________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૨] શ્રી જેને સત્ય પ્રકાશ
| [ વર્ષ સાતમું હોય છે. ઘણું કઠિન વિશે પણ તેઓની કલમથી સહેલા બની ગયા છે. જ્યોતિષના પણ તેઓ અસાધારણ જ્ઞાતા હતા. સૂર્ય પ્રાપ્તિ, ચંદ્રપ્રાપ્તિ, તિષકડક વગેરે જોતિષ ગ્રન્થ પર તેઓએ ટીકા રચી છે. જ્યોતિષ સમ્બન્ધના કેટલાએક વિષયના સ્પષ્ટીકરણ માટે પ્રત્યક્ષ જોવા માટે વિહાર કરીને તેઓ નેપાલમાં ગયા હતા. “ધર્મ સંગ્રહણીવૃત્તિ” થી તેઓ સારા ન્યાયવેત્તા હતા તે સાબીત થાય છે. છ હજાર લેક પ્રમાણ “મુષ્ટિ' નામનું વ્યાકરણ પણ તેમણે બનાવેલ છે. ૨૨ તાર્કિક શ્રીસેમપ્રભસૂરિજી
તેઓ તેરમી શતાબ્દિમાં થયા. તેઓ એક વિખ્યાત વિદ્વાન હતા. તેમની કવિત્વશક્તિ અદ્દભુત હતી. તર્કશાસ્ત્રમાં પણ તેઓ નિપુણ હતા. જો કે તેને કોઈ પણું ન્યાયગ્રંથ કે ન્યાયને પ્રસંગ ઉપલબ્ધ નથી તે પણ તેઓનાં પ્રભાવ અને પ્રતિભા અપૂર્વ હતાં, તેનું ઠેર ઠેર વર્ણન મળે છે. ૨૩ કલિકાલસર્વ શ્રી હેમચંદ્રસૂરિજી
તેમનો જન્મ વિ. સં. ૧૧૪પ ની કાર્તિકી પૂર્ણિમાને દિવસે થયો હતો. તેમની દીક્ષા ૧૧૫૦ માઘ શુ. ૧૪ ને શનિવારે, આચાર્ય પદ ૧૧૬૨ માં, અને ૧૨૨૯માં સ્વર્ગવાસ થયો. તેઓ એક સમર્થ મહાપુરુષ હતા. અનેક રાજાઓ તેમના ભક્ત હતા. તેમનાં શક્તિ અને જ્ઞાન અજોડ હતાં. તેમના સમયમાં પરદશનીઓને વિશેષ વિરોધ હતો. તો પણ તેમણે પિતાની અદ્દભુત પ્રતિભાથી અનેક વખત તેઓને પરાભૂત કર્યા હતા. તેમના નામથી, જીવનથી કે કવનથી કોઈ પણ વિદ્વાન અણજાણ હશે એમ કહી શકાય નહિ. તેમની કલમ સર્વતોમુખી હતી. કેઈપણ વિષય એવો નથી કે જેમાં તેમની કલમ કે પ્રતિભા ન ચાલી હોય. ન્યાય વિષયમાં તેમણે “પ્રમાણમીમાંસા પજ્ઞ વૃત્તિ યુક્ત, “અન્યગવ્યવચ્છેદિકા, અગવ્યદિકા,” “શ્રી વીતરાગસ્તવપ્રકાશ” વગેરે ગ્રન્થો રચ્યા છે. તેમની કલમ ઘણી સખત સાટ અને અસરકારક છે. તેમનું એક એક વાક્ય હૃદયમાં સોંસરુ ઊતરી જાય છે. તેમના લખાણથી તેમને જેનદર્શનની કેટલી દાઝ હતી એ સ્પષ્ટ સમજાય છે.
તેમને “પ્રમાણુમીમાંસા' ગ્રન્થ પાંચ અધ્યાય પ્રમાણ હતો. હાલમાં પ્રથમ અધ્યાયને બે આહ્નિક તથા બીજા અધ્યાગનું એક આહ્નિક એટલું મળે છે. તેટલામાં પણ તેઓશ્રીએ ઘણો જ સંગ્રહ કર્યો છે. તે ઉપરથી સમજી શકાય છે કે સંપૂર્ણ ગ્રન્થ કેટલે વિસ્તૃત હશે ? તેમની “અન્યયોગવ્યવહેદિકા” ઉપર શ્રીમલ્લિષેણસૂરિજીએ “સ્યાદ્વાદમંજરી” નામની સુન્દર ટીકા બનાવી છે. હાલમાં જેનદર્શનમાં તે છૂટથી વંચાય છે. તેમની લખાણ શૈલી ઉદયનાચાર્યને મળતી છે. તેઓ “અનુશાસન’ અને આવે એવા ગ્રન્થ રચતા. તેમનો એક વાદાનુશાસન નામને ગ્રન્થ હતો, હાલમાં તે મળતો નથી. જેન–ન્યાયનો સૂર્ય શ્રી હેમચન્દ્રસૂરિજીના સમયમાં જેનશાસનરૂપી નભસ્તલના મધ્યમાં પહોંચી મધ્યાહ્નનાં પ્રચંડ કિરણોને પ્રસારતો હતો. ૨૪-૨૫ શ્રીરામચંદ્રસૂરિજી તથા શ્રીગુણચંદ્રસૂરિજી
આ આચાર્ય તેરમા સૈકામાં થયા. એ બન્ને શ્રી હેમચંદ્રસુરિજીના શિષ્ય હતા. તેમાં શ્રી રામચંદ્રસુરિજી સાહિત્યમાં અદ્વિતીય વિદ્વાન હતા. તેમણે સો કાવ્યગ્ર રચ્યા છે. અને
૧ શબ્દાનુશાસન, કાવ્યાનુશાસન, છન્દાનુશાસન, લિગાનુશાસન વગેરે તેમની કૃતિ છે.
For Private And Personal Use Only