૂ થતા અને સાય કાલનું ભાજન પતાવ્યા પછી દેવદર્શીન તથા પ્રતિક્રમણ ક્રિયા થતી. ત્યારબાદ પૂજ્ય મહારાજશ્રી સાથે વિવિધ પ્રકારના વાર્તાલાપ થતા અને તેથી ઘણું નવું જાણવાનું મળતુ
આ પાઠશાળાએ પેાતાનાં થોડાં વર્ષની કારકિર્દીમાં ઘણા સારા વિદ્વાને તૈયાર કર્યાં, તે એની શ્રેષ્ઠતા સામીત