________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપાત્સવી અંક ]
શ્રી અભયદેવસૂરિજી
[ ૬૫ ] જેમાં ૯૦૦ ગાડાંએ ચાલતાં હતાં. શ્રીસંધના આગ્રહથી સુરિજી મહારાજ પણ સાથે પધાર્યાં. જ્યારે આ સધ સેઢી નદીના કાંઠે આવ્યો ત્યારે ત્યાં એ ઘરડા ધાડા અદૃશ્ય થઈ ગયા. એટલે આ નિશાનીથી સંધ ત્યાં રહ્યો. આચાર્ય મહારાજે આગળ જઈને પૂછ્યું ત્યારે એક ગેાવાળે કહ્યું કે‘ હે ગુરુજી, આ પાસેના ગામમાં મહીગુલ નામે મુખ્ય પટેલ છે તેની કાળી ગાય અહીં આવીને પોતાના ચારે આંચળમાંથી દૂધ ઝરે છે, એટલે અહીં દૂધ ખાલી કરીને ( ડેલવીને ) તે ઘેર જાય છે. અને ત્યાં દાઢવામાં આવતાં મહામહેનતે લગાર પણ દૂધ દેતી નથી. તેનુ કારણ કંઇ સમજાતું નથી.' એમ કહીને તેણે તે સ્થળે ગુરુજીને દૂધ બતાવ્યું એટલે પાસે બેસીને ગુરુજી પ્રાકૃત ભાષામાં શ્રી પાર્શ્વનાથનું મહાપ્રભાવક ‘નતિદુંચળ ’ ઇત્યાદિ બત્રીસ ગાથાનું નવું સ્તેાત્ર રચીને ખેલ્યા. ત્યાં ધીમે ધીમે જાણે પ્રત્યક્ષ પ્રભુનું પ્રતિબિંબ હોય તેવું શ્રા પાર્શ્વનાથ ભગવંતનું તેજસ્વી બિંબ પ્રકટ થયું. એટલે સંધ સહિત સૂરિજીએ તરત જ ચૈત્યવંદન કર્યું, અને એમને રાગ મૂલમાંથી દૂર થયા. તે વખતે શ્રાવકાએ ગંધાદકથી પ્રભુબિંબને ન્હેવરાવીને કપૂર વગેરેનું વિલેપન કરવા પૂર્વક સાત્ત્વિક પૂજાને અપૂર્વ લ્હાવા લીધા. તે સ્થળે નવું દેરાસર બંધાવવા માટે એક લાખ રૂપિયા ભેગા થયા. અને ગામના મુખ્ય લેાકેાએ ત્યાં દેવાલય બાંધવાની હા પાડી.
શ્રીમલવાદી શિષ્યના શ્રાવકાએ ત્યાંના આત્રેશ્વર અને બુદ્ધિનિધાન મહિષ નામના કારીગરને ચૈત્ય બાંધવાનું કામ સોંપ્યું. ઘેાડા જ સમયમાં તે કામ પૂર્ણ થયું. તે કામના ઉપરીને દરરાજ પગાર તરીકે એક દ્રમ્મ આપવામાં આવતા હતા. તેમાંથી ઘેાડું ભેજનાદિના ખĆમાં વાપરતાં બાકીના બચેલા દ્રવ્ય વડે તેણે ચૈત્યમાં પેાતાના નામની એક દેવકુલિકા કરાવી, કે જે હાલ પણ હયાત છે. પછી શુભ મુતૅ અભયદેવસૂરિજીએ ત્યાં બિબની પ્રતિષ્ઠા કરી. તે દિવસે રાત્રે ધરણેન્દ્રે આવીને સૂરિજીને વિનતિ કરી કે“ મારા ઉપર કૃપા કરી આપ આ તવનમાંથી છેલ્લી બે ગાથાએ ગેાપવી રાખેા.” સૂરિજીએ તેમ કરી ત્રીસ ગાથા કાયમ રાખી. ત્યારથી તે સ્થળ તીર્થ કરીકે ગણાયું. જન્મકલ્યાણકના મહાત્સવમાં પ્રથમ ધાળકાના મુખ્ય શ્રાવકે જળથી ભરેલા કળશ લઈને ભગવંતને અભિષેક કર્યાં. આ બિબાસનના પાછળના ભાગમાં ઐતિહાસિક અક્ષરપતિ પહેલાં લખી હતી, એમ લેાકેામાં સંભળાય છે.
શ્રી જિનેશ્વરસૂરિ તથા બુદ્ધિસાગરસૂરિ ચિરકાલ સંયમ જીવન પાળી છેવટે અનશન કરીને સ્વગે` ગયા. શ્રી અભયદેવસૂરિ મહારાજાએ પ્રથમ ઉપાંગ શ્રી ઔપપાતિક સૂત્રની અને પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીએ બનાવેલ શ્રી પચાશક શાસ્રની ઉપર અપૂર્વ વિદ્વત્તાભરેલી ટીકા બનાવી છે, જે થાડાં વર્ષો પહેલાં શ્રી જૈનધર્મી પ્રસારક સભાએ છપાવી હતી. આ તે ટીકાના પરિચય આગળ જણાવીશ.
શ્રી અભયદેવસૂરિના અને શ્રી સ્ત ંભન પાર્શ્વનાથના સંબંધમાં શ્રી ઉપદેશપ્રાસાદને અનુસારે આ વૃત્તાંત છે.
આચાય પદથી વિભૂષિત થયા બાદ શ્રી અભયદેવસૂરિજી વિહાર કરતાં સંભાણુક ગામથી ધેાલકા થઈ ને ભનપુરમાં પધાર્યાં. ત્યાં અતિતુચ્છ આહાર કરવાથી કેાઢના મહારાગથી તે એવા દુઃખી થયા કે હાથપગ હલાવવાની પણ તેમનામાં શક્તિ રહી નહિં. એક દિવસ સાંજે
For Private And Personal Use Only