________________
૧૮
જીવનસૃતિ
કરે છે, તેનું આ સુંદર ઉદાહરણ છે. અહીં અમને પ્રાચીન કવિના નિમ્ન શબ્દો યાદ આવે છેઃ
जाडयं धियो हरति सिञ्चति वाचि सत्यं, मानोन्नतिं दिशति पापमपाकरोति । चेतः प्रसादयति दिक्षु तनोति कीर्तिम्, संत्संगतिः कथय किं न करोति पुंसाम् ।।
અર્થાત્ઃ—સત્સંગતિ ખુદ્ધિની જડતા હરે છે, વાણીમાં સત્યનું સિ'ચન કરે છે, માનપ્રતિષ્ઠાની ઉન્નતિ કરે છે, પાપને દૂર કરે છે, ચિત્તને પ્રસન્ન રાખે છે અને કીતિના સત્ર વિસ્તાર કરે છે. હું મિત્ર ! તુ સાચું કહું કે તે મનુષ્યને શુ શુ ફળ નથી આપતી ?