________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું
આ તીર્થની યાત્રાએ જવા માટે બી. બી. એન્ડ. સી. આઈ. રેલ્વેના આબુરેડ સ્ટેશને ઊતરવું પડે છે. ત્યાં ગામમાં સુંદર છે. જેને ધર્મશાલા તથા જિનમદિર છે. આબુરેડને ખરેડી પણ કહે છે. ત્યાંથી સ્ટેશન પાસેથી ઉપર જવા મોટર મલે છે. રસ્તામાં તલાટી આવે છે. ઉપર ધર્મશાળા છે. ત્યાંથી આબુ કેમ્પ થઈ વે. જૈન મંદિર પાસે જવાય છે. ત્યાં સ્ટેટ ચોકી છે, જે ટેકસ લે છે. ત્યાં વિશાલ ધર્મશાળા છે અને મંદિર છે.
આ ખૂની આસપાસ શિરોહી રાજ્યમાં વિ. સં. ૧૨૩૦ પહેલાંના ઘણું જેન શિલાલેખો મળી શકે છે. જેમકે નાદિયાના નંદીશ્વર ચૈત્યમાં સં. ૧૧૩૦માં વાવ બની, કાજારામાં સં. ૧૨૨૪નો પાર્શ્વનાથ મંદિરને સ્તંભલેખ, મુંગસ્થલાના દેરાસરમાં સં. ૧૨૧૬ને ૧૨૧૬ શિલાલેખ. -(સીહી રાજ્યકા ઈતિહાસ, જૈન સત્ય પ્રકાશ ક્રમાંક ૧૧)
સ્થભણ પાશ્વનાથ-આ તીર્થની સ્થાપના ચંદ્રગર છના નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિજીના હાથે થઈ છે. આ સંબંધી પ્રભાવક ચરિત્રમાંના ઉલ્લેખો સાર નીચે પ્રમાણે છે–
એક વખત શ્રી અભયદેવસૂરિજી મહારાજ કઢના રેગથી ગ્રસિત થયેલા પીડ પામતા હતા, તેમને ઊંઘ આવતી ન હતી. ત્યારે ધરણેન્દ્ર આવીને કહ્યું: “હવે આજે દીનતા તજીને જિનબિબના ઉદ્ધારથી તમે જેનશાસનની પ્રભાવના કરે. શ્રીકાંતનગરીનો ધનેશ શ્રાવક વહાણ લઈને સમુદ્રમાર્ગે જતો હતો ત્યારે માર્ગમાં તેના વહાણને ત્યાંના અધિષ્ઠાયક દેવે થંભાવી દીધું. આથી તે શ્રેષ્ઠીએ તે અધિષ્ઠાયકની પૂજા કરતાં તે વ્યંતરે વ્યવહારીને ઉપદેશ આપી તે ભૂમિમાં રહેલ જિનેશ્વર ભગવંતની ત્રણ પ્રતિમાઓ બહાર કઢાવી. તેમાંની એક પ્રતિમા ચારૂપ ગામમાં સ્થાપી તેથી ત્યાં તીર્થ થયું. બીજી પાટણમાં સ્થાપન કરી અને ત્રીજી પ્રતિમા સ્તંભન ગામમાં સેટીકા (સેઢી) નદીના તટ પર વૃક્ષઘટાની અંદર ભૂમિમાં સ્થાપન કરેલ છે. તે શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાને તમે પ્રગટ કરે. કારણ કે ત્યાં મહાતીર્થ થવાનું છે. પૂર્વ વિદ્યા અને રસસિદ્ધિમાં ભારે પ્રવીણ એવા નાગાજુને ભૂમિમાં રહેલા એ બિબના પ્રભાવથી રસનું સ્થંભન કર્યું, અને તેથી તેણે ત્યાં સ્તંભનક નામનું નગર સ્થાપન કર્યું. તે પ્રતિમાથી તમારી પવિત્ર કીર્તિ અચલ થશે. આ કાર્યમાં ક્ષેત્રપાલની જેમ વેતસ્વરૂપથી તમારી આગળ, અન્ય જનોના જોવામાં ન આવે તેમ, એક દેવી માર્ગ બતાવનાર રહેશે.” એ પ્રમાણે કહીને ધરણેન્દ્ર અંતર્ધાન થઈ ગયે.
આ વૃત્તાંત સૂરિજીએ શ્રી સંઘને જણ. સંધ ઘણો ખુશી થયો અને નવસે ગાડાં સાથે યાત્રાએ નીકળ્યા. સૂરિમહારાજ પણ સંઘ સાથે આગળ ચાલવા લાગ્યા. ધીમે ધીમે સંઘ સેટિકા નદીના કિનારે આવ્યા ત્યારે ત્યાં બે વૃદ્ધ અશ્વો અદશ્ય થઈ ગયા. એટલે સંઘે ત્યાં જ પડાવ નાંખ્યો. ત્યાં ગાયો ચરાવતા ગેવાળોને સુરિજીએ પૂછ્યું કે અહીં કોઈ ચમત્કારી સ્થાન છે? ત્યારે એકે કહ્યું કે આ પાસેના ગામના મહીણ પટેલ છે તેની કાળી ગાય અહીં આવી દૂધ ઝરી જાય છે. સૂરિજીએ ત્યાં બેસી પ્રાકૃતમાં ગાથાબદ્ધ શ્રી પાર્શ્વજિનની સ્તુતિ શરૂ કરી તથતિદુથ સ્તોત્ર બનાવવું શરૂ કર્યું. ત્યાં સત્તરમી ગાથા બેલતાં પ્રભુજીનાં દર્શન થયાં છે. બત્રીશ ગાથા પૂરી થતાં પ્રભુજી બહાર નીકળ્યા. તેનાં દર્શન અને હવણના
અભિષકથી સૂરિજીને કોઢનો રોગ મટયો, શરીર નીરોગી થયું. બધાએ તે જોયું અને તેને ઉપયોગ કર્યો. પછી તો સંધે ત્યાં દાનશાળા બંધાવી અને વિશાલ જિનમન્દિર પણ
For Private And Personal Use Only