________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ ૨૨૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમુ
અપભ્રંશ સાહિત્યના ઇતિહાસમાં એમનું સ્થાન ઊંચું છે.
આલેચ્છ ગ્રન્થમાં કર્તાએ રચનાસંવતને નિર્દેશ કર્યાં નથી. તે સમયના આચાયૅનાં કતિપય ગ્રન્થામાં પણ રચનાસંવતા મળતા નથી, એ પરથી સહેજે અનુમાન થાય છે કે ગ્રન્થાન્ત રચનાસમય સૂચવવા જ જોઇએ એવે કાઇ પ્રકારને નિયમ નડ્ડાતા. એ ષ્ટિએ કર્તાએ કદાચ સૂચન ન કર્યું હાય. અને બીજી વાત એ પણ છે કે પુરાતન કાળમાં ખાસ પ્રતિહાસ તરફ એટલું બધું ધ્યાન ન અપાતું, જેટલું વર્તમાનમાં અપાય છે. તત્કાલીન અન્યાન્ય સાધના પરથી નિશ્ચિત જ છે કે ગ્રન્થનિર્માંસમય ૧૧૬૭–૧૨૧૧ તે છે, કારણ કે મુનિ સેામચ', આચાર્યપદ સ્વીકાર કર્યાં બાદ ગ્રન્થરચના કરી એટલે ૧૨ મી સદીના ઉત્તરાઈમાં એ ગ્રંથ બનેલા હોવા જોઇએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ગ્રન્થનું કદ જો કે નાનું છે તેપણ ગુણુ અને ઉપયેાગિતાની દૃષ્ટિએ બહુ જ મહત્ત્વપૂર્ણ છે. બધી મળીને આ ગ્રન્થપર ચાર ટીકાએ ઉપલબ્ધ થાય છે જે ઐતિડાસિક ષ્ટિએ બહુ જ મહત્ત્વની છે. આ ટીકાએમાં અણહિલપુર પાટણનું વર્ણન ભાવવાહી ભાષામાં સુંદર રીત્યા કરવામાં આવેલ છે. અહીં તે માત્ર ચાર ટીકાઓનાં નામેાના જ ઉલ્લેખ કરું છે. ભવિષ્યમાં એક એક ટીકાપર વિસ્તૃત આલેાચના લખી પ્રકાશિત કરવા પ્રયત્ન થશે. મને કામડીના જ્ઞાનભંડારમાં ગણુધરસા શતકનેા એ પણ ઉપલબ્ધ થયા છે જે ગ્રન્થ તેના પ્રચારનું જ્વલંત ઉદાહરણ છે. ૧૬ મી શતાબ્દિના આ ટમે બનેલા છે જેથી તત્કાલીન દેશભાષાની દૃષ્ટિ પણ અદ્વિતીય મહત્ત્વ ભાગને એ તદ્દન સ્વાભાવિક જ છે,
ટીકાઓ.
૧ સુમતિગણિ ૧૨૯૫.
૨ ચારિત્રસિંહ, આ વૃત્તિનું મૂળ બૃહદ્દવૃત્તિ છે.
૩ સર્વરાજની વૃત્તિ, મારી સામે નથી.
૪ પદ્મનંદી. આ વૃત્તિને પરિચય સ્વતંત્ર લેખ માંગી લે છે.
આ આલેચ્છ મૂળ ગ્રન્થ સર્વ પ્રથમ પૂજ્યગુરૂવર્ય ઉપાધ્યાય શ્રી સુખસાગરજી મહારાજના સુપ્રયત્નથી . સ. ૧૯૭૨ મુંબઈમાં ચારિત્રસિંહ નિર્મિત વૃત્તિ સહિત પ્રકાશિત યેા હતા. અને ત્યારબાદ વડાદરા ગા. એ. સ. તરફથી અપભ્રંશકાવ્યત્રયી નામક મહત્ત્વપૂર્ણ પુસ્તક પ્રકાશિત થતું હતું જેમાં જિનદત્તસૂરિ વિરચિત અપભ્રંશ સાહિત્ય આપેલ છે, તેમાં જૈન સમાજના સુપ્રસિદ્ધ વિદ્વાન પંડિતવર્ય શ્રીમાન લાલચંદભાઈ ભગવાનદાસ ગાંધીએ વિદ્વત્તાપૂર્ણ જે ભાષાવિષયક નિબંધ આપેલ છે તે ઘણા જ મહત્ત્વને છે.
ઉપસંહાર—ઉપર જે ગણધરસાર્ધશતકને સક્ષિપ્ત પરિચય કરાવેલ છે તે સમસ્ત નથી. જૈન સાહિત્યવાટિકામાં આવા અનેક મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક ગ્રન્થરૂપી પુષ્પા પેાતાની અદ્વિતીય સુગંધ વડે લેકાને આનંદ અપે છે. તે તમામ પુષ્પા-ગ્રન્થા પર ઐતિહાસિક વિવેચનાત્મક નિબધા લખી પ્રકાશિત કરવામાં આવે તે જૈન ઇતિહાસ-સાહિત્યની સારામાં સારી સેવા થઈ શકે. એવા લેખા જેને કરતાં જૈનેતર વિદ્યાનેાને વધારે ઉપયાગો નિવડે છે. અને ખીજા ખીજા ગ્રન્થ જોવા માટે સુંદર પ્રેરણા મળે છે. અર્થાત્ એવા નિબંધ માર્ગદર્શીક તરીકે કામ કરે છે. આશા છે જૈન વિદ્વાને આ વિષય પર ધ્યાન આપી સાહિત્યના પુણ્યપ્રચારમાં ફાળા આપશે. અત્યારે દિલ્હીમાં સેાસાયટી ''ની સ્થાપના થવાના વિચાર। ચાલી રહ્યા છે. એ સંસ્થા આ ધ્યાન આપી રચનાત્મક કાર્ય કરશે તેા જૈન ઇતિહાસ સંબંધી સાહિત્યને સારી મદદ મળશે.
k
જૈન રિસર્ચ વિષય પર જો
For Private And Personal Use Only