________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક]. જૈન તીર્થો.
[૧૮૧] બનાવ્યું. એ તીર્થની વિ. સં. ૧૧૫૯માં સુરિજી મહારાજના હાથે પ્રતિષ્ઠા થઈ. પાછળથી દેવના કહેવાથી સૂરિએ નથતિzય ની બે ગાથા ભંડારી દીધી.
અંતરીક્ષ પાર્શ્વનાથજી (વિ. સં. ૧૧૪૨)–દક્ષિણમાં આવેલ અમરાવતીથી ઉત્તરે બત્રીસ માઈલ દૂર એલચપુરના રાજા એલચ શ્રીપાલને કાઢને રેગ થયો હતો. રાજા રાજપાટ છોડી રાણું અને થોડા માણસ સાથે જંગલમાં નીકળ્યો. બહુ દૂર જતાં એક વાર એક તળાવમાંનું પાણી પી હાથ મો ધેયા. આ જલથી રાજાના રોગને થોડી શાંતિ વળી. થોડા વધુ દિવસ આ પાણી પીવાથી તેને વધુ ફાયદે થયો. આથી તેને લાગ્યું અહીં કંઈક ચમત્કાર છે. તળાવ ખોદાવતાં મહાચમત્કારી શ્રી પાર્શ્વપ્રભુની સુંદર પ્રતિમા નીકળી. રાજાએ ઉત્સવપૂર્વક તેને બહાર પધરાવી, સીરપુર નગર વસાવી પોતાના ખર્ચે મંદિર બંધાવ્યું. પરંતુ રાજાના અભિમાનને લીધે, અધિષ્ઠાયકે કહ્યું: “ રાજાના મંદિરમાં પ્રભુજી નહિ બિરાજે; સંઘના મંદિરમાં પ્રભુજી બિરાજશે.” સંધે નૂતન જિનમંદિર બંધાવ્યું. આ વખતે દેશમાં વિચરતા વેતાંબર જૈનસંઘના પ્રતાપી આચાર્ય, રાજ્યમાન્ય અને મહાવિદ્વાન માલધારી અભયદેવસૂરિજીને ત્યાં બોલાવ્યા અને સૂરિજીએ વિ. સં. ૧૧૪રમાં મહા સુદ ૫ તેની પ્રતિષ્ઠા કરી. રાજા એલચે પૂજાના ખર્ચ માટે સીરપુર ગામ અર્પણ કર્યું.
આ મૂર્તિ બહુ જ પ્રાચીન છે. લંકાપતિ રાવણરાજાને જિનમૂર્તિનાં દર્શન કર્યા સિવાય ભેજન ન કરવું એ નિયમ હતો. એકવાર બહાર જતાં સાથે જિનમૂર્તિ લેવાનું ભૂલી ગયા. રાજા સ્નાન કરવા જતાં ખરદૂષણે વેળુની પ્રતિમા બનાવી; રાજાએ તેની પૂજા કરી. પછી આ મૂર્તિ પધરાવી દીધી, તે આ રાજાના સમયે બહાર નીકળી. સાત ફણમય આ મૂર્તિ મહાચમત્કારી અને પરમપ્રભાવક છે. રાજા એલચના બધા રોગો તેનાથી મટયા.
ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર ટીકા રચનાર શ્રીભાવવિજયજી ગણિ, જેઓ આંખથી દેખતા નહતા તેઓ, ખંભાતથી સંધ સાથે અહીં આવ્યા; પ્રભુનાં દર્શન કર્યા, ભાવના ભાવી જેથી દેખતા થયા. તેમણે અંતરીક્ષમાહામ્ય બનાવ્યું છે. કવિ લાવણ્યસમયે પણ અંતરીક્ષપાધુનાથજીનું માહાત્મ્ય ગાયું છે. જિનપ્રભસૂરિએ વિવિધ તીર્થકલ્પમાં કલ્પ આપ્યો છે.
પ્રતિષ્ઠા થઈ તે વખતે પ્રભુછ જમીનથી અદ્ધર હતા. પછી ધીમે ધીમે કાળપ્રભાવે મૂર્તિ નીચે આવતી ગઈ છે. અત્યારે એક બંગલુણું નીકળી જાય એટલી જમીનથી અદ્ધર છે.
આ તીર્થને બધો વહીવટ બાલાપુર આદિ ગામાન વેતાંબર જૈન સંઘ કરે છે. અંતરીક્ષ પાર્શ્વનાથ જવા ઈચ્છનારે આકાલાથી મોટરમાં ૪૩ માઈલ દૂર સીરપુર જવું. ત્યાંથી ત્રણ માઈલ આ તીર્થ છે. હમણાં શ્વેતાંબર જૈનસંઘ તરફથી જીર્ણોદ્ધારનું કામ ચાલે છે.
મતાગિરિ તીર્થ (વિ. સં. ૧૧૪૨ )--એલીચપુરના એલચ શ્રીપાલે મુક્તાગિરિની પહાડી પર મલધારી આચાર્યશ્રી અભયદેવસૂરિના હાથે પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી. ત્યારથી તે તીર્થ ઘણી પ્રસિદ્ધિમાં આવેલ છે. આજે પણ ત્યાં એ જ પ્રાચીન શામળિયા પ્રાર્થનાથની પ્રતિમા પૂજાય છે. વિ. સં. ૧૯૪૦ સુધી આ તીર્થ વેતામ્બરેના તાબામાં હતું.
આ સ્થાનમાં આકોલા અને અમરાવતીથી જવાય છે. અમરાવતીથી લગભગ ૪૦ માઈલ એલચપુર છે તેની પાસે પરતવાડી ગામ છે તેની પાસે નાની ટેકરી પર આ તીર્થ છે.
સેરીસા પાશ્વનાથજી-(લેડસણ પાર્શ્વનાથ, બારમી સદી)-આ તીર્થની સ્થાપના
For Private And Personal Use Only