________________
જીવનસ્મૃતિ
તથા તેમના પુત્ર શ્રી જૂઠાભાઈ ભાવનગરમાં જ રહેતા હતા, એ નિશ્ચિત છે.
શ્રી જૂઠાભાઈના પુત્રે જેઠાભાઈ જેચંદભાઈ અને દામજીભાઈ હતા.
શ્રી જેઠાભાઈને શ્રી કુંવરજીભાઈ નામના એક પુત્ર અને મેંઘીબહેન નામનાં એક પુત્રી હતાં; શ્રી જેચંદભાઈને શ્રી માણેકચંદભાઈ નામના એક પુત્ર હતા; અને શ્રી દામજીભાઈને શ્રી માવજીભાઈ નામના એક પુત્ર અને શ્રી મણિબહેન નામનાં એક પુત્રી હતાં.
શ્રી દામજીભાઈનાં સુશીલ ધર્મપત્નીનું નામ પૂરીબહેન હતું. શ્રી મણિબહેનના જન્મ પછી ઘણાં વર્ષે તેમની કુક્ષિએ એક પુત્રરત્નને જન્મ થયે હતું અને તે અન્ય કોઈ નહિ, પણ આ જીવનસ્મૃતિના નાયક શ્રી માવજીભાઈ પોતે જ હતા.