________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૬૮] શ્રી જેન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું સૂત્રની ઉપર પણ ચૂર્ણિ છે, એમ જાણવાનું મળે છે. તે પૂર્વાચાર્યે રચેલી છે, જેનું પ્રમાણ ૪૦૦૦ લેક છે. આ રીતે મૂલ (૧૫૭૫૨), ટીકા (૧૮૬૧૬) અને ચૂર્ણિ (૪૦૦૦)નું પ્રમાણ ભેગું કરતાં–૨૮૩૬૮ શ્લોક થાય છે. વિ. સં. ૧૫૩૮માં શ્રી દાનશેખર મહારાજે અભયદેવસૂરિજીની ટીકા વગેરેના આધારે ૧૨૦૦૦ શ્લેક પ્રમાણુ નાની ટીકા બનાવી છે.
૪ જ્ઞાતાસૂત્ર વૃત્તિ–મૂલ સૂત્રનું પ્રમાણે ૫૫૦૦ શ્લોક છે. તેમાં શૈલકરાજર્ષિ, દ્રૌપદી શ્રાવિકા વગેરેનું વર્ણન આવે છે. શ્રી અભયદેવસૂરિજીએ વિ. સં. ૧૧૨૦ વિજયાદશમીએ પાટણમાં ૪૨૫૨ કલેકપ્રમાણ ટીકા બનાવી છે. આમાં હાલ ૧૯ અધ્યયન અને ૧૯ કથાઓ છે. શેષ ભાગ વિચ્છેદ પામે છે.
૫ ઉપાસકદશાંગ વૃત્તિ-મૂલ સૂત્રનું પ્રમાણ ૮૧૨ શ્લેક છે. તેમાં (૧) આનંદકામદેવ વગેરે ભવ્ય જીવોને પ્રભુ શ્રી મહાવીરદેવને સમાગમ કઈ રીતે થયો? (૨) પ્રભુદેવે સમ્યગ્દર્શન સહિત બારે વ્રતનું સ્વરૂપ સમજાવીને કઈ રીતે દેશવિરતિ ધર્મ અંગીકાર કરાવ્યો (૩) વ્રતધારી થયેલ આનંદશ્રાવક પ્રભુદેવને શું કહે છે? (૪) દશે શ્રાવકો કઈ રીતે પિતાનું નિર્મલ શ્રાવકજીવન ગુજારે છે? (૫) કઈ રીતે તેમણે પ્રતિમા વહનની ક્રિયા કરી. (૬) તેમને ધર્મથી ડગાવવા માટે દેવોએ કયા ક્યા ઉપસર્ગો કર્યા? (૭) તે વખતે કઈ રીતે સ્થિર રહીને ધર્મશ્રદ્ધા ટકાવે છે? (૮) એમની આરાધનામાં દઢતા જોઈને શ્રી પ્રભુદેવે શ્રી ગૌતમાદિ મુનિવરેને કેવી શીખામણ આપી ? (૯) આનંદ શ્રાવકને કેવું અવધિજ્ઞાન થાય છે? (૧૦) શ્રી ગૌતમ મહારાજા આનંદ શ્રાવકના અવધિજ્ઞાનની બીને તેના કહેવાથી જાણે છે, ત્યારે શ્રી ગૌતમ મહારાજા આનંદ શ્રાવકને શું કહે છે? (૧૧) આ બાબતમાં પ્રભુદેવને પૂછતાં પિતાની ભૂલ જણાઈ, તેથી શ્રી ગૌતમ મહારાજા આનંદ શ્રાવકની આગળ મિચ્છામિ દુક્કડ' દે છે. (૧૨) અગિયારે શ્રાવકે કેવા પ્રકારની સંખના કરીને સમાધિમરણ પામીને કયા દેવલોકમાં ઉપજ્યા ? (૧૩) ત્યાંથી ચવીને કયા ક્ષેત્રમાં કઈ રીતે મોક્ષે જશે ? વગેરે પ્રશ્નના ખુલાસા આ સૂત્રમાંથી મળી શકે છે. આ સૂત્રમાં ફક્ત દશ શ્રાવકેની બીના જણાવી છે. તેથી આ ઉપાસકદશાંગસૂત્ર કહેવાય છે. આની ઉપર શ્રી અભયદેવસૂરિજીએ લગભગ ૯૦૦ પ્રમાણ ટીકા બનાવી છે.
૬. અંતકૃદશાંગસૂત્ર વૃત્તિ-મૂલ સૂત્રનું પ્રમાણ ૯૦૦ લેક છે. તેમાં ક વર્ગ છે. શરૂઆતમાં દ્વારિકા, કૃષ્ણ વગેરેનું વર્ણન આવે છે. શ્રી ગૌતમકુમાર વગેરે નેમિનાથ પ્રભુની દેશના સાંભળી દીક્ષા ગ્રહણ કરે છે. અગિયાર અંગેનો અભ્યાસ કરી છેવટે સમાધિમરણ પામી શ્રી શત્રુંજય ગિરિરાજની ઉપર મેસે જાય છે. અભાદિ અધ્યયનમાં અભાદિ કુમારની બીના જણાવી છે. દેવકીના છ પુત્ર, ગજસુકુમાલ, મિલ બ્રાહ્મણ, જાતિ વગેરે કુમારની બીન; દ્વારિકાને નાશનું કારણ, જરાકુમારના નિમિત્તે કૃષ્ણનું મરણ, ત્રીજી નરકમાં જવાનું સાંભળી કૃષ્ણને થયેલો ખેદ, ભાવિ તીર્થંકરપણું જાણીને થયેલે આનંદ, કૃષ્ણ દ્વારિકામાં ઢોલ વગડાવે છે, ઘણું રાજાઓ સંયમ સાધીને મોક્ષે જાય છે, અર્જુનમાલી, અતિમુક્ત મુનિ, સુદર્શન વગેરેની બીના; કેણિકની ચુલ્લમાતા ચંદનબાલાની પાસે દીક્ષા લઈ રત્નાવલી તપ કરે છે, સુકાલીરાણી કનકાવલી તપ કરે છે, મહાકાલી વગેરે રાણીઓ સંયમ લઈને વિવિધ તપ કરે છે–આ વગેરે બીના આમાં જણાવી છે. આ સૂત્રની ઉપર શ્રી અભયદેવસૂરિજીએ ટીકા બનાવી છે.
For Private And Personal Use Only