________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક ]
ગુરુપરંપરા
[૧૭]
આચાર્ય શ્રીમુનિચંદ્રસૂરિજીએ આનંદસૂરિ આદિ પોતાના બાંધવોને પ્રતિબધી દીક્ષા આપી આચાર્ય બનાવ્યા હતા. આ મહાશાસનપ્રભાવક આચાર્યશ્રીને ૧૧૭૮માં રવર્ગવાસ થયો.
આ અરસામાં શ્રીધર્મોષસૂરિજી, વાદી દેવસૂરિજી ( મુનિચંદ્રજીના શિષ્ય ), કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી, શ્રીજિનવલ્લભસૂરિજી શ્રીજિનદત્તસૂરિજી અને વિ. સં. ૧૨૨૫ માં મુનિરત્નસૂરિજી થયા. આ બધાને સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે –
ધર્મષસૂરિ–તેઓ રાજગચ્છના આચાર્ય શ્રી શીલભદ્રસૂરિજીના શિષ્ય છે. તેમણે ધર્મકલ્પદ્રુમ ગ્રંથ પ્રાકૃતમાં બનાવ્યો છે. તેઓએ શાકંભરીરાજ, વિગ્રહરાજ-વીસલદેવ ત્રીજાને પ્રતિબંધિત કર્યો હતો. તેમના શિષ્ય શ્રી યશોભદ્રસૂરિજીએ ગદ્યગોદાવરી રમ્યું. બન્નેને પરિચય આ પ્રમાણે મળે છે?
अभवद् वादिमदहरः षट्तकीभोजबोधनदिनेशः श्रीधर्मघोषरिबोधितशाकंभरीभूपः । चारित्रांभोधिशशी त्रिवर्गपरिहारजनितबुधहर्षः दर्शितविधिः शमनिधिः सिद्धान्तमहोदधिप्रवरः ॥ (શ્રી પૃથ્વીચંદ્રસૂરિ (જે આ સૂરિજીના પ્રશિષ્ય છે) કૃત પર્યુષણકલ્પપ્રશરિત.) वादिचंद्रगुणचंद्रविजेता विग्रहक्षितिपतिबोधविधाता।
धर्मसूरिरिति नाम पुरासीत् विश्वविश्वविदितो मुनिराजः। તેમજ–
श्रीराजगच्छमुकुटोपमशीलभद्रसूरेविनेयतिलकः किल धर्मसूरिः। दुर्वादिगर्वभरसिंधुरसिंहनादः श्रीविग्रहक्षितिपतेर्दलितप्रमादः॥
શ્રી ધર્મષસૂરિજીએ ૧૧૮૬ માં ધર્મકલ્પદ્રુમ ગ્રંથ રચ્યું છે. એ બારમી સદીના ઉત્તરાર્ધમાં થયા છે.
વાદી શ્રીદેવસૂરિ––તેમનું જન્મસ્થાન મદુઆ છે કે જે આબુની પાસે છે. અત્યારે તેને મદાહત કહે છે. તેમનો જન્મ વિ. સં. ૧૧૪૩માં થયો હતો. તેમના પિતાનું નામ વીરનાગ, માતાનું નામ જિનદેવી, તેમનું નામ પૂર્ણચંદ્ર હતું. તેઓ જાતે પરવાલ વણિક હતા. તેમણે ૯ વર્ષની વયે મહાપ્રતાપી શ્રીમુનિચંદ્રસૂરિજી પાસેની દીક્ષા લીધી તે વખતે તેમનું નામ રામચંદ્ર મુનિ રાખવામાં આવ્યું હતું. રામચંદ્ર મુનિએ વાદિવેતાલ શાન્તિ સુરિજીના ચરણે બેસી પ્રમાણશાસ્ત્રને ગહન અભ્યાસ કર્યો હતો. તેમણે આચાર્યપદવીની પ્રાપ્તિ પહેલાં અનેક વાદીઓને જીત્યા હતા.
ધોળકામાં બન્ધ નામના દૈતવાદિ શૈવમતાનુયાયીને, કાશ્મીર, સાગર અને સાચારમાં બીજા વાદિઓને, નાગરમાં ગુણચંદ્ર દિગબરને, ચિત્તોડમાં ભાગવત શિવભૂતિને, ગ્વાલીયરમાં ગંગાધરને, ધારામાં ધરણીધરને, પિકરણમાં પ્રભાકરને, અને ભરૂચમાં કૃષ્ણનામક વાદિને જીત્યા હતા. શ્રીમુનિચંદ્રસૂરિજીએ સં. ૧૧૭૪માં તેમને આચાર્યપદ આપ્યું અને ત્યારથી તેમનું દેવસૂરિ નામ પ્રસિદ્ધ થયું. અને વાદીઓને જીતવાથી “વાદી શ્રીદેવસૂરિ' તરીકે પ્રસિદ્ધ પામ્યા. સુરિજીએ ધોળકામાં ઉદય શ્રાવકે કરાવેલ ઉદાવસહિ ચૈત્યમાં સીમંધરસ્વામીની પ્રતિષ્ઠા કરી.
મારવાડ તરફ વિહાર કરતા તેઓ આબુ આવ્યા ત્યારે આબુ ઉપર ચઢતાં અસ્માપ્રસાદ
For Private And Personal Use Only