________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] તક્ષશિલા
[ ૨૦૧] રાજવીઓએ અહીંની વિદ્યાલયમાં વિદ્યા પ્રાપ્ત કરેલ હતી. બૌદ્ધોની જાતને કથાઓમાં જણાવ્યા પ્રમાણે અહીંની વિદ્યાલયમાં અભ્યાસ કરતા કેટલાક રાજપુત્રોનાં નામે મળી આવે છે
વાણારસી(કાશી)ને રાજકુમાર બ્રહ્મદત્ત, મગધરાજનો પુત્ર અરિદમ, કુરુદેશને રાજકુમાર સુતસેમ. મિથિલાને રાજકુમાર વિદેહ દ્રપ્રસ્થને રાજકુમાર ધનંજય. કમ્પિલ દેશનો રાજકુમાર. મિથિલાને રાજકુમાર સુરચિ.
એવી જ રીતે અહીંના વિદ્યાલયોમાં ઘણું રાજાઓના રાજકુમારો ઉચ્ચ પ્રકારનું શિક્ષણ મેળવવા આવતા. એવા ઉલ્લેખો મળે છે કે તક્ષશિલામાં એક આચાર્ય પાસે એક એક રાજકુમારે અધ્યયન કરતા હતા. આ રાજકુમારે પોતાના આચાર્યને એક હજાર કાર્લાપણ ફી આપતા અને ત્યાં રહી અભ્યાસ કરી તૈયાર થતા. જ્ઞાન મેળવ્યા પછી સ્વયં અવલોકન દ્વારા શિલ્પ આદિને ક્રિયાત્મક અભ્યાસ કરવા યાત્રા માટે નીકળતા. પછી રાજધાનીમાં જઈ યોગ્યતા બતાવી સફળ રાજકર્તા નીવડતા.
મહાસુતસોમ જાતક કથામાં જણાવેલ છે કે-કુરુદેશને રાજકુમાર સુતમ તક્ષશિલામાં અભ્યાસ અર્થે જાય છે અને રસ્તામાં તેને કાશી દેશના રાજકુમાર બ્રહ્મદત્ત મળેલ છે. આ બન્ને સાથે ત્યાં જાય છે, અને કેવી રીતે તેઓ અભ્યાસ કરી તૈયાર થાય છે તેની રસિક કથા આમાં આપવામાં આવી છે.
તક્ષશિલાની પ્રત્યેક શાળાના, વિશિષ્ટ અધ્યાપકથી અધિષ્ઠિત એવી, ૧૮ શાખા સંપન્ન હતી. સમસ્ત ભારતમાં બુદ્ધિના પ્રદેશમાં આ પુરાતન નગર આધિપત્ય ભગવતું. - વિદ્યાપીઠમાં ન્યાયશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, શિલ્પકળા, મૂર્તિશાસ્ત્ર, ચિત્રકળા આદિ ઘણું વિષનું જ્ઞાન સંપાદન કરવાનું મહાન ક્ષેત્ર હતું. અહીંના કેટલાક વિદ્યાલય જુદા જુદા વિષય માટે સ્થાપિત થયેલ હતાં તેમાં “સરકાપ” વિભાગમાંની વિદ્યાપીઠ ઈ. સ. પૂર્વે પહેલા સૈકામાં સ્થાપિત થઈ હતી અને ઈ. સ. બારમા સૈકામાં મુસલમાનોમાં બખ્તીયાર ખિલજીની આગેવાની નીચે ઘણું સ્થાને અને વિદ્યાલયોને નાશ થયો.
પ્રાતે—વિદ્વાન વાચક! ભારતવર્ષમાં રાજ્યવિપ્લવો અને ધર્મષના કારણે જેના પુરાતન ઘણું સાહિત્યો પુષ્યમિત્ર અને મુસલમાનોના રાજ્યના સમયમાં નાશ થયું છે, જે બીના જાણીતી છે. તેથી કરીને આપણું સાહિત્યમાંથી પુરતો ઈતિહાસ મળી શકતા નથી. આકલેજીકલ ખાતાએ કરેલ શોધખોળના પરિણામે આપણને તેમાંથી કંઇક અંશે જાણવા મળી શકે છે, એ બીના ભૂલવા જેવી નથી. તક્ષશિલાનું ખોદકામ હજુ થોડુંક થયું છે. મને ખાત્રી છે કે જો શોધખોળ ખાતા તરફથી પુરતું ખોદકામ થઈ જશે તે જેનેના પુરાતન અવશેષો મળી આવવા સંભવ છે. કમનસીબે હીંદ ભરમાં જેને તરફથી એક પણ સંશોધનખાતું સ્થપાયેલ નથી. તેને લઈને તેઓ પિતાના પૂર્વજોની ઐતિહાસિક ઘટના બહાર લાવી શકતા નથી એ ઘણું ખેદને વિષય છે. આશા છે હવે પછી પણ જાગ્રત થઈને આ સંબંધમાં આપણે કંઈક કરીશું.
૧ મૌર્ય સામ્રાજ્યક ઇતિહાસ પૃષ્ઠ ૬૭૮-૭૯.
For Private And Personal Use Only