________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] જૈન તીર્થો
[૧૯૯] માં આદિનાથની દિવ્ય ધાતુમય પ્રતિમા કરાવી પિતાના કરેલા મંદિરમાં બ્રહદ્દગચછનાયક શ્રી રત્નસૂરિપાસે તેની પ્રતિષ્ઠા કરાવી સ્થાપી, તેમાં ૮ કેટી સુવર્ણને વ્યય થયો.”
આબુના વિમલવસહીના મંદિર માટે સમગ્ર ભારતવર્ષને ગૌરવ કરવા જેવું છે - “ આ મંદિરને વિમલવસતિ–વિમલવસતિ કહેવામાં આવે છે. તેની અદ્દભુત કારીગરી માટે તે જગપ્રસિદ્ધ છે. આખી દુનિયામાં આવું મંદિર-મકાન પહેલવહેલું થયું છે.” “આ વિમલમંત્રીને કીર્તિસ્થંભ છે.” “આ મંદિર અને તેની પાસેનું વસ્તુપાલના ભાઈ તેજપાલકત નેમિનાથનું મંદિર કારીગરીની ઉત્તમતાને માટે સંસારભરમાં અનુપમ છે. તેમાં પણ વિમલમંત્રીનું મંદિર શિલ્પની દષ્ટિએ અધિક ઉત્તમ છે. મુખ્ય મંદિરની સામે વિશાલ સભામંડપ અને ચારે બાજુએ નાની નાની કેટલીક દેવકુલિકા છે. આ મંદિરમાં મુખ્ય મૂર્તિ અષભદેવની છે, જેની બન્ને બાજુએ એક એક ઊભી મૂર્તિ પણ છે. આ મંદિરની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે. સ્તંભ, તોરણ, ગુંબજ, છત, દરવાજા આદિ પર જ્યાં
જ્યાં નજર નાંખીએ ત્યાં ત્યાં કારીગરીની સીમા-અવધિ જ માલૂમ પડે છે. કર્નલ ટેંડે આ મંદિરના વિશે લખ્યું છે કે “ભારતભરમાં આ મંદિર સર્વોત્તમ છે, અને તાજમહેલ સિવાય કઈ બીજું સ્થાન આની બરાબરી કરી શકે તેમ નથી.” ફર્ગ્યુસને જણાવ્યું છે કે “ આ મંદિર કે જે સંગેમરમરનું બનેલું છે, તે અત્યન્ત પરિશ્રમ સહન કરનાર હિન્દુઓને ટાંકણથી ફીત જેવી બારીકી સાથે એવી મનોહર આકૃતિઓ બનાવવામાં આવી છે કે તેની નકલ કાગળ પર કરવામાં કેટલાય સમય તથા પરિશ્રમથી હું પણ સમર્થ થઈ શકયો નથી.” હજી આગળ લખતાં તેઓ જણાવે છે કે આ મંદિરની કોતરણીના કામમાં સ્વાભાવિક નિર્જીવ પદાર્થોનાં ચિત્ર બનાવ્યાં છે એટલું જ નહિ, પરંતુ સાંસારિક જીવનનાં દસ્યવ્યાપાર તથા નૌકાશાસ્ત્ર સંબંધી વિષય તો શું પણ રણક્ષેત્રનાં યુદ્ધોનાં ચિત્રો પણ કોતરવામાં આવ્યાં છે. છતમાં જૈનધર્મની અનેક કથાઓનાં ચિત્રો પણ અંકિત છે.”
વિમલ મંત્રીશ્વરના મંદિરના પ્રતિષ્ઠાપક ધર્મષસૂરિ નામના આચાર્ય છે. આ નામના બીજા પણ આચાર્યો થયા છે.
આ મંદિરમાં તેરમી સદીના પૂર્વાદ્ધના લેખો મળે છે. ૧ આબુના મંદિરના પ્રતિષ્ઠાપક તરીકે શ્રી ધર્મ ધષસૂરિજી અને આ૦ શ્રી રત્નસૂરિજીનું નામ ઉપલબ્ધ થાય છે. જિનપ્રભસૂરિજી વિવિધ તીર્થંકપમાં કઈ પ્રતિષ્ઠાપક આચાર્યનું નામ નથી આપતા, તેમના મત મુજબ “વૈષે ઘણુવર (૧૮૮૮)મિતેડફે મૂચિચાના પ્રાસાદું જ વિશ્વાસ્થા€ ચયાપચર .”
વિમલવસહીના પ્રતિષ્ઠા૫ક કે વિમલને જૈનધર્મને ઉપદેશ આપનાર કેઈ આચાર્યનું નામ મલતું નથી. બાકી શ્રી વર્ધમાનસૂરિજીત ઘટી શકતા જ નથી. આ સમયે તેઓ વિદ્યમાન જ નથી. વિમલ અને તેના પૂર્વ જૈનધર્મના દઢ અનુયાયી હતા. એટલે વિમલને જૈન બનાવ્યાની વાત સંગત નથી. મહાપ્રતાપી શ્રી ઉદ્યોતનસૂરિજીએ વિ. સં. ૯૯૪માં વડ નીચે શ્રી સર્વદેવસૂરિજી આદિ આઠ શિષ્યોને આચાર્ય બનાવ્યા છે. આ વખતે આચાર્ય બનનાર ૧૦૮૮ માં વિદ્યમાન હોય એ માનવું જ વધુ પડતું છે. વિદ્ધમાનસૂરિજી પહેલાં ચયવાસી હતા. બાદમાં ક્રિોદ્ધાર કર્યો અને આચાર્ય બન્યા ત્યારે ઓછામાં ઓછી તીસ વર્ષ ઉપર ઉમ્મર હશે. આથી તેઓ ૧૯૮૮ માં વિદ્યમાન હોય એ સંભવતું નથી.
૨૩
For Private And Personal Use Only