________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૪૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વષૅ સાતમું ત્તિસહિત સિદ્ધહેમશબ્દાનુશાસનને જ રાખેલું છે. જેમ ભગવાન શ્રીહેમચંદ્રે વ્યાકરણના પ્રારંભમાં લિદ્ધિઃ સ્વાદાવાત્ અને હોદ્દાત્ એ સૂત્રેા ગૂંથ્યાં છે તે જ રીતે શ્રીમલયગિરિએ પોતાના શબ્દાનુશાસનની શરૂઆત દિનેાન્તાત્ અને હોાત્ વર્ગમ સૂત્રેાથી જ કરી છે. આ સિવાય શ્રીહેમચંદ્ર અને શ્રીમલયંગર એ બન્ને આચાયૅનાં શબ્દાનુશાસનેામાં સુત્રાનું લગભગ એટલું બધું સામ્ય છે જેથી હરકાઈ વિદ્વાન પ્રથમ નજરે ભૂલા જ પડી જાય. અને તેથી જ આજ સુધીમાં મુદ્રિત થયેલ આચાર્ય શ્રીમલગિરિના ટીકાગ્રંથામાં આવતાં વ્યાકરણુસૂત્રેાના અંકા આપવા વગેરેમાં ખૂબ જ ગોટાળા થઇ ગયેા છે. કેટલીક વાર એ સુત્રને સિદ્ધહેમવ્યાકરણનાં સૂત્રેા સમજી અંકે આપવામાં આવ્યા છે અને કેટલીક વાર પાણીનીય વ્યાકરણનાં સૂત્રો સમજી તેના અંક આપવામાં આવ્યા છે. જ્યારે કેટલાંક સૂત્રેા નહિ મળવાને લીધે તેના સ્થાનને નિર્દેશ પડતા જ મૂકવામાં આવ્યા છે. આ પ્રમાણે આ બાબતમાં ખૂબ જ ગોટાળો થવા પામ્યા છે; પરંતુ શ્રીમલગિરિનું શબ્દાનુશાસન જોયા પછી એ ચોક્કસ રીતે જાણી શકાયું છે કે શ્રીમલયગિરિએ પોતાના ટીકાત્ર ચૈામાં જે વ્યાકરણુસૂત્રેા ટાંકાં છે એ નથી સિદ્ધહેમશબ્દાનુશાસનનાં કે નથી પાણિનીય વ્યાકરણુનાં કે ખીજા કોઇ વ્યાકરણનાં; પરંતુ એ સૂત્રેા તેમણે પોતાના મલયગિરિશબ્દાનુશાસનમાંથી જ ટાંકયાં છે.
પ્રસ્તુત મલયગિરિવ્યાકરણની સ્વેપત્તવૃત્તિ, એ આચાર્ય હેમચંદ્રના સિદ્ધહેમવ્યાકરણની બૃહવ્રુત્તિનું પ્રતિબિંબજ છે, એ બન્નેય વૃત્તિઓની તુલના કરવાથી જાણી શકાયું છે. અને એ જ કારણસર આજે મળતી મલયગિરિશબ્દાનુશાસનની હસ્તલિખિત પ્રતિભારાભાર અશુદ્ધ હાવા છતાં તેનું સશોધન અને સંપાદન જરાય અશકશ નથી એમ મે' ખાત્રી કરી લીધી છે.
પ્રસ્તુત વ્યાકરણની રચના આ. મલયગિરિએ ગૂજરેશ્વર પરમા`ત રાજિષ શ્રીકુમારપાલદેવના રાજ્યઅમલ દરમિયાન કરી છે એ આપણે મલયગિરિશબ્દાનુશાસનના ख्याते દÄ ' ( કૃત્તિ તૃતીય પાદ સૂત્ર ૨૨) સૂત્રની સ્વાપત્તવૃત્તિમાં આવતા अदहदरातीन् कुमारपालः ' એ ઉદાહરણ પરથી સ્પષ્ટ રીતે જાણી શકીએ છીએ. આના અર્થ એ થય આચાર્ય શ્રીમલયગિરિષ્કૃત જે જે ગ્રંથામાં પ્રસ્તુત શબ્દાનુશાસનનાં સૂત્રેા મળે તે પ્રથાની રચના પ્રસ્તુત શબ્દાનુશાસનની રચના બાદની તેમજ મહારાજા શ્રીકુમારપાલદેવના રાજ્યમાં થએલી છે. અથવા એમ પણુ બન્યું હોય કે શ્રીમલયગિરિએ પેાતાના શબ્દાનુશાસનની મૂલ દ્વાદશાધ્યાયીની રચના ગૂર્જરેશ્વર મહારાજા શ્રીજયસિંહદેવના રાજ્ય દરમિયાન કરી હોય તે આધારે પોતાના ટીકાત્ર થામાં સૂત્રા ટાંકતા હોય અને શબ્દાનુશાસન ઉપરના સ્વાપન્ન વિવરણનું નિર્માણુ તેઓશ્રીએ મહારાજા શ્રીકુમારપાલના રાજ્યમાં કર્યું હોય. એ ગમે તેમ હા, તે છતાં એક વાત તે નિર્વિવાદ જ છે કે શ્રીમલગિરિએ પોતાના શબ્દાનુશાસન ઉપરની સ્વાપન્નવૃત્તિની રચના તે શ્રી કુમારપાલદેવના રાજ્યઅમલ દરમિયાન જ કરેલી છે.
For Private And Personal Use Only
**
..
આચાર્ય મલયગિરિષ્કૃત સ્ત્રાપજ્ઞશબ્દાનુશાસનની પ્રાચીન હસ્તલિખિત પ્રતિએ આજે ત્રણ જ્ઞાનભંડારામાં છે એમ નણવામાં આવ્યું છે. ૧ એક પાટણ-વાડીપાર્શ્વનાથ જ્ઞાનભંડારમાં કાગળ ઉપર લખેલી પ્રતિ. ૨ બીજી પાટણ-સંઘવીના પાડાના તાડપત્રીય પુસ્તકભંડારમાં તાડપત્ર ઉપર લખાએલ પ્રતિ. અને ૩ ત્રીજી પૂના-ડેન કાલેજના ભાંડારકર