________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોત્સવી અંક] પ્રાચીન ધાતુ પ્રતિમાઓ
t૨૧૩] વિશેષ પ્રકારે જોવામાં આવે છે. જેની પ્રતિમાઓ નગ્ન અને વસ્ત્રાચ્છાદિત બે પ્રકારની જોવામાં આવે છે. બંને પ્રકારની પ્રતિમાઓમાં નગ્નતા અને વસ્ત્રાચ્છાદિતતા સિવાય વિશેષ ફેરફાર હોતું નથી. બહુ પ્રાચીન નહીં એવી વેતાંબર મૂર્તિઓમાં પ્રાયઃ એક કટિવસ્ત્ર (લંગોટ ) નજરે પડે છે. આસીન (બેઠેલી) પ્રતિમાઓ સાધારણ રીતે ધ્યાનમુદ્રામાં ને પદ્માસનમાં તથા કેટલાક દાખલાઓમાં અર્ધપદ્માસનમાં અને કઈ કઈ દાખલાઓમાં ઉસ્થિતપાસનમાં* મળી આવે છે અને તેઓના બંને હાથ ખોળામાં ઢીલી રીતે ઉપરાઉપરી ગોઠવાએલા હોય છે. ચોવીશ તીર્થકરનાં પ્રતિભાવિધાનમાં વ્યક્તિભેદ ન હોવાથી લાંછનાંતરને લઈને જ આપણે મૂર્તિઓને જુદા જુદા તીર્થંકરનાં નામે ઓળખી શકીએ છીએ. મોટે ભાગે અગિયારમા સૈકા પછીની મૂર્તિઓના આસન પર સાધારણ રીતે તીર્થંકરનું લાક્ષણિક ચિહ (લંછન) કોતરેલું હોય છે.
જેનાશ્રિત કલાને પ્રધાન ગુણ એના અંતર્ગત ઉલ્લાસમાં કે ભાનના લેખનમાં નથી. એની મહત્તા, એની કારીગરીની ઝીણવટમાં, ઉદાર શુદ્ધિમાં, અને એક પ્રકારની બાહ્ય સાદાઈમાં રહેલી છે. જેનાશ્રિત કલા મુખ્યત્વે વેગપ્રધાન નહિ, પણ શાંતિમય છે. સૌમ્યતાનો પરિમલ, જિનમંદિરમાં પૂજન અર્થે વપરાતા સુગંધિત દ્રવ્યોની પેઠે, સર્વત્ર હેકે છે. એમની સમૃદ્ધિમાં ત્યાગની શાંતિ ઝળકે છે. - ભારતવર્ષના ખૂણે ખૂણે અને ગામેગામ પથરાએલાં જિનમંદિરને અથવા જિનમંદિરમાં આવેલી હજાર જિનપ્રતિમાઓનો પરિચય આ ટૂંકા લેખમાં ન આપી શકાય. તેથી જેનર્તિવિધાનશાસ્ત્રના અભ્યાસીઓનું, જેન વિદ્વાનોનું પણ, જે તરફ ખાસ લક્ષ નથી ખેંચાયું, તેવા એક વિષય તરફ વિદ્વાનોનું લક્ષ ખેંચવાની મારી ઇચ્છા છે. - જિનમંદિરે સિવાય મ્યુઝીયમમાં તથા કળાશાખીના ખાનગી સંગ્રહમાં થોડી એક ધાતુની મૂર્તિઓ હશે પણ ખરી; છતાં પણ ધાતુની પ્રતિમાઓને માટે સંગ્રહ દરેકે દરેક જિનમંદિરમાં આજે વર્ષોથી સુરક્ષિત છે; પરંતુ એક જેન તરીકે મારે દિલગીરી સાથે જણવવું પડે છે કે આપણે પાષાણની પ્રતિમાઓનું જેટલી કાળજીથી જતન કરીએ છીએ, તેનાથી ચોથા ભાગની કાળજીથી પણ ધાતુની જિનપ્રતિમાઓનું જતન કરતા નથી. મારા યાત્રા-પ્રવાસ દરમ્યાન તથા તાજેતરમાં “જેન ડીરેકટરી”ના કાર્ય માટે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી મેં કરેલા પંજાબ, સિંધ તથા કાશ્મીર પ્રદેશના પ્રવાસ દરમ્યાન મારા જોવામાં ધાતુની પ્રતિમાઓ પર જેટલા પ્રાચીન ઉલ્લેખો આવ્યા છે, તેટલા પ્રાચીન ઉલ્લેખો પાષાણની પ્રતિમાઓ પર જોવામાં આવ્યા નથી. વળી ધાતુની પ્રતિમાઓ પરના લેખમાં જેટલી ઐતિહાસિક માહિતી મળે છે, તેટલી પાણની પ્રતિમાઓ પરના લેખમાં મલી આવતી નથી. ટકવાની દૃષ્ટિએ પણ પાષાણની જાત જલદી તૂટી જાય તેવી (બરડ) હેવાથી પણ ધાતુની પ્રતિમાઓ વધારે જૂના સમયની ટકેલી છે.
મૂતિવિધાનશાસ્ત્રની દૃષ્ટિએ પણ જેટલી વિવિધતા ધાતુની જિનપ્રતિમાઓમાં મળી આવે છે તેટલી વિવિધતા પાષાણની જિનપ્રતિમાઓમાં મળી આવતી નથી.
* મધુરાન કર્ઝન મ્યુઝીયમમાં B 1 નંબરની નિશાનીવાળી ગુપ્તકાલીન મૂતિ “ઉસ્થિત પવાસન ' વાળી છે.
For Private And Personal Use Only