________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ર૦૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ | વર્ષ સાતમું તક્ષશિલા-વિદ્યાપીઠમાં અભ્યાસ કરનારાઓ અલેકઝાન્ડર ધી ગ્રેટને ગુરુ એરિષ્ટોટલને સિદ્ધાંત જેના સિદ્ધાંતની સાથે કેટલાક અંશે મળતો આવે છે. એરિષ્ટોટલના સિદ્ધાંત સંબંધીને તત્ત્વજ્ઞાનને ફેલા ગ્રીક દેશમાં આ સમય પર સારા પ્રમાણમાં થએલ. મહાન તત્ત્વજ્ઞ સ્ટાઈક અને ઝેને જે ગ્રીક દેશમાં મહાન તત્ત્વજ્ઞાની થઈ ગયા તેમના સિદ્ધાંત અને જૈન તત્ત્વજ્ઞાનમાં સામ્ય હેવાનું પ્રતીત થાય છે. આ મહાન તત્ત્વજ્ઞાનીઓએ તક્ષશિલાની વિદ્યાપીઠમાં જેન તત્ત્વજ્ઞાનને અભ્યાસ કરેલ જણાઈ આવે છે.
મૌન રાજ્યકાળ પછીના સમયમાં આ પ્રદેશ બેકટ્રિીયન ગ્રીકેના હાથમાં આવ્યો. તે સમયમાં પશ્ચિમ એશિયા અને ચીનમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા. તેમ બૌદ્ધ અને જૈન શ્રમણ અહીંની વિદ્યાપીઠમાં ઉચ્ચ અભ્યાસ અર્થે દૂર દૂરના પ્રદેશથી આવતા. તથા મૌર્ય સમ્રા ચન્દ્રગુપ્તના રાજ્યમંત્રી ચાણકય તક્ષશિલાની વિદ્યાપીઠમાં અભ્યાસ કરેલ હતો. જે નીચેના ઉલ્લેખથી જાણવામાં આવી શકે છે–
"एवमाद्यनेकसंविधानकनिधाने तत्र नगरेऽष्टदशसु विद्यासु स्मृतिषु पुराणेषु च द्वासप्ततौ कलासु भरत-वात्सायन-चाणाक्यलक्षणे रत्नत्रये मन्त्र-यन्त्रतन्त्रविद्यासु रसवाद-धातु-निधिवादाञ्जन-गुटिका-पादप्रलेप-रत्नपरीक्षा-वास्तुविद्या-पुं-स्त्री-गजाश्ववृषभादिलक्षणेन्द्रजालादि-ग्रन्थेषु काव्येषु च नैपुणचरणास्ते ते पुरुषाः प्रत्युषकीर्तनीयनामधेयाः।"
– શ્રી જિનપ્રભસૂરિવિવિધ તીર્થકલ્પ-(સિઘી જેન ગ્રંથમાલા ) પાટલિપુત્ર નગર કલ્પ પૃષ્ઠ ૬૨-૭૦)
અર્થ આ રીતે અનેક વિદ્યાઓના ભંડારસમા એ નગરમાં અઢાર વિદ્યાઓ, સ્મૃતિઓ, પુરાણ અને ૭૨ કળાઓમાં ભરત, વાત્સાયન અને ચાણકયરૂપી ત્રણ રત્નો, મંત્ર-તંત્રતંત્રની વિદ્યાઓમાં, રસવાદ, ધાતુવાદ, નિધિવાદ, અંજન, ગુટિકા પાદલેપ, રત્નપરીક્ષા, વાસ્તુવિદા, પુરુષ, સ્ત્રી, ગજ અશ્વ, વૃષભ વગેરેનાં લક્ષણમાં ઈદ્રજાળ વગેરેના ગ્રંથમાં અને કાવ્યોમાં નિપુણ થયેલા એવા એ પુરુષ પ્રાતઃસ્મરણીય છે. '
ઈ. સ૬૬૩-૬૪ વીર નિર્વાણ સંવત ૧૧૯૦-૯૧૧ માં જૈનાચાર્ય પંડિત યશોદેવસૂરિ કે જેઓને જન્મ નાગરકુલમાં થએલ હતા તેમને “તક્ષશિલા-વિશ્વવિદ્યાલય”માંથી સાહિત્યનિધિ” અને “અર્ધજણ (2)” નામની પદવીઓ મળી હતી.
यतः नागरवाडवकुलजः साहित्यपयोनिधिर्यशोदेवः । अजनीति बिरुद्ध विदितोऽजनि जनितजगजनानंदः॥ .
–(નાગપુરીય તપગચ્છ પઢાવલી. પુષ્ટ ૧૯-૩૬ લે. આચાર્ય ભ્રાતૃચંદ્રસૂરિ.) ઉપરોક્ત એતિહાસિક ઉલ્લેખો પરથી સિદ્ધ થાય છે કે સાતમી શતાબ્દિ સુધીમાં જૈન શ્રમણને વિહાર જ્ઞાનપ્રાપ્તિ કરવા માટે તક્ષશિલા પર્યત હતા.
મૌર્યવંશીય સમ્રાટ અશોક સંપ્રતિ, દશરથ અને વૃષસેન યાને સોભાગસેન વગેરે ૧ વીરવ શાવલીમાં તેમને જન્મ વિક્રમ સં. ૯૯૫ માં થયાનું જણાવેલ છે. ૧ તક્ષશિલા કાવ્ય-ઇન્ડીયન પ્રેસ પ્રયાગ.
For Private And Personal Use Only