Book Title: Jain_Satyaprakash 1941 09 10 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 233
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપોત્સવી અંક] પ્રાચીન ધાતુપ્રતિમાઓ [૨૩] ગુજરાતની જેનાશ્રિત કલાને ટૂંક પરિચય હું મારા “જેનચિત્રકલ્પદુમ” નામના ઈ. સ. ૧૯૩૬માં પ્રસિદ્ધ થયેલા ગ્રંથમાં કરાવી ગયો છું. આ લેખમાં મેં જે શિલ્પને પરિચય કરાવ્યો છે તે શિલ્પ આબુ (દેલવાડા)ના જગવિખ્યાત સ્થાપત્યનું પ્રથમ સર્જન કરાવનાર મહામંત્રી વિમલના સમકાલીન તથા તે પહેલાંના સમયના છે. અજાયબીની વાત તો એ છે કે મહામંત્રી વિમલે પણ પોતે નિર્માણ કરાવેલા જિનમંદિરના મૂળનાયક તરીકે આદીશ્વર ભગવાનની જે પ્રતિમા ભરાવી તે પણ ધાતુની હતી એવા ઉલ્લેખો આપણને મળી આવે છે. હું માનું છું કે તેઓએ આરસને બદલે પ્રતિમા નિર્માણમાં ધાતુની પસંદગી કરવાનું તેના ટકાઉપણને લીધે યોગ્ય ધાર્યું હશે, ગુજરાતી શિલ્પના અભ્યાસીઓની સામે ઈ. સ. ના બીજા, સાતમા, આઠમ, નવમા દસમા, અને અગિયારમાં સેકાના શિલ્પોનું ટૂંક વર્ણન આ લેખમાં આપીને ગુજરાતની શિલ્પકલાના ખુટતાં અંકોડાને શંખલાબદ્ધ કરવા માટેના મારા પ્રયાસમાં તેઓ પણ પોતાના ફુરસદના સમયમાં સંશોધન કરીને મને સહાયકર્તા થશે એવી આશા રાખું છું. હવે પછીના લેખમાં વિક્રમ સંવત ૧૦૯૦થી વિક્રમ સંવત ૧૨૩૦ સુધીની મળી આવતી ધાતુ પ્રતિમાઓનું વર્ણન આપવાની ઈચ્છા રાખી આ ટૂંકા લેખ સમાપ્ત કરું છું. અને આશા રાખું છું કે ઉપરોક્ત સમયની બીજી પ્રતિમાઓ પણ જે કઈ સજજનના જાણવામાં આવે તે જાહેર જનતાની જાણ માટે પ્રસિદ્ધ કરશે. = === = = નીચેનાં પ્રકાશનો અવશ્ય મંગાવો (૧) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભ. મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખોથી સમૃદ્ધ અંક. મૂલ્ય-છ આના (ટપાલ ખર્ચ એક આનો વધુ.) (૨) શ્રી પર્યુષણું પર્વ વિશેષાંક ભ. મહાવીરસ્વામી પછીના એક હજાર વર્ષનો જેને ઈતિહાસ મૂલ્ય-એક રૂપિયે. (૩) ક્રમાંક ૪૩ જૈન ગ્રંથમાં માંસાહારનું ખંડન કરતા અનેક લેખોથી સમૃદ્ધ | મીચાર આના, [ ક્રમાંક ૪૨ માં આ સંબંધી એક લેખ છે. મૂલ્ય-ત્રણ આના.]. (૪) ક્રમાંક ૪૫ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સંબંધી લેખોથી સમૃદ્ધ મૂલ્યત્રણ આના. (૫) ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર મત્સ–ચાર આના. (ટપાલખર્ચ દોઢ આને વધુ) શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિંગભાઈની વાડી, ઘીકાંટા-અમદાવાદ == = Iકા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263