________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપેસવી અંક]
ગુરુપરંપરા
[૧રપ ] ૨૮ વિબુધપ્રભસૂરિ, ૨૯ જયાનંદસૂરિ, ૩૦ રવિપ્રભસૂરિ, ૩૧ યદેવસૂરિ– આ ચાર પટ્ટધર સંબંધી વિશેષ ઈતિહાસ નથી મળતો. સંક્ષિપ્તમાં આટલી નોંધ મળે છેઃ શ્રી જયાનંદસૂરિજી પ્રખર વિદ્વાન અને ધુરંધર વ્યાખ્યાતા હતા. તેમણે “દેવામતેત્ર” બનાવ્યું છે. અને સંપ્રતિ મહારાજાનાં નિર્માણ કરાવેલાં ૯૦૦ જિનમંદિરનો, ધર્માત્મા સામંતમંત્રી, કે જે પરવાડ હતો તેને ઉપદેશ આપી, જીર્ણોદ્ધાર કરાવરાવ્યો હતો. તેમના પટધર શ્રી રવિપ્રભસૂરિજીએ વિ. સં. ૭૦૦ માં નાડોલ નગરમાં નમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા બહુ જ ઉત્સવપૂર્વક કરાવી હતી.
- બપ્પભદિસૂરિ–આ અરસામાં મહાપ્રભાવક શ્રી બપ્પભટ્ટસૂરિ થયા. તેમનું જન્મસ્થાન પંચાલદેશનું ડેબ ગામ, પિતાનું નામ બપ, અને માતાનું નામ ભક્ટિ હતું. પુત્રનું નામ સુરપાલ હતું. તેમનો જન્મ વિ.સં. ૮૦૦ માં ભા. શુ. ૩ ના દિવસે થયો હતો. સુરપાલ બાલ્યાવસ્થાથી જ પરાક્રમી અને બુદ્ધિશાળી હતો, નાનપણમાં જ પિતાથી રીસાઈ ઘર છોડી મોઢેર ગયે. ત્યાં મોઢ ગ૭ના પ્રતાપી જૈનાચાર્ય શ્રી સિદ્ધસેનસૂરિ સાથે તેને પરિચય થયો અને તેમના ઉપદેશથી પ્રતિબોધ પામી સાત વર્ષની ઉમ્મરે વિ. સ. ૮૦૭ માં દીક્ષા લીધી. તેઓ રેજ એક હજાર ક કંઠસ્થ કરતા હતા. તેમની યોગ્યતા જોઈ ગુરુએ તેમને ૮૧૧માં આચાર્યપદ આપ્યું.
તેમણે ગોપગિરિના પ્રસિદ્ધ રાજવી આમરાજાને પ્રતિબોધ આપી જેનધર્મને અનુરાગી બનાવ્યો હતો. રાજાએ સુરિજીના ઉપદેશથી શ્રાવકનાં અગિયાર વ્રત લીધાં હતાં. ગોપગિરિ કે જેને અત્યારે ગ્વાલીયર કહેવામાં આવે છે ત્યાં રાજાએ ૧૦૧ ગજ પ્રમાણુ શ્રી જિનવરંદ્રદેવનું ભવ્ય જિનમંદિર બનાવ્યું હતું અને તેમાં ૧૮ ભાર પ્રમાણ સુવર્ણની મહાવીરદેવની ભવ્ય પ્રતિમા બિરાજમાન કરી હતી. લક્ષણાવતીના ધર્મરાજાની રાજસભામાં બૌદ્ધવાદી વધનકુંજરને હરાવી વિજયપતાકા ફેરવી હતી. તેથી રાજાએ તેમને “વાદિકુંજર કેસરી નું બિરુદ આપ્યું અને પિતે જૈનધર્મ સ્વીકાર્યો. ધર્મરાજાની સભાના પંડિત શ્રી વાપતિરાજને પણ સૂરિજીના ઉપદેશની સુંદર અસર થઈ હતી જેથી “ગાડવધ” અને “મહામહવિજ્ય” કાવ્યો રચી તેમાં શ્રીપભક્રિસૂરિજીને અને આમરાજાને અમર બનાવ્યા.
સૂરિજીએ લક્ષણાવતીના સેનાધિપતિને પ્રતિબોધ આપી જેન બનાવ્યા અને છેવટે તેમને દીક્ષા આપી સાધુ પણ બનાવ્યા હતા. શ્રી બપ્પભટ્ટસૂરિજીએ મથુરા, મોઢેરા, અણહિલપુર, ગાપગિરિ, સતારકક્ષાપુર આદિ સ્થાનમાં પ્રતિષ્ઠા કરાવી છે.
આમરાજાએ સુરિજીના ઉપદેશથી શત્રુંજય અને ગિરનાર મહાન સંઘ કાઢ્યો હતો. ગિરનારમાં દિગંબરે એ માટે વિવાદ ઊભો કર્યો હતો. શ્રી બપ્પભદિસરિએ તેમને વાદમાં હરાવી, “ fકતલ ગાથા બનાવી તીર્થને કહેતાંબરી જૈન સંઘને આધીન કર્યું હતું. આમરાજા ત્યાંથી પ્રભાસમાં શ્રી ચંદ્રપ્રભુને વાંદવા ગયા હતા.
આચાર્ય મહારાજના ઉપદેશથી ધર્મરાજાની સભાના પંડિત વાપતિરાજ પણ અતિમ અવસ્થામાં જૈનધર્મ સ્વીકારી કૃતકૃત્ય થયા હતા. સૂરિજીએ પંડિતોના હિત માટે “તારાગણ” આદિ બાવન પ્રબંધોની રચના કરી છે જે અત્યારે ઉપલબ્ધ નથી. તેમણે બનાવેલ “સ્તુતિ ચતુર્વિશતિકા” ગ્રંથ અત્યારે ઉપલબ્ધ છે જે તેમના પાંડિત્યને પ્રકાશી રહેલ છે. તેમજ તેઓએ રચેલ સુંદર સરસ્વતી સ્તોત્ર પણ ઉપલબ્ધ છે.
૧ આ ગ્રંથ અને સ્તોત્ર દેવચંદ લાલભાઈ પુ. ફંડ સુરત તરફથી પ્રકાશિત થયેલ છે.
For Private And Personal Use Only