Book Title: Jain_Satyaprakash 1941 09 10 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 199
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપાત્સવી અંક ] શકુનિકાવિહાર [ ૧૯૩ ] લશ્કરના પડાવથી અને તે રાંધવાને લઈને તેમજ જૂના કાળમાં એ જગ્યા અવડ · પડી રહેવાને લીધે છત વગેરે સ ઠેકાણે ધૂમાડાથી કાળું મેશ થઈ ગયેલું હતું. તે ખરજેશ સાહેબે જોયેલું. '' *k વધુમાં આ સ્થળની પ્રાચીન કારીગરી, આકૃતિઐાની કાતરણી અને રસિકતા, સ્થાપત્ય, શિલ્પીની કળાનું રૂપ અને લાવણ્ય ભારતવર્ષીમાં અજોડ છે. ’ એમ તેઓશ્રીએ અભિપ્રાય ટાંકયા છે. [ A. S. of India Vol. VI. p. 22 ff. ] મુસલમાનાના રાજ્યતંત્ર નીચે પણ કાયમ રહેલી હિંદુ કળાનું આમાંથી સૂચન થાય છે. જુમ્મા મસ્જીદની લંબાઈ ૧૨૬ અને પહેાળાઈ પર પીટની છે. અડતાલીશ થાંભલાની સરખી હાર છે અને તે ઉપર અગાશી છે અને ત્રણ ભવ્ય ઘુમ્મટ છે. છત ઉપર આબુના વિચળવસતિમાં જે સુંદર કાતરણી છે તેવી કાતરણી છે. થાંભલામાં શિલ્પીની કારીગરી અને કળા અદ્દભુત છે. થાંભલા ઉપરના પાટમાં જૈન અને હિંદુ ધાર્મિક જીવનના કેટલાંએ દશ્યા કાતરેલાં છે. [ પુરાતત્ત્વ અને વિદ્યારસિક આ કૃતિને પુરાતત્ત્વ દૃષ્ટિએ એળખવાને પ્રયાસ કરે તા એમાંથી કળા અને તિહાસમાંથી ઘણું નણવા મળે તેમ છે. ઘણી કૃતિઓના મુખારવિંદ ખવાઈ ગયા છે અને છતની કૃતિ પણ વરસાદના પાણીથી ટૂટી ગઇ છે, પશુ તેમાં તિ હાસનું જીવન છે. ] નીચેની પગથાર સાદી છે. સિદ્ધરાજ અથવા કુમારપાલે ભરૂચને કાટ બધાવેલા તેના પથ્થર અને આ મસ્જીદની દીવાલના પથ્થર એક જ છે અને એક જ સમયના છે. ભીંતે ત્રણ આરસના મહેરાબ છે. મધ્ય મહેરાબની ( Qiblah) સુંદર, કાતરી છે. તેમાં અરેબીક ધર્મની કલમાં કાતરેલી છે. એ દરવાન્ન છે અને ઉત્તર તરફના દરવાજો જૈન દેવળના છે. દ્વારપાળયક્ષ દંડ લઇને ઊભેલા છે. આખું દ્વાર આરસનું છે. કેટલીક કળા ઘસાઇ ગઈ છે. ઉબરે આરસના છે અને પ્રતિમાના આસનની ઝાંખી કરાવે છે. દ્વાર ઉપર ઉત્તર તરફના ધુમ્મટની નીચે હી. સ. ૭૨૧ ઇ. સ. ૧૯૨૧ના શિલાલેખ આ પ્રમાણે મળે છે. આ લેખ ગ્યાસુદીન તધલખના સમયને છે : 66 તમામ દુનિયાના સુલતાન ગયાસુદ–દુન્યા વદ દીન ( ગ્યાસુદીન ) ના સમયમાં દૌલતશાહ માતમદ ખેતમારા( ખૂ તુમારા )ને આ જગ્યા પ્રાપ્ત થઈ (અને) સાલ સાતસા એકવીશ હતા. ’’ સૈયદનુરૂદીન હુસેન અહમદ ( આ અરેબીક શિલાલેખને અનુવાદ મારા મિત્ર કાળ હુસેને કરી આપેલા છે જેએ એક પ્રતિહાસ રસિક છે.) આ શિલાલેખ ગ્યાસુદીન તઘલખના સમયને છે. ગ્યાસુદીનને રાજ્ય કાળ ઇ. સ. ૧૩૨૦ થી ૧૩૨૫ના હતા. અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત જીતી લઈ દક્ષિણ સુધી સવારી કરી હતી. ગુજરાતમાં કર્ણદેવ વાઘેલાનું શાસન હતું. કર્ણદેવ સુલતાનને હાથે હાર્યાં અને ગુજરાત પડયું. દિલ્હીની હકુમત ગુજરાત ઉપર થઈ. સુલતાન તરફથી નાઝમા (અમીરા) ગુજરાતમાં દિલ્હીની સલતનતના પ્રતિનિધિ તરીકે શાસન કરતા હતા. સુલતાન અલાઉદ્દીનના સમયમાં ગ્યાસુદીન સરહદ પ્રાંતને સૂખે અને સૈન્યને અમલદાર હતા. ગ્યાસુદીને એ પ્રદેશના મેાગલ લેાકને શિસ્ત કર્યાં, અને આ પરાક્રમના બદલામાં અલાઉદ્દીન ખીલજીએ એને ગાત્રી–મલીકનું નામ એનાયત કર્યું હતું. ધર્મપ્રેમી સુલતાન અલાઉદ્દીન પછી કાઈ - ગૌરવશાળી વ્યક્તિ દિલ્હીના તખ્તને સાચવનાર રહી નહિ. આ તક અને અંધાધુંધીને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263