________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંબિકાદેવીની એક અપ્રસિદ્ધ પ્રતિમા લેખક-શ્રીયુત ઉમાકાન્ત પ્રેમાનંદ શાહ. એમ-એ., વડોદરા
જન શાસનદેવતાઓમાં અંબિકા-દેવીનું સ્થાન ઘણું ઊંચુ છે. રૂપમંડન નામના શિલ્પગ્રંથમાં જણાવ્યું છે:
जिनस्य मूर्तयोऽनन्ताः पूजिताः सर्वसौख्यदाः । चतस्रोऽतिशयैर्युक्तास्तासां पूज्या विशेषतः ॥ २५ ॥ श्रीआदिनाथो नेमिश्च पार्थो वीरश्चतुर्थकः । चक्रेश्वर्याम्बिका पद्मावती सिद्धायकेति च ॥ २६ ॥
रूपमण्डन, पृ० ४५. આ સૂચવે છે કે શ્રી આદિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ, મહાવીરસ્વામી, ચક્રેશ્વરી, અંબિકા, પદ્માવતી અને સિદ્ધાયિકાની પ્રતિમાઓ ખાસ કરીને વધારે પ્રમાણમાં પૂજાતી હશે. સારાયે ભારતવર્ષમાં જૈન પ્રતિમાને પુષ્કળ છે અને ઉપર જણાવેલા ચાર તીર્થંકરે તથા ચાર શાસનદેવીઓ સિવાય અન્ય દેવદેવીઓની પણ પ્રતિમાઓ મળી આવે છે. કિંતુ જૈનધર્મીઓને આ ચારે ય શાસનદેવીઓ વધારે પરિચિત છે એટલું જ નહિ પણ ઘણી પ્રાભાવિક મનાઈ વિશેષતઃ પૂજાતી આવે છે.
અંબિકાદેવીની પ્રાચીન પ્રતિમાઓ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે અને દ્વિભુજ, ચતુર્ભુજ, અષ્ટભુજ તથા વિંશતિભુજ પ્રતિમાઓ પણ નજરે પડે છે. આ સર્વ સ્વરૂપો જુદા જુદા સમયે, જુદા જુદા પ્રદેશમાં પૂજાયાં છે અને વેતામ્બર તેમજ દિગમ્બર સંપ્રદાયમાં અંબિકાદેવીની પ્રતિમાઓનો ખૂબ પ્રચાર માલમ પડે છે. એ સર્વેને ટૂંકે હેવાલ 24149191 2464 44124 241 44in1 H121 Iconography of the Jain Goddess Ambika (જુઓ, Bombay University Journal, September 1940, pp. 147–169 ) માં મળી આવશે. એમાં ચતુર્ભુજ પ્રતિમાઓનાં ભિન્ન ભિન્ન આયુધ અને મુદ્રાવાળાં સ્વરૂપ પણ બતાવ્યાં છે. એ પછીથી એક નવીન સ્વરૂપની પ્રતિમા મળી આવી છે.
આ પ્રતિમા ( જુઓ આ સાથેનું ચિત્ર) ખંભાતના એક દહેરાસરમાં પૂજાય છે. સફેદ આરસ ઉપર કોતરેલી આ પ્રતિમામાં વચ્ચે ભદ્રાસને, મુકુટ, કુંડલ, હાર, નૂપુર આદિ અલંકારોથી સુશોભિત દેવી અંબિકા વિરાજે છે. ઉપરના બેઉ હાથમાં આમ્રકુંબિ ધારણ કરી છે જ્યારે જમણે નીચેનો હાથ વરદમુદ્રાએ રાખી તેમાં માલા ગ્રહણ કરી છે, અને નીચેના ડાબા હાથ વડે પિતાના ખોળામાં બેઠેલા પુત્રને સાચવે છે. દેવીના મુકુટના ઉપરના ભાગમાં ભગવાન નેમિનાથની ધ્યાનમુદ્રાએ પદ્માસનસ્થ પ્રતિમા વિરાજે છે. દેવી આમ્રવૃક્ષની છાયા નીચે બેઠેલાં છે એ સૂચવવા માટે ત્રણ ત્રણ આમ્રફલ સાથેના આમ્રપલવોના ગુચ્છોની રચના કરી છે. એ ગુચ્છોની વચમાં મયૂરે પણ બેઠેલા દેખાડ્યા છે.
For Private And Personal Use Only