________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ર૧૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું આ ભદ્રેશ્વરથી પૂર્વમાં લગભગ અડધા માઈલ દૂર અનેક શિખરેથી સુશોભિત જેનમંદિર અનેક ધર્મશાલાઓ વગેરે એક મોટું ધામ છે. આને “વસહી' કહેવામાં આવે છે. આ મંદિર તે જ છે, કે જેનો ઉલ્લેખ ઉપર કરવામાં આવ્યો છે. અને જે ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી ૨૩ વર્ષે એટલે આજથી લગભગ ૨૪૪૪ વર્ષ ઉપર આ જ ભદ્રાવતીના દેવચંદ્ર નામના ગૃહસ્થ બંધાવ્યું હતું. પ્રારંભમાં, આ મંદિરમાં પાર્શ્વનાથની મૂર્તિ સ્થાપન કરવામાં આવી હતી. તે પછીને ઇતિહાસ કાંઈ જાણવામાં આવ્યો નથી. પણ કુમારપાલ રાજાએ, અને સંવત ૧૩૧૫ માં જગડુશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યાની વાત પહેલાં કહેવામાં આવી છે. કહેવાય છે કે જ્યારે ભદ્રાવતી ભાંગી પડી, ત્યારે આ મંદિર એક બાવાના હાથમાં આવ્યું. બાવાએ પ્રભુની મૂર્તિ ઉપાડી ભોંયરામાં રાખી દીધી. ત્યારપછી જેનેએ સંવત ૧૬૨૨ માં મહાવીરસ્વામીની મૂર્તિ પધરાવીને પ્રતિષ્ઠા કરી. તે પછી તો પેલા બાવાએ પણ પાર્શ્વનાથની મૂર્તિ જેનોને પાછી મેંપી. આ પાર્શ્વનાથની મૂર્તિ હાલ મંદિરની પાછળ એક દેવકુલિકામાં મૌજૂદ છે.
કહેવાય છે કે, બીજી વાર પણ એ પ્રસંગ આવેલે, કે મંદિરનો કબજે ત્યાંના ઠાકરના હાથમાં ગયેલે, પણ પાછલથી ઠાકોર પાસેથી જેનોએ લઈને સંવત ૧૯૨૦ માં રાવથી દેશલજીના પુત્ર રાવશ્રી પ્રાગમલજીના સમયમાં જીર્ણોદ્ધાર કર્યો. છેલ્લામાં છેલ્લો જીર્ણોદ્ધાર સંવત ૧૯૩૯ ના મહા સુદ ૧૦ ને દિવસે માંડવીનિવાસી શેઠ મોણશી તેજશીનાં પત્ની મીઠીબાઈએ કરાવ્યો હતો.
ભદ્રેશ્વરના આ મંદિરની રચને ખૂબ ખુબીવાલી છે. સમતલ જમીનથી મંદિરને ગભારે ઘણે ઊંચે અને દૂર હોવા છતાં, લગભગ સો કે–તેથી વધારે ફૂટ દૂરથી પણ મુખ્ય મૂર્તિનાં દર્શન થઈ શકે છે. ૪૫૦૪૩૦૦ ફૂટના ચોગાનમાં આ મંદિર આવેલું છે. મુખ્ય મંદિરની ચારે તરફ બાવન નાની નાની દેરીઓ છે. ચાર મોટા ઘુમ્મટ અને બે નાના ઘુમ્મટે છે. ઘણું મોટા એવા બસો અઢાર થાંભલા છે. મંદિરની ચારે તરફ અને કમ્પાઉંડથી બહાર પણ માંડવી, ભૂજ અને બીજાં ગામો તરફથી બનેલી અનેક ધર્મશાલાઓ છે. એક મેટો ઉપાશ્રય છે. વચમાં વિશાલ સુંદર ચોક છે. | દર વર્ષે ફાગણ સુદ ત્રીજ, ચોથ, પાંચમને મેળો ભરાય છે. પાંચમે ધૂમધામ પૂર્વક ધ્વજા ચડાવવામાં આવે છે. મેળામાં સમય પ્રમાણે હજારો માણસો આવે છે.
આ મંદિરને વહીવટ “વર્ધમાન કલ્યાણજી” એ નામની પેઢી દ્વારા ચાલે છે. ભૂજ, માંડવી અને કચ્છના બીજાં ગામોના આગેવાન ગૃહસ્થ આ પેઢીના વહીવટદાર છે. કમીટીના પ્રમુખ ભુજના નગરશેઠ સાકરચંદ પાનાચંદ છે.
પાટણના રહીશ અને મુંબઈના મહાન વેપારી ધર્મપ્રેમી શેઠ નગીનદાસ કર્મચંદ, સંવત ૧૯૮૩ માં કચ્છની યાત્રાએ હજારો માણસોની મેદનીવાલે સધ લાવેલા અને આ તીર્થની યાત્રા કરેલી, ત્યારથી આ તીર્થની પ્રસિદ્ધિ વધારે થઈ છે. ખરેખર, તીર્થ ભવ્ય અને દર્શનીય છે. - ભદ્રાવતી ભાંગી, પણ ભદ્રાવતીનાં અવશેષો અને ભદ્રાવતીનું આ ભવ્ય મંદિર ભદ્રાવતીની ભવ્યતાને હજુ પણ પરિચય કરાવી રહ્યાં છે. કછરાજ્ય આ સ્થાનની શોધબેળ કરાવે તે ઘણી વસ્તુઓ મલી શકે.
For Private And Personal Use Only