________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ર૧૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું જતાં ડાબા હાથ તરફ બિરાજમાન છે. તે ત્રણેની ઊંચાઈ લગભગ સવા કુટ છે. આ ત્રણે મતિએ અત્યાર સુધી સારી હાલતમાં છે. આ ત્રણ ત્રિતીથીઓ પૈકીની શ્રી પાર્શ્વનાથ ભગવાનની એક સુંદર ત્રિતીર્થોનું ચિત્ર મારા તરફથી તાજેતરમાં પ્રસિદ્ધ થનાર “ભારતનાં જેનતીર્થો અને તેમનું શિલ્પ સ્થાપત્ય ” પુસ્તકમાં ચિત્ર ૩૦ માં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
મૂર્તિ ૭: શ્રી પાર્શ્વનાથજી. વાંકાનેર (કાઠીયાવાડ)ના એક જિનમંદિરમાં આવેલી શ્રી પાર્શ્વનાથ ભગવાનની લગભગ આઠમા સૈકાની આ મૂર્તિના ચિત્ર માટે “ભારતીય વિદ્યા” ના મારા લેખની સાથે છપાયેલ ચિત્ર નંબર ૯ તથા મારા તરફથી તાજેતરમાં પ્રસિદ્ધ થનાર ઉપરોક્ત ગ્રંથનું ચિત્ર નંબર ૩૧ જુઓ. આ પણ એક ત્રિતાથ છે. આ શિલ્પની મધ્યમાં પદ્માસનની બેઠકે બેઠેલાં ત્રેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. બન્ને બાજુ બે કાર્યોત્સર્ગથિત જિનમૂર્તિઓ ઊભેલી છે, જેના કટાભાગથી છેક નીચે સુધી વસ્ત્રની સ્પષ્ટ આકૃતિ શિલ્પીએ રજુ કરેલી છે; જે પૂરવાર કરે છે કે એ મૂતિ વેતાંબર સંપ્રદાયની છે. મુખ્ય મૂર્તિના મસ્તકની ઉપરની સાત ફણાઓ જાહેર કરે છે કે એ મૂતિ વીશમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથની છે. તેની નીચેની જમણી બાજુએ બે હાથવાળો યક્ષ છે, જેનાં આયુધે સ્પષ્ટ દેખાતાં નથી, પરંતુ ડાબી બાજુની યક્ષીની આકૃતિના ડાબા હાથનું બાળક ચિત્રમાં સ્પષ્ટ દેખાય છે, જે જાહેર કરે છે કે એ મૂતિ યક્ષી અંબિકાની છે.
મૂર્તિ ૮ અને ૯: શ્રી ઋષભદેવ. આ બન્ને મર્તિઓ અમદાવાદ શહેરમાં ડોશીવાડાની પિળમાં આવેલાં શ્રી સીમંધરસ્વામીના દેરાસરમાં મૂળનાયક શ્રી સીમંધરસ્વામીની ડાબી તરફ આવેલ શ્રીસુખસાગર પાશ્વનાથની ધાતુની પ્રતિમાની જમણી તથા ડાબી બાજુ કાર્યોત્સર્ગ મુદ્રામાં સ્થિત છે. આ બન્ને મૂર્તિઓના બને ખભા ઉપર મસ્તકની કેશાવલી શિપીએ કોતરેલી સ્પષ્ટ દેખાય છે. આ બન્ને મતિઓનું શિલ્પ જોતાં ઉપરોક્ત મુતિ નંબર ૫ અને ૬ના સમયની હોય તેમ મૂર્તિવિધાનશાસ્ત્રના અભ્યાસીઓને જણાઈ આવે છે એટલે કે આ બન્ને મતિઓ આઠમી સદીની છે. ગુજરાતના પાટનગર અમદાવાદના જૈનમંદિરમાં આવાં સુંદર અને પ્રાચીન શિલ્પ અભ્યાસીઓની દૃષ્ટિએ વર્ષોથી સંશોધન માગી રહ્યાં છે. અને હું માનું છું કે અમદાવાદનાં જિનમંદિરનું બારીકીથી નિરીક્ષણ કરવામાં આવે તો ગુજરાતની જેનાશ્રિત શિલ્પકલાના અણઉકલ્યા અંકડાઓનો પત્તો લાગી શકે.
મૂર્તિ નંબર ૧૦: શ્રી ઋષભદેવ. મારવાડમાં આવેલાં જોધપુર શહેરની ઉત્તર દિશાએ નવ કષ દૂર ગાંધાણી નામનું ગામ આવેલું છે. આ ગામના તલાવ ઉપર એક પ્રાચીન જિનમંદિર છે. તેમાં આવેલી આદીશ્વર ભગવાનની સંવત ૯૩૭ ના લેખવાળી ધાતુપ્રતિમાને લેખ સ્વર્ગસ્થ શ્રીયુત પુરણચંદજી નાહારે જૈન લેખ સંગ્રહના બીજા ભાગમાં લેખાંક ૧૭૦૯ તરીકે પ્રસિદ્ધ કરેલ છે જે નીચે પ્રમાણે છે:– (૨) ૩ | નવદુ રાઘવાનાં ! a fä રાધિવતતેડુ . શ્રવચ્છ
लांगलीभ्यां । ज्येष्ठार्याभ्यां (२) परमभक्तया ॥ नाभेयजिनस्यैषा ॥ प्रतिमाऽषाडार्द्धमासनिष्पन्ना श्रीम(३) त्तोरणकलिता । मोक्षार्थ कारिता ताभ्यां ॥ ज्येष्ठार्यपदं प्राप्तौ द्वावपि (४) जिनधर्मवच्छलौ ख्यातौ । उद्योतनसूरेस्तौ। शिष्यौ श्रीवच्छबलदेवौ ॥ () . ૧૩૭ ગાઢા
For Private And Personal Use Only