Book Title: Jain_Satyaprakash 1941 09 10 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 203
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૬] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ સાતમું સમયપર આ પ્રદેશ કાશ્મીરને ખંડીઓ ભાગ હતો. અને તેને વિસ્તાર ૨૦૦૦ “લીને હતિ.” (હુએનત્સંગ પૃષ્ઠ ૨૪૯) તે પછી તક્ષશિલા વિષે આપણે કાંઈ સાંભળતા નથી, તેમ તેને નાશ કયારે થયો તેની આપણને ખબર મળતી નથી. મુસ્લીમ લેખકે આ સંબંધમાં તદ્દન. ચુપ છે. કર્મવિભાગના ૨૯મા પ્રકરણમાં આબેરૂનીએ તક્ષશિલાને “મારીકાલા” નામથી જણાવેલ છે. તક્ષશિલાની ઉત્તરે ઉરસા, પૂર્વે જેલમ, દક્ષિણે સિંહપુરા, અને પશ્ચિમે સિંધુ આવેલ છે. રાવળપિંડીની ઉત્તર-પશ્ચિમે બાર માઈલના અંતર પર આવેલ શહારી નજીક તક્ષશિલા - હતું એમ જનરલ કનિંગહામ જણાવે છે. અહીં માટી મૂર્તિઓ, હજારે સિક્કાઓ, ઓછામાં ઓછા પંચાવન સ્તૂપ, અઠાવીશ મઠ અને નવ મંદિરે જડ્યાં છે. તે ઉપરાંત તક્ષશિલાનું નામ ધરાવતું એક તામ્રપત્ર અને ખરેષ્ટિ લિપિમાં કોતરાએલ Vase (પાત્ર વિશેષ) મળી આવેલ છે. આના ઉપરના ભાગ તક્ષશિલામાં તૈયાર થયેલ હતું. (C. A. R. S. A ) આના ખંડેરે કેટલાક માઈલો સુધી લંબાએલ છે, જે હસનઅબડલ સુધી જોવામાં આવી શકે છે. (હસનઅબડલ એ પંજાબમાં અટક જિલ્લામાં આવેલ છે.) આ ખંડેરે થોડા સમય પર ખોદવામાં આવ્યા હતા. –(Anual Report A. S.. 1912-13 P. 1-5 and Vol. 1 P. 10–12). સર જોન માર્શલની ગાઈડમાં તક્ષશિલાનું વર્ણન કરતાં હરે નદીના પાણીની ખીણમાં આવેલ ત્રણ જુદા જુદા શહેરોના ખંડેરેનું વર્ણન આપેલ છે. આ શહેર સાઈકલા કે જે રાવળપિંડીની ઉત્તર-પશ્ચિમે વીશ માઇલ પર આવેલું રેલ્વે જંકસન છે, તેની ઘણી જ નજદીકમાં આવેલ છે. - ચીનાઈ યાત્રિ હુએનત્સંગના વર્ણન પ્રમાણે તક્ષશિલા જિલ્લાને વિસ્તાર ૨૦૦૦ “લી' અથવા ૩૩૩ માઈલને હતે. તેની પશ્ચિમે સિંધુ નદી, ઉત્તરે ઉરસા જિલ્લો, પૂર્વ જેહલમ અથવા બેહત નદી અને દક્ષિણે સિંહપુર જિલ્લો આવેલ છે. છેલ્લા જિલ્લાનું મુખ્ય શહેર પહાડે વચ્ચે કેટીઝની નજદીક આવેલું હતું. તેથી દક્ષિણ-પશ્ચિમે તક્ષશિલાની સરહદ સુહાન નદીથી બંધાઈ જતી હતી અને દક્ષિણ-પૂર્વે બકરાલાના ડુંગરે આવેલ હતા. જો આ રીતથી તક્ષશિલાની હદ લગભગ ખરી છે એમ આપણે માનીએ તે સિંધુ અને જેહલમ નદીની આગલી લાઈન અનુક્રમે એંશી માઈલની અને પચાસ માઇલની થાય અને ઉત્તર અને દક્ષિણની સરહદો સાઠ અને એક વીશ માઈની અનુક્રમે થાય. અથવા બીજા શબ્દોમાં કહીએ તો આ હદો બધી મળીને ૩૧૦ માઈલની થાય છે, જે હ્યુએનસેંગે જણાવેલ તે પ્રમાણે આપણી સાથે લગભગ મળતું આવી શકે છે. - Connigham-Ancient Geogrophy of India P. II.) - તક્ષશિલા-વિશ્વવિદ્યાલય તક્ષશિલા નગરમાં પુરાતન સમયમાં ઉચ્ચ શિક્ષણ-અભ્યાસ માટે મહાન વિદ્યાલય ચાલતાં હતાં, જ્યાં હિન્દ અને એશિયામાંથી ઘણું પ્રમાણમાં વિદ્યાર્થીઓ વિદ્યાસંપાદન અર્થે આવતા, જેથી તક્ષશિલા જગતભરમાં વિદ્યાના કેન્દ્ર તરીકે મશહૂર ગણાતું. ભારતીય સંસ્કૃતિના ઉત્થાનમાં તક્ષશિલાએ બહુ ઉચ્ચ સ્થાન ભગવ્યું છે. વર્તમાનમાં જેમ સંસ્કૃત ભાષાના અધ્યયનનું કેન્દ્ર કાશિ (બનારસ) અને ન્યાયશાસ્ત્રના અભ્યાસ માટેનું કેંદ્ર નદિયાશાંતિ ગણાય છે, તેમ પુરાતન સમયમાં એ વિદ્યાઓ પ્રાપ્ત કરવાનું વિદ્યાસ્થાન તક્ષશિલા હતું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263