________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું આ તીર્થની પ્રાચીનતા માટે તે જગચિતામણિ ચૈત્યવંદનમાં “મહારછર્દૂિ મુનિ
” પાઠ જ બસ છે. મુસલમાની જમાનામાં આ વિશાલ મંદિરનો ભંગ થયો છે. મૂર્તિની રક્ષા થઈ છે. એ વિશાલ મંદિરની મુસલમાનોએ મસિદ કરી જે અત્યારે વિદ્યમાન છે.
આ સ્થાને બી. બી. એન્ડ સી. આઈ. રેલ્વેના ભરૂચ સ્ટેશને ઊતરીને જવાય છે.
તારંગા (વિ. સં. ૧૨૨૧)—મહારાજા કુમારપાલે જૈનધર્મ સ્વીકાર્યા પછી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના ઉપદેશથી ૧૪૪૦ જિનમંદિર બંધાવ્યાં તેમાં તારંગાનું ભવ્ય જિનાલય પણ બંધાવ્યું. આ સંબંધી પ્રભાવ ચરિત્રમાં નિમ્ન ઉલ્લેખ મળે છે
“પછી એકદા રિપુચ્છેદના સંકલ્પથી પૂર્ણ એવા, શ્રીમાન અજિતસ્વામીની સ્તુતિ કરતા અને તેનો પ્રાસાદ બનાવવા ઈચ્છતા રાજને શ્રી હેમચંદ્ર મહારાજે પ્રગટ રીતે આદેશ કર્યો કે હે ભૂપાલ ! અનેક સિદ્ધોથી ઉન્નત સ્થિતિયુક્ત એવા શ્રી તારંગા પર્વત પર અક્ષય સ્થાન અને વૈભવથી સુશોભિત એ પ્રાસાદ કરાવવાની જરૂર છે. એ પર્વત શત્રુંજથની અપર મૂર્તિ હોય, એમ સમજી લ્યો.” આ પ્રમાણે શ્રી ગુરુની આજ્ઞા થતાં રાજાએ
વીશ હસ્તપ્રમાણ મંદિર કરાવ્યું અને તેમાં એક ને એક અંગુલ પ્રમાણુનું બિબ સ્થાપન કરાવ્યું. તે પ્રાસાદ અદ્યાદિ દેવ અને રાજાઓની સ્તુતિથી શોભિત અને પર્વતના મુકુટ સમાન શ્રી સંધજનોને દર્શનીય છે.” આ મંદિર બનાવવા માટે બે કારણું કહેવાય છે?
૧. કુમારપાલે અજમેરના અર્ણોરાજ ઉપર ચઢાઈ કરી, ત્યારે છેલ્લીવારને સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરવા જતાં પહેલાં પાટણમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન કરી એક ગોખલામાં બિરાજિત શ્રી અજિતનાથપ્રભુનાં દર્શન-પૂજન તેણે કર્યા. અને તેથી જ કુમારપાળ વિજય પામ્યો. આની સ્મૃતિમાં તારંગાજી ઉપર વિશાલ મંદિર બંધાવી અજિતનાથપ્રભુની મૂર્તિ સ્થાપી છે. આ પ્રસંગ તે કુમારપાલ જૈન બન્યા પહેલાંને છે.
૨. કુમારપાલે જૈનધર્મ સ્વીકાર્યા પછી એકદા તેને માંસાહારની સ્મૃતિ થઈ આવવાથી તેના પ્રાયશ્ચિત્તરૂપે આ મંદિર બંધાવ્યું છે.
કેટલેક ઠેકાણે આ પ્રાયશ્ચિત્ત માટે ૩૨ મંદિર બંધાવ્યાનો પણ ઉલ્લેખ મળે છે.
તારંગાજીની પ્રતિષ્ઠા આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજના હાથે ૧૨૨૧ માં થઈ છે. ત્યારપછી ઈડર રાજ્યના માન્ય સંધપતિ ગોવિદે સોમસુંદરસૂરિના ઉપદેશથી આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યું અને તેની પ્રતિષ્ઠા ઉક્ત સૂરિજીના હાથે ૧૪૭૯ માં થઈ
–(પ્રભાવકચરિત્ર-તપગપટ્ટાવલી, જૈન કે. હેરલ્ડ વગેરે જેવાં.)
ઉપસંહાર–આ રીતે સાતસો વર્ષના ગાળામાં થયેલાં તીર્થોની ટૂંકી વિગત અહીં આપી છે. આ તીર્થો અંગે વધુ હકીકત આપી શકાય એમ છે, તેમજ આ સિવાયનાં બીજાં નાનાં-મોટાં તીર્થોનો પણ આમાં સમાવેશ કરી શકાયે હોત. પરંતુ સ્થાન, સમય અને સાધનના અભાવે આટલી ટૂંકી નોંધ આપીને સંતોષ માનવો પડે છે.
For Private And Personal Use Only