________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગણધર–સાર્ધશતકને સંક્ષિપ્ત પરિચય
લેખક–પૂ. મુનિ મહારાજ શ્રી કાંતિસાગરજી, સવની. આર્યાવર્તના સાહિત્યક્ષેત્રમાં જૈનસાહિત્યનું ઉચ્ચ સ્થાન છે. જેને સાહિત્ય માટે પ્રાશ્ચાત્ય વિદ્વાનો ઘણો ઊંચો અભિપ્રાય છે. ભારતીય ઈતિહાસ અને સાહિત્યના જ્ઞાન માટે જૈન સાહિત્યનું જ્ઞાન અનિવાર્ય છે એમ વિદ્વાનોને હવે સમજાવા લાગ્યું છે. મારા એક સહૃદય સ્નેહીએ સાચું જ કહ્યું હતું કે “અમે અત્યારે ભારતવર્ષને ઈતિહાસ લખવા માટે પ્રયત્ન કરીએ છીએ, માટે અમારે જૈનસાહિત્યને અભ્યાસ ફરજિયાત કરવો પડશે, કારણ કે તે વગર અમારે ઈતિહાસ અધુરો રહેશે.”
જેન સાહિત્યનું ભારતીય સાહિત્યવાટિકામાં આટલું ઊંચું સ્થાન હોવાનું કારણ એ છે કે જેનોએ બનાવેલું સાહિત્ય માત્ર ધાર્મિકદિશા સુધી જ પરિમિત નથી પણ ઐતિહાસિક, સાહિત્યિક અને દાર્શનિક આદિ અનેક દૃષ્ટિઓથી પૂર્ણ છે. જેન વાલ્મનિર્માતાઓએ કોઈ પણ વિષય છોડયો નથી. અર્થાત એકેએક વિષય પર જૈનમુનિઓએ વિદ્વત્તાપૂર્ણ ગ્રન્થ લખી ભારતીય સાહિત્યમાં મૂલ્યવાન ફળ આપે છે. પિોણોસો ઉપરાંત એવા ગ્રન્થ મળે છે જે મૂળ ગ્રન્થના કર્તા જેનેતર છે અને વૃત્તિ નિર્માતા જેને છે. કહેવાનું તાત્પર્ય એટલું જ કે જૈનેતર સાહિત્યને પણ લોકભોગ્ય બનાવવા જેનોએ સારો પ્રયત્ન કરી ઉદારતાનો પરિચય આપે છે. માટે જ એક વિદ્વાને કહ્યું છે કે-“ભારતીય સાહિત્યમાંથી જૈન સાહિત્ય બાદ કરવામાં આવે તે આર્યાવર્તનું સાહિત્ય શૂન્ય ભાસે.”
ઐતિહાસિક મહત્ત્વવાળા ગ્રન્થોના નિર્માણમાં જૈન મુનિઓએ સારો ફાળો આપે છે. અહીં જે ગ્રન્થને પરિચય આપવામાં આવે છે એ પણ ઐતિહાસિક દષ્ટિએ મહત્ત્વનો છે. મૂળ ગ્રન્ય પ્રાકૃત ભાષામાં ૧૫૦ ગાથામાં ગુતિ છે, ભાષાની અપેક્ષાએ પણ આ ગ્રન્થ મહત્ત્વ છે.
વિષય-ખાસ કરીને આલોચ ગ્રન્થની રચના સ્તુત્યાત્મક હોય છે. અને સ્તુત્યન્તર્ગત વ્યક્તિઓને કવચિત ઐતિહાસિક પરિચય પણ મળે છે, જે ઘણો જ મહત્ત્વનો હોય છે. આમાં ઋષભદેવાદિ, ગૌતમસ્વામી, સુધર્મસ્વામી, જખ્ખસ્વામી, પ્રભવાચાર્ય, શમ્ભવ, થશભદ્ર, સબૂતિસૂરિ, ભદ્રબાહુ, સ્થૂલભદ્ર, આર્ય મહાગિરિ, આર્યસહસ્તી, આર્યસમુદ્ર, આર્યમંગુ, આર્યસુધર્મા, લાકગુપ્ત, વ્રજસ્વામી, આર્યરક્ષિત, ઉમાસ્વાતિવાચક, હરિભદ્રાચાર્ય, શીલાંક, દેવાચાર્ય, નેમિચંદ્રસૂરિ, ઉદ્યોતનસૂરિ, વર્ધમાનસૂરિ, જિનેશ્વરસૂરિ, અભયદેવસૂરિ, અશોકચંદ્રસૂરિ, ધર્મદેવ (ગ્રંથકર્તાના દીક્ષાગુરૂ), હરિસિહ ( કર્તાને વાચના ગુરુ ), સર્વદેવગણિ (ર્તાના વિદ્યાગુરુ), દેવભદ્રસૂરિ (કર્તાને આચાર્યપદ આપનાર ), જિનવલ્લભસૂરિ (કર્તાના પદૃગુરુ ) આદિની સ્તુતિ કરવામાં આવી છે.
ઉપરોક્ત આચાર્યોને સંક્ષિપ્ત ઐતિહાસિક પરિચય આપવાનો વિચાર હતો પણ સમયાભાવ અને સાધનાભાવના કારણે તેમ કરી શકી નથી. આ ગ્રન્થમાં ખરતરગચ્છાચાર્યો વિષયક સામગ્રી વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે.
For Private And Personal Use Only