________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક ] જેન ગૃહસ્થની સાહિત્યસેવા
[૧૭૧] અને “કવીન્દ્રબંધુ” નામનું બિરુદ ધરાવતો હતો. એ બહુશ્રુત, વિદ્વાન અને રાજનીતિનિપુણ પ્રધાન હતા. પિતાનું નામ ઉદયસિંહ અને માતાનું નામ ઉદયશ્રી હતું. મહામાત્ય વસ્તુપાલ તથા તેજ:પાલની સાથે આની ગાઢ મૈત્રી હતી. તેજપાલના બનાવેલા આબુ પરના નેમિનાથ ચૈત્યના શિલ્પકામમાં એણે કેટલાક દેશો બતાવ્યા હતા. (જુઓ જિનહર્ષનું વ. ચ., તથા ઉપદેશતરંગિણી) તેણે ૧૮મદ્દાહડીમાં સં. ૧૨૮૮ માં બિબપ્રતિષ્ઠા તથા સં. ૧૨૯૧ માં આબુ પર દેવકુલિકા કરાવી હતી. તેના બે શિલાલેખો સં. ૧૨૮૮ ના “જૈન” તા. ૧૩-૧૧-૨૭ પૃ. ૭૮૭ માં પ્રગટ થયા છે. અને સં. ૧૨૯૦ ના લેખ માટે જુઓ જિનવિ. જે. લે. સં. ભા. ૨. ૧૦૮–૯. સુંદર પદામય લે છે. અન્ય કોઈ કૃતિ ઉપલબ્ધ થઈ નથી.
૧૬ નેમિચંદ્ર ભાંડાગારિક–એને ખરતરગચ્છીય જિનપતિસૂરિએ જેનધર્મી બનાવ્યો હતો. (ભાં. ૪, ૧૪૯) એ શ્રેષ્ટિએ સક્રિય (ષદ્ધિશતક) નામક ઉપદેશપ્રકરણ રચેલ છે. (વે. નં. ૧૬૭૦-૭૨, પ્ર. ડી. હું. અને મેહનલાલજી ગ્રં. નં. ૨, સત્યવિજય ગ્રં. નં. ૬) તથા સં. ૧૨૫૮ માં તથા સં. ૧૨૪૫ માં જિનવલ્લભસુરગીત રચેલ છે.
આ શ્રેષ્ઠીના પુત્ર સં. ૧૨૨૫ માં દીક્ષા લઇ પછી જિનપતિસૂરિના પટ્ટધર જિનેશ્વરસૂરિ નામે પ્રસિદ્ધ થયા.
૧૭ સંગ્રામસિંહ–આ માંડવગઢના પ્રસિદ્ધ ઓસવાળ અને માળવાન મહમદ ખીલજીના માનીતા વિશ્વાસપાત્ર ભંડારી હતા. એમણે સં. ૧૫૨૨ માં બુદ્ધિસાગર નામનો સર્વમાન્ય અત્યુપયોગી ગ્રંથર (કાં. વડો., બુહ ૨, નં. ૨૯૬) જે ચેડાં જ વર્ષો ઉપર મુદ્રિત થયેલ છે.
૧૮ મંડનમંત્રી–એ શ્રીમાલ વંશમાં સ્વર્ણગિરીયક (સેનગર) ગેત્રમાં જાવાલપત્તન( જાલેર)ના મૂળ વતની હતા. અને વંશપરંપરાથી માળવાના મંડપદુર્ગ (માંડ) ના મંત્રી હતા. તેઓ ચૌદમી સદીની અંતે અને પંદરમી સદીના પ્રારંભમાં થયેલ છે.
મંડનમંત્રીના સમકાલીન-આશ્રિત મહેશ્વર નામના પંડિતે વિદ્વાન મંડનને કહેવાસાંભળવા માટે રચેલા કાવ્યમનહરમાં મંડનની વંશાવલી આપેલ છે. તે ત્યાંથી અગર મો. દ. દેશાઈકૃત જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ પૃ. ૪૭૬ થી અથવા વિજ્ઞપ્તિ ત્રિવેણીની ભૂમિકામાંથી જિજ્ઞાસુઓએ જોઈ લેવી. લંબાણને ભયે અહીં માત્ર વંશવૃક્ષ રજુ કરું છું—
આભૂ-અભયદ–આંબડ–સહપાળ–નૈણું– સાજક–વીકા-ઝાઝણ અને ઝાઝણ પછી
ઝાઝણ
સં. પાછું
સં ચાહડ બાઉડ સં. હિડ સં. પત્રી. સં. આલ્હા ચંદ્ર ક્ષેમરાજ સમુદ્ર (સમધર) ધન્યરાજ, (ધનરાજ, ધનદ,ધનેશ)
|
|
મંડન
સં. પૂજા સં. જીજી સં. સંગ્રામ સં. શ્રીમાલ.
૧૮ માદડી તે હાલનું માદ્રી કે જે એનપુરા રોડથી ૩૦ માઈલ પશ્ચિમે જોધપુર રાજ્યનું ગામ છે, તે તે વખતે મેટું શહેર હતું.
For Private And Personal Use Only