________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું
આ ઉપરાંત બે થાંભલીએ ઉપર એક તારણની રચના કરી દેવીને એની વચ્ચે ગાડવી છે. થાંભલી ઉપર ચાર ચાર દેવીએ કાતરી છે. નીચેની એક એક ઊભી છે જ્યારે સાકીની છ દેવીએ ભદ્રાસને ખેડેલી છે. સર્વેને ચાર ચાર હાથ છે, હાથમાંનાં આયુધે પૂરતાં સ્પષ્ટ નથી.
દેવીને સિંહ ઉપર બેઠેલાં બતાવ્યાં છે. વાહનની બેઉ બાજુની બબ્બે નાની આકૃતિ કાતરી છે. આ આકૃતિ દેવીના ભકતાની છે અને પ્રત્યેકને પેાતાના બેઉ હાથ જોડી વંદન કરતી બતાવી છે. જમણા પગના પાછળના ભાગમાં એક ઊબી મૂર્તિ છે તે અંબિકાદેવીના મીજા પુત્રની છે.
શ્રી જિનપ્રભસૂરિષ્કૃત ચિન્ના-૪૫ × માં અંબિકાદેવીની ઉત્પત્તિ બતાવી છે. તે અનુસાર આ બે પુત્રા તે સિદ્ધ અને બુદ્ધ નામના છે. વાહન તરીકે બતાવેલ સિંહ પૂ ભવમાં અંબિકાને પતિ હતા.
આખી પ્રતિમા સારી રીતે સચવાયલી છે. કલાવિધાનની દૃષ્ટિએ પણ આ મૂર્તિ અગત્યની છે, કેમકે એમાં ગુજરાતની તે સમયની કલાના ગુણ તેમજ દોષ દેખાઈ આવે છે. તેારણ, થાંભલીઓ પરની દેવી, અંબિકાને વંદન કરતી ચારેય આકૃતિએ અને આમ્રવૃક્ષનું સૂચન કરતા આમ્રપલ્લવાના ગુચ્છે વગેરે સુંદર છે. વંદન કરતી ચારેય આકૃતિએમાં બારમી સદી આસપાસની ગુજરાતની કલાની છાયા દેખાઇ આવે છે. અમ્બિકાના ઉપલા બે હાથની અંગુલીએનું રેખાંકન પણ આકર્ષક છે.
આમ છતાં, ગુજરાતની ક્ષીણ થતી, એસરતી જતી કલાને એ નમૂના છે. આકૃતિએમાં એક ાતની કૃત્રિમ કડકાઈ નજરે ચડે છે. જમણા પગને નીચેને ભાગ ખેડાળ હાઈ આંખને ખૂચે છે. આ પ્રતિમા લગભગ સેાળમી કે પંદરમી સદીથી વધારે જૂની લાગતી નથી.
મૂર્તિવિધાન ( Iconography ) ની દૃષ્ટિએ પણ આ પ્રતિમા અગત્યની છે, કેમકે નવું સ્વરૂપ નજરે ચડે છે. ઉપરના બે હાથમાં આમ્રકુંબિ, નીચેના જમણા હાથમાં માલા અને ચેાથા હાથમાં પુત્ર એ રીતનું ચતુર્ભુજ સ્વરૂપ નવું છે.
દિગમ્બર તેમજ શ્વેતાંમ્બર સમ્પ્રદાયમાં મળીને લગભગ સત્તર વિવિધ ચતુર્ભુજ સ્વરૂપે મારા જાણવામાં આવ્યાં છે. એમાંના ૧૪ સ્વરૂપની ચર્ચા ઉપર બતાવેલ લેખમાં કરી હતી. આ સ્વરૂપ એ ૧૪ થી ભિન્ન છે. આ ઉપરાંત આ પ્રતિમામાં એક વિશેષતા છે. અંબિકાદેવીની ઘણી પ્રતિમાએ મળે છે પણ આમ આ દેવીએ સાથેની આ પ્રતિમા નવીન છે. આ નાની દેવીએતે એળખવી મુશ્કેલ છે, આમ છતાં એ કઈ દેવીએ છે તેને ખુલાસે કાઇ સાધુમહારાજ અથવા જૈન પડિત કરશે એવી આશા રાખું છું. દેવતાઓને પરિવાર હાય છે એ વાત જાણીતી છે; સંભવ છે કે આ આડે દેવીએ અંબિકાદેવીની પરિવારદેવીએ હાય.
× જુએ, મુનિ શ્રી જિનવિજયજી સંપાદિત વિવિધતીર્થવ૧, ૬૦
For Private And Personal Use Only
१०७-१०८