________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિકાલાબાધિત જૈનશાસનની આરાધના
લેખક-શ્રીમાન શેઠ કુંવરજી આણંદજી, ભાવનગર
જનશાસન ત્રિકાલાબાધિત એટલા માટે છે કે તેના પ્રકાશક સર્વજ્ઞ છે. તેઓ રાગ દ્વેષથી સર્વથા રહિત થયેલા હોવાથી અસત્યનો અંશ પણ તેમના કથનમાં આવવાને સંભવ નહોતે. આ જૈનશાસનને પૂર્વકાળમાં કોઈ બાધા કરી શક્યું નથી, વર્તમાનકાળમાં કરી શકતું નથી, અને ભવિષ્યમાં કરી શકવાનું નથી. એ શાસનના પ્રકાશના સર્વોની પછી તેમના ગણધર મહારાજા અને અનેક ધુરંધર આચાર્યો મોટી સંખ્યામાં થયા છે. તેમણે એ શાસનની સ્થિતિ અખંડ જાળવી રાખી છે. શ્રી ભદ્રબાહુસ્વામી, ઉમાસ્વાતી વાચક, શ્રી દેવર્કિંગણિ ક્ષમાશ્રમણ અને શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ આ શાસનને દીપાવ્યું છે. શાસનનું કાર્ય અવિચ્છિન્નપણે ચાલી શકે તે માટે યોગ્ય યોજના કરી, શ્રી દેવર્કિંગણિ ક્ષમાશ્રમણ મહારાજે આગમ ગ્રંથને લખાવીને જે મહાન ઉપકાર કર્યો છે તેને માટે કયા શબ્દોમાં ઉપકાર માનવ તે કહી શકાય તેમ નથી. તેમની પછી પણ અનેક ઉપકારી પુરુષો થઈ ગયા છે. વિક્રમના તેરમા સૈકામાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય થયા કે જેમણે અનેક વિષયમાં શા ને ગ્રંથની રચના કરીને શાસનની સમૃદ્ધિમાં વૃદ્ધિ કરી. આ મહાપુરુષની જોડના બીજા કોઈ પુરુષ થયેલા જણાતા નથી. એમણે રાજ્યસહાય અને દેવસહાય ઉપરાંત આત્મસહાય વડે અપરિમિત ઉપકાર કર્યો છે. એમનાં ચરિત્ર નાનાં મોટાં ઘણાં પ્રસિદ્ધ થયેલાં હોવાથી અહીં તે સંબંધમાં વિશેષ લખવાની આવશ્યકતા નથી.
જે શાસનમાં આવા મહાપુરુષે થયા તે અપૂર્વ શાસનને પૂરા પુન્યોદયથી પામીને તેના આરાધના માટે બનતા પ્રયત્ન કરવા જોઈએ. ફરી ફરીને આવી સામગ્રી મળવી દુર્લભ છે. અત્યારે મળેલી સામગ્રી સાધારણ પ્રયાસનું ફળ નથી, પરંતુ પાછલા અનેક ભવોમાં કરેલા અસાધારણ પ્રયાસનું ફળ છે. તે તેને સફળ કરવા માટે સુજ્ઞ જનોએ પ્રમાદ કરે ન જોઈએ. આ આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, દેવગુરુધર્મની જોગવાઈ, ધર્મ સાંભળવાની ઈચ્છા, ધર્મનું શ્રવણ, ધર્મની રુચિ, આરાધના કરી શકે તેવું શરીર, પૂરતું આયુષ્ય અને આરોગ્ય–આ બધા વાનાં મળ્યા છતાં જે સારી રીતે ધર્મારાધન કરીને આ મનુષ્યભવ સફળ કરવામાં ન આવે તો આપણું જેવો નિર્ભાગી કેણુ? માટે નિર્ભાગી ન ગણાતાં સદ્દભાગીમાં નામ લખાય તેમ પ્રયાસ કરવો ઘટે. જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના કરે, બીજા પાસે કરાવે, કરનારને ઉત્તેજન આપે, તેને સહાય કરે, અવલંબનભૂત થાઓ ! શાસનને વિરોધ ભૂલે ચૂકે કરશો નહીં. શાસનના વિરોધીઓથી છેટા રહેજે, તેને સંસર્ગ પણ પાયમાલ કરશે. શુદ્ધ માર્ગને ઓળખે ! શુદ્ધ માર્ગે ચાલે ! શુદ્ધ પ્રરૂપક, શુદ્ધ માર્ગોષી તેમજ શુદ્ધ માગે પ્રવૃત્તિ કરનાર આપણું આચાર્યાદિકના સંસર્ગમાં રહો ! ને બની શકે તેટલું આરાધન કરે જેથી આવી ને આવી સામગ્રી ફરીને પણ પ્રાપ્ત થાય અને સ્વલ્પકાળમાં આત્મા સંસારનો પાર પામી મોક્ષમાં જાય. તથાસ્તુ !
For Private And Personal Use Only