________________
સપુરુષને સમાગમ
૧૭
તેમણે શ્રી માવજીભાઈનું મુખ જોઈને જ પારખી લીધું કે આ છોકરો ભણશે તે વિદ્યાવાન થશે અને જૈનધર્મની સેવા કરશે, એટલે જ તેમની સાથે આ પ્રકારને વાર્તાલાપ કર્યો હતો અને તેમના મનની મુરાદ પૂરી કરી આપવાને મનેમન સંકલ્પ કર્યો હતે.
શ્રી માવજીભાઈએ શ્રી વેણીચંદભાઈને ઉતારે જઈ તેમની મુલાકાત લીધી; અને ફરી પણ પિતાની ભણવાની ઈચ્છા જોરદાર શબ્દોમાં જાહેર કરી. શ્રી વેણચંદભાઈએ કહ્યું તમારી ઈચ્છા ભણવાની જ હોય તે મારી સાથે માંડલ+ ચાલે. ત્યાં તમને બધી સગવડ કરી આપીશ.”
શ્રી માવજીભાઈને હર્ષને પાર રહ્યો નહિ. તેમણે આ વાત પિતાની બહેનને કરી અને બહેને સર્વ સંગેનો વિચાર કરી માંડલ જવા માટે સંમતિ આપી.
શ્રી માવજીભાઈએ અહીંથી ભાવનગર વડીલે પર એક પત્ર લખ્યું કે, હું ભણવા માટે મહેસાણાનિવાસી ધર્મરત્ન શેઠ શ્રી વેણીચંદ સુરચંદની સાથે માંડલ જાઉં છું. તમે મારી કોઈ જાતની ચિંતા કરશો નહિ.” અને તેઓ નિયત દિવસે શ્રી વેણીચંદભાઈ સાથે માંડલ ગયા કે જ્યાં શેડા વખત પહેલાં જ શ્રી યશોવિજ્યજી જૈન પાઠશાળા સ્થાપવામાં આવી હતી.
સપુરુષને સમાગમ મનુષ્યના જીવનમાં કેવું પરિવર્તન + આ ગામ વિરમગામ તાલુકામાં આવેલું છે.