________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભૃગુકચ્છ-ભરૂચના
શકુનિકાવિહાર
લેખક:——શ્રીયુત ધનપ્રસાદ ચઢાલાલ મુનશી, મુંબઇ,
આ શ્રાવખાધ તીર્થ યાને ભૃગુકચ્છ-ભરૂચ ભારતવષઁનું અતિ પ્રાચીન નગર અને બધા ધર્મોમાં પવિત્ર તીર્થં ગણાય છે. આ તીર્થાંમાં પુરાતન કાળમાં અને સાલકી યુગમાં શકુનિકાવિહાર હતા. એની યથેાગાથા પ્રાકૃત અને સંસ્કૃત જૈન સાહિત્યમાં મળે છે. સેાલકીએના સુવર્ણ યુગ પછી અને વાઘેલા રાજ્યના પતન પછી શકુનિકાવિહાર મસ્જીદમાં પરિવર્તન પામ્યા હતા.
ભારતવર્ષના અતિ પ્રાચીન નગરામાં ભરૂચના ઉલ્લેખ મળે છે, પણ એ નગરની ઉત્પત્તિ અથવા સ્થાપના કયારે થઇ તે યુગ-સમય અંકિત કરવાનાં પુરાતત્ત્વસાધને પ્રાપ્ત નથી. સ્કન્દ પુરાણમાં, બૌદ્દોના દિવ્યાવદાનમાં અને અશ્વાવમેધ તીર્થંકલ્પમાં આ જૂના ભરૂચની સ્થાપનાની કથા છે. કથાનકના દોહનમાં નગરના પુરાતત્ત્વ અંકુરોનું દિગ્દર્શન થતું નથી, પણ ઇ. સ. પૂર્વે મહાજનપદયુગમાં ઈ. સ. પૂર્વે ૮૦૦ માં ભરૂચ નગર અસ્તિત્વમાં હતું એમ નક્કી ફળે છે, જૈનધર્માંના ત્રેવીશમા તીર્થંકર પાર્શ્વનાથ અને ચેાવીશમા તીર્થંકર ભગવાન મહાવીરસ્વામીના સમયમાં ધર્માંના ક્ષેત્ર કરતા વ્યાપારના કેન્દ્ર તરીકે ભરૂચ વિશેષ પ્રસિદ્ધિ પામ્યું હતું. સ્વ. પંડિત કે. પી. જાયસ્વાલે બૌદ્ધની જાતક કથા-સુપ્પારક જાતકમાં ખેાધિસત્ત્વની સાગર સફરમાં અનેક મહાસાગરાની સંકલના કરી છે. એ વિષયની વિવેચના પ્રમાણે ભરૂચ નગરની મહત્તા ઇશુની પૂર્વે ૧૦૦૦ સુધીની મળે છે.
*
અને
અશ્વાવમાધ તીર્થ અને જગજૂના શકુનિકાવિહાર વિશે જિનપ્રભસૂરિના ‘વિવિધતી - કલ્પ 'માં પ્રબન્ધ છે. પ્રબન્ધચિન્તામણિ ’ અને ‘ પ્રભાવકચરિત 'માં પણ આ વિદ્યાર અને તીર્થંની આખ્યાયિકા છે. કથાનકની સંક્ષિપ્ત ભૂમિકા આ પ્રમાણે છે લાટ દેશના અલકારસમા ન`દા નદીના તટે ભરૂચમાં શ્રી મુનિસુવ્રતસ્વામી મૈથાણુથી આવ્યા, કારટક ઉદ્યાનમાં વાસ કર્યાં. સ્વામીને ઉપદેશ શ્રવણુ કરવા નગરના રાજા જિતશત્રુ અશ્વારૂઢ થઈ ઉદ્યાનમાં આવ્યેા. ઉપદેશ શ્રવણુ કરતા ઘેાડાને જાતિસ્મરણ થતાં તે મૃત્યુ પામ્યા.” કાર’ટક ઉદ્યાન ચૈત્ય બન્યું. રેવાતટનું ભગુકચ્છ-ભરૂચ જૈનેનું પવિત્ર ધામ અશ્વાવખાધ તીર્થ ગણાયું. ઉદ્યાન એ શકુનિકાવિહાર ગણાયું.
• વિવિધતી ૫ ’માં સામપ્રભકૃત ‘કુમારપાલ પ્રતિધ 'માં અને મુનિસુવ્રતસ્વામીનાં મીજા ચરિત્રામાં—અશ્વાવબાધતી કથાનકના અનુસંધાનમાં આ પ્રમાણે કથા પ્રાપ્ત થાય છે. “ગુરુએ આપેલ નમસ્કારનું સ્મરણ કરતાં એક પક્ષિણી મૃત્યુ પામી. એ પછી એ પક્ષિણીના સિંહલદ્વીપના રાજાને ત્યાં સુદ'ના નામની પુત્રીરૂપે અવતાર થયા. ત્યાં શ્રાવક
**
२४
For Private And Personal Use Only