________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ } ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું
સૂરિજીએ પ્રતિક્રમણ કરીને શ્રાવકાને કહ્યું કે-આ રાગની પીડા બહુ થતી હાવાથી હું એક ક્ષણ તે સહન કરવા સમ નથી. તેથી કાલે અનશન કરીશ. તે સાંભળી શ્રાવક્રા ઘણા દિલગીર થયા. તે પછી તેરસની અડધી રાતે શાસનદેવીએ આવીને સૂરિજીને કહ્યું કે– હું ગુરુજી! ઊંધા છે કે જાગે છે ?' ગુરુએ ધીમે સ્વરે કહ્યું કે−‘ જાગુ' છું.’ દેવીએ કહ્યું કે ‘ઊઠો, આ સૂતરની નવ કાકડી ઊકલા !' ગુરુ ખેલ્યા કે− આવા શરીરે હું શી રીતે ઊકેલી શકું ? ' દેવીએ અવધિજ્ઞાનથી જાણીને કહ્યું –‘ લાંખે। કાળ જીવીને હજી નવ અંગની વૃત્તિ કરવાનું મેાટું કામ જેના હાથમાં છે તેને આ પીડા શા હિસાબમાં છે ? ’દેવીનુ વચન સાંભળીને ગુરુએ કહ્યું કે-‘ આવા શરીરે હું નવ અંગેની ટીકાએ શી રીતે બનાવીશ ? ' દેવી ખેાલી કે- છ મહિના સુધી આયંબિલ તપ કરજો.' સૂરિજીએ છ મહિના સુધી આય’બિલ તપ કર્યાં, અને કઠિન શબ્દોથી ટીકા બનાવીને તે ટીકાઓ પૂરી કરી. આ પછી શરીરને વિષે ફરીથી મહારોગ ઉત્પન્ન થયા ત્યારે ધરણેન્દ્ર ધેાળા સર્પનું સ્વરૂપ ધારણ કરી ત્યાં આવીને સૂરિજીના શરીને ચાટીને નીરોગી બનાવ્યું, અને સુરિજીતે કહ્યું કે—‘ સેઢી નદીના કાંઠે, પલાસ ( ખાખરાનું ઝાડ )ના વનમાં શ્રી 'લન પાર્શ્વનાથની પ્રતિમા જમીનમાં ગુપ્ત રહેલી છે તેને તમે પ્રગટ કરે. ત્યાં એચિંતી એક ગાય આવીને તે પ્રતિમા જે જગ્યાએ છે. તે જગ્યાએ દૂધ ઝરશે. તે ચિહ્નથી તે મૂર્તિનું સ્થાન નિશ્ચયે જાણો.' સવારે સૂરિજી સંધની સાથે ત્યાં ગયા અને ગાયને દૂધ ઝરતી જોઈને ગાવાળના બાળકાએ બતાવેલી ભૂમિની પાસે પ્રતિમાના સ્થાનના નિશ્ચય કરીને ગુરુજીએ પાર્શ્વનાથનુ સ્તંત્ર રચવા માંડયું. તેના ૩૨ કાવ્ય કહ્યા પછી તેત્રીસમું કાવ્ય ગુરુજીએ દેવતાના આદેશથી ગેાપવી દીધું. બત્રીસ કાવ્યેાના આ તેંત્રની શરૂઆતમાં ગતિદૈયળ પદ હાવાથી જયંતિહુયણ નામે એ સ્તેાત્ર એળખાય છે, તે પ્રતિમાનાં દર્શીન થયાં કે તરત જ રાગ મૂળથી નાશ પામ્યા ને ગુરુજી નીરોગી બન્યા. પછી શ્રીસ'ધે ગુરુજીને તે પ્રતિમાની ઉત્પત્તિ પૂછી ત્યારે ગુરુજીએ શ્રી રત’ભપ્રદીપ વગેરેમાં જણાવેલી ખીના શ્રીસંધની આગળ કહી સંભળાવી, અને છેવટે કહ્યું કે આ પ્રતિમા કાણે ભરાવી તે હજુ સુધી જાણી શકાયું નથી. આ પ્રમાણે પ્રતિમાને મહિમા સાંભળીને શ્રીસંધે તે જ સ્થાને નવું દહેવુ. બધાવી ત્યાં સ્તંભનપુર નામે ગામ વસાવ્યું. પછી જ્યારે વિ. સં. ૧૭૬૮ ની સાલમાં જુલ્મી રાજાઓએ ગુજરાતમાં ઉપદ્રવ કર્યાં ત્યારે વમાન સ્તંભતીર્થ (ખંભાત)ની સ્થાપના થઇ. એટલે તે સાલમાં આ પ્રતિમાજી ખંભાતમાં પધરાવ્યાં. અત્યારે આ મહાચમત્કારી શ્રી પાર્શ્વનાથનુ બિખરત ભનતી ( ખંભાત, તખાવતી નગરી )માં હયાત છે.
શ્રી અભયદેવસૂરિજીના રવવાસના સબંધમાં પ્રભાવકચરિત્રમાં કહ્યું છે કે-સૂરિજી પાટણમાં કર્યું રાજાના રાજ્યમાં દેવલાક પામ્યા. આ વાકયને અર્થ એમ પણ સભવે છે ક્ર—કના રાજ્યકાલમાં તે પાટણમાં સ્વર્ગીવાસ પામ્યા. ખીજાએ આ બાબતમાં એમ પણ વિચાર જણાવે છે કે, જે સમયે ક` રાજા પાટણમાં રાજ્ય કરતા હતા તે વખતે સૂરિજી સ્વગે ગયા. પટ્ટાવલિઓના ઉલ્લેખ પ્રમાણે તે! ઘણાખરા એમ માને છે કે અભયદેવસૂરિજીને કપડવંજમાં સ્વર્ગવાસ થયેા. સંવતને વિચાર એ છે કે પટ્ટાવિલમાં સ’. ૧૧૩૫માં સ્વર્ગે ગયા એમ કહ્યું છે, ત્યારે બીજો મત એ પણ છે કે ૧૧૭૯માં સ્વગે` ગયા.
For Private And Personal Use Only