________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૨૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષોં સાતમુ
ભોજક જાતિનું હજી પણ આદરસૂચક- ઠાકાર ' વિશેષણ એ જ સૂચવે છેકે પૂર્વે તે જ્ઞાતિ જમીનદાર-જાગીરદાર હશે. એ લેકાનું એ પ્રદેશમાં ઘણું માન છે. જેને ઉપર તેમના લાગા છે. દન્તકથા પ્રમાણે જે એમ કહેવાય છે કે શ્રી હેમચંદ્રાચાČજી અને ખતરગીય શ્રી જિનદત્તસૂરિજી તેમને જૈનમાં લેવરાવ્યા; અને જૈનને ઘેર ભોજન કરવાથી ભાજક નામ પાડયું તે વાત યથાર્થ જણાતી નથી, કારણકે નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજીના સમયે તેમનું ભોજક-પૂજક નામ મલે છે. આ ઉરથી એમ લાગે છે પ્રસિદ્ધ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી અને જિનદત્તસૂરિજીની પહેલાં જ આ લેાકેાને વાયડગચ્છના જ કાઇ આચાયે જૈન મંદિરના પૂજક તરીકે કાયમ કર્યા હશે અને તે આચાર્યનું નામ જિનદત્તસૂરિ પણ હાય તે। નવાઇ નથી. કારણ કે તે ગચ્છમાં દરેક ત્રીજા આચાર્યનું નામ જિનદત્તસૂરિ જ અપાતું. અર્થાત્ ભાજક તિ વાયડગચ્છના આચાર્યંના ઉપદેશથી જૈન બનેલ છે. આ આચાર્યના કેટલાય મંત્રના ચમત્કારોથી આકર્ષાઇ અન્ય ગચ્છના આચાર્યના નામે ચમત્કારો ચઢેલા છે, પરંતુ એ તે માત્ર કલ્પના જ છે. (પ્રભાવકચરિત્રની પર્યાલાચના )
મલવાદીસૂરિજી—આ નામના ત્રણ આચાર્યો ઉલ્લેખ મલે છે.
૧—સુપ્રસિદ્ધ શિલાદિત્યના ભાણેજ અને દ્વાદશારનયચક્રવાલના રચિયતા થયા છે. તેમણે શિલાદિત્યની સભામાં બૌદ્ધોને હરાવી સૌરાષ્ટ્રમાંથી દૂર કાઢ્યા અને શ્વેતાંબર જૈનધર્મીના વિજયધ્વજ ફરકાવ્યેા. આ સબંધી પ્રભાવકચરત્રકાર લખે છે.
श्री वीरवत्सरादथ शताष्टके चतुरशीतिसंयुक्ते ॥ जिग्ये स मलवादी बौद्धांस्तद्व्यन्तरांश्चापि ॥
‘વીર સંવત ૮૮૪ માં મહુવાદિએ બૌદ્ધોને તથા બૌદ્ધવ્યન્તરે તે યા.’ ‘ચતુર્વિ’શિત પ્રબંધ'માં પણ બૌદ્ધોને ત્યાને! તેમજ નયચક્ર ગ્રંથ તેમણે બનાવ્યાને ઉલ્લેખ છે.
દાદરારનયચક્ર બારહજાર શ્લાકપ્રમાણ ન્યાયના અદ્વિતીય ગ્રંથ છે, આ નયચક્ર ઉપર સિંહ ક્ષમાશ્રમણે વિશાલ ટીકા રચી છે. આખા ગ્રંથ સસ્કૃતમાં છે. આ આચાર્યના શ્રી હરિભદ્રસૂરિજી પોતાના ગ્રંથોમાં બહુમાન પૂર્વક ઉલ્લેખ કરે છે. કલિકાલસર્વજ્ઞ આચા શ્રી હેમચદ્રસૂરિજી તે પોતાના મહાન વ્યાકરણમાં લખે છે કે—
उत्कृष्टेऽनूपेन २ । २ । ३९ ॥
अनुमल्लिवादिनः तार्किकाः " ( સિદ્ધહેમશબ્દાનુશાસન બૃહત્ ટીકા) ૨-ખીજા મલવાદી જે વિક્રમની દસમી સદીના અંતમાં થયા, તેમણે લઘુધર્મોત્તરના ન્યાયબિન્દુ ઉપર ટિપ્પણું બનાવ્યું.
૩–ત્રીજા મલ્લવાદી વિક્રમની તેરમી સદીમાં થયા જેમની કવિતાની પ્રશંસા મંત્રીશ્વર વસ્તુપાલે કરી છે.
મલવાદી આચાર્યના નામથી મલ્લવાદી ગચ્છ થયા છે. આ મલ્લવાદી ગચ્છના કાઈ એક આચાયે પ્રતિષ્ઠિત કરેલી ધાતુસ્મૃતિ' દિલ્હીમાં લાલા હજારીમલજી ઝવેરીના ઘરમંદિરમાં છે, જે લગભગ ચૌદમી શતાબ્દિની મૂર્તિ છે.
જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ-આ આચાર્ય મહાપ્રતાપી અને પ્રખર વિદ્વાન થયા છે. તેમને સમય વીરિન સ. ૧૧૪૫ વિક્રમ સ. ૬૪૫- લગભગ મનાય છે. તેમને ખીજો વિશેષ પરિચય નથી મલતે, તેમણે રચેલા ગ્રંથો આ છે—
For Private And Personal Use Only