________________
જીવનમૃતિ એમ કેમ? હજી તે તમારી ઉંમર ભણવાની છે.” “પણ ભણવાના સંજોગે જોઈએને?” “શું તમારી પિતાની ઈચ્છા ભણવાની છે ખરી !
“કેટલું ભણવાની ?” જેટલું ભણી શકાય તેટલું ભણવાની.” તે માટે બહારગામ રહેવાનું થાય તે રહેશે ખરા ?” “હાજી. મારે તે ભણવું જ છે.”
તે એમ કરે કે મને મારા મુકામે ધર્મશાળામાં મળજે. અને તેમને કાગળ પર ઠેકાણું લખી આપ્યું.
આ પ્રશ્નો પૂછનાર મહેસાણા નિવાસી શેઠ શ્રી વેણીચંદ સુરચંદ હતા કે જેઓ ઉત્તમ પ્રકારનું ધાર્મિક જીવન ગાળતા હતા અને વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા જૈન સમાજનું ઉત્થાન કરવાને મથતા હતા. વિદ્યાર્થીઓ માટે તેમને ભારે મમતા હતી. તેમનું એ દઢ મંતવ્ય હતું કે જે વિદ્યાથીઓને નાનપણથી સારી ધાર્મિક કેળવણું આપીએ તે એ આગળ જતાં ધર્મપરાયણ થાય અને પિતાનું તથા પરનું કલ્યાણ સાધી શકે.
અને તેમણે વિક્રમ સંવત્ ૧૫૪ના પ્રારંભથી જ તે અંગે મહેસાણામાં એક સંસ્થા સ્થાપી દીધી હતી, જે અનુક્રમે શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા તરીકે ખ્યાતિ પામી હતી.