________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૪] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું આ ટૂંકા લેખમાં ધાતુપ્રતિમાઓની વિવિધતાને ખ્યાલ પણ આપી શકાય તેમ ન હેવાથી, મારા જેવામાં તથા જાણવામાં આવેલી ઇસવીસનના બીજા સૈકાથી શરૂ કરીને બારમા સૈકા સુધીની કેટલીક ધાતુપ્રતિમાને ટૂંક પરિચય આપવાનું મેં યોગ્ય ધાર્યું છે.
મૂતિ ૧. આજસુધી મારી જાણમાં આવેલી ધાતુની પ્રતિમાઓમાં સૌથી પ્રધાન પ્રતિમા મહુડીના કોટયાર્ક મંદિરના મહંતના કબજામાંની જિનભૂતિ છે, જેને પરિચય ચિત્ર સાથે હું આ માસિકને વર્ષ ૫ માના ૫-૬ સંયુક્ત અંકમાં કરાવી ગયો છું અને વર્ષ ૬ ના ૧૧ મા અંકમાં મુનિ શ્રી ન્યાયવિજયજીએ પણ તેનો પરિચય કરાવ્યો છે અને વર્ષ ૬ ના ૧૨મા અંકમાં ડૉ. હસમુખલાલ સાંકળિઆએ ડેક્કન કોલેજના સંશોધન વિભાગની પત્રિકાના ઈ. સ. ૧૯૪૦ ના માર્ચ મહિનાના વોલ્યુમ ૧ ના નં. ૨-૪ ના અંકમાં પ્રસિદ્ધ કરેલો લેખ મૂળ તથા ગુજરાતી ભાષાંતર સાથે પ્રસિદ્ધ થએલે છે, તેમાં પણ આ મૂર્તિને પરિચય ઠે. સાંકળિઆએ કરાવેલ છે. ડે. સાંકળિઆ પિતાના લેખમાં આ મૂર્તિના સમય સંબંધી માન્યવર ડૅ. હીરાનંદ શાસ્ત્રીજીના મતને બરાબર હોવાનું જણાવે છે; પરંતુ મારી તેઓને ભલામણ છે કે તેઓ “ગુજરાતની પ્રાચીનતમ જિનમૂર્તિઓ” નામનો “ભારતીય વિદ્યા સૈમાસિકના વર્ષ ૧ ના બીજા અંકમાં પ્રસિદ્ધ થએલા મારા લેખની પાના ૧૮૧ ઉપર આપેલી દલીલો સંબંધી વિચાર કરે.
મારી માન્યતા પ્રમાણે તે આ મૂર્તિ ઈસવીસનના પહેલા અથવા બીજા સૈકાની છે અને તે રીતે ગુજરાતમાં જૈનધર્મને પ્રચાર પણ લગભગ બે હજાર વર્ષ પહેલાંથી શરૂ થએલો હોવો જોઈએ તેવું સ્પષ્ટ પુરવાર થાય છે. મારી જાણમાં છે ત્યાં સુધી ગુજરાતના વિદ્યમાન શિલ્પોમાં આટલું પ્રાચીન શિ૯૫ હજુ સુધી ઉપલબ્ધ થયું નથી અને તેથી જ
નમૂર્તિવિધાનશાસ્ત્રના અભ્યાસીઓ માટે આ શિલ્પ જેટલું ઉપયોગી છે, તેટલું જ ઉપયોગી ગુજરાતની શિલ્પસમૃદ્ધિના અભ્યાસીઓ માટે આ શિલ્પ છે. (જુઓ ચિત્ર નં. ૧)
મૂતિ ૨, ૩ અને ૪. આ ત્રણે મતિઓ પણ ઉપરોક્ત મહુડીના કોટયાર્ક મંદિરના ખોદકામમાંથી મલી આવી હતી અને આજે વડોદરા સરકારના પુરાતન સંશોધનખાતાની ઍફીસના કબજામાં છે. આ મૂર્તિઓને પણ માન્યવર શાસ્ત્રીજીએ બૌદ્ધમૂર્તિઓ તરીકે ઓળખાવી હતી અને આ મૂર્તિઓ બૌદ્ધમૂતિઓ નથી પરંતુ જેને મતિઓ જ છે એવું મારા “ભારતીય વિદ્યા ” ત્રિમાસિકના ઉપત લેખમાં સાબીત કરેલું છે અને તે જ અંકના પૂ૪ ૧૯૪ માં મેં માન્યવર શાસ્ત્રીજીને વિનંતી કરી છે કે;
આ લેખની દલીલે વાંચીને માન્યવર શાસ્ત્રીમહાશય હવે પોતાનો એ બાંધી લીધેલો ભૂલભરેલે મત ફેરવવા ઉદાર થશે; અને જે મારી એમાં ભૂલ થતી હોય તે તે યુક્તિ અને પ્રમાણ પુરસ્સર જાહેરમાં મૂકી મારા માર્ગદર્શક થશે.” .
મારા આ લેખને પ્રસિદ્ધ થએ દોઢ વર્ષ ઉપર સમય વીતી ગયો હોવા છતાં માન્યવર શાસ્ત્રીજીએ મારી દલીલનો પ્રત્યુત્તર આપ્યો નથી.
ભારતીય વિદ્યા” નૈમાસિક ઘણુંખરા વાચકોના જોવામાં નહિ આવ્યું હોય તેથી આ મૂતિઓને પરિચય આ માસિકના વાંચકોને કરાવવાથી વધારે લાભ થશે એમ માની મૂર્તિ ૨-૩ અને ૪ નાં ચિત્ર ચિત્ર નંબર ૨-૩ અને ૪ માં રજુ કરવાનું યોગ્ય ધાર્યું છે.
For Private And Personal Use Only