________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૭૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું
૧૩ યશપાલ–એ મઢવંશના મંત્રી ધનદેવ અને રૂકમણીને પુત્ર અને અજયપાળને સમયમાં જેન મંત્રી હતો. એણે થારાપદ્ર (થરાદ) માં ત્યાંના કુમારવિહારડાલંકાર શ્રી વીરજિનેશ્વરના યાત્રા મહોત્સવ પ્રસંગે મેહરાજપરાજય નાટક રચ્યું હતું. તેમાં આલંકારિક રીતે કુમારપાલરાજા સાથે ધર્મરાજ અને વિરતી દેવીની પુત્રી કૃપાસુંદરીનું પાણિગ્રહણ શ્રી મહાવીર અને હેમચંદ્રાચાર્ય સમક્ષ કરાવવામાં આવેલ છે. જેની મિતિ સં. ૧૨૧૬ ના માગશર શુદિ ૨ બતાવી છે. તે દિવસે કુમારપાળે પ્રગટરૂપે જેનધર્મનો રવીકાર કર્યો હતો.
આ ગ્રંથ સં. ૧૨૨૯ થી ૧૨૩રની વચમાં રચાયો જણાય છે.
મુનિરત્નસૂરિએ પત્તનમાં શાંતિનાથના મંદિરમાં સભા સમક્ષ પર્ણમિકગચ્છના સમુદ્રઘોષસૂરિત અમચરિત્ર વાંચી સંભળાવ્યું હતું. તે વખતે વૈયાકરણ શ્રી પૂર્ણપાલ, યશપાલ, જગદેવ (બાલકવિ) આદિ હાજર હતા, તે આ જ યશપાલ હશે.
૧૪ મહામંત્રી વસ્તુપાલ – સં. ૧૨૭૬ માં ૧ વરધવલના મંત્રીપદે નિયુક્ત થયો હતા. વસ્તુપાલ વીર પુરુષ હતો એટલું જ નહીં પરંતુ પ્રસિદ્ધ વિદ્વાન–કવિ પણ હતો. તેણે નરનારાયણનંદ નામનું કાવ્ય (પ્ર. ગા. એ. સી. નં. ૨) ૧૬ સર્ગમાં રચ્યું. તેમાં પિતાનું નામ કર્તા તરીકે કવિ હરહર અને સેમેશ્વરે આપેલ વસંતપાલ રાખેલ છે. (જુઓ સર્ગ ૧૬-૩૮) અને તે જ નામ ઉપરથી બાલચંદ્રસૂરિએ તેના (વસ્તુપાળના) ચરિત્ર રૂપ વસંતવિલાસ નામનું મહાકાવ્ય રચ્યું. નરનારાયણનંદને રચનાકાળ સં. ૧૨૭૭ થી ૧૨૮૭ ની મધ્યમાં અનુમાનાય છે. આની પહેલાં સંસ્કૃતમાં આદિજિનેશ્વરમનારથમય સ્તોત્ર રચ્યું હતું (જુઓ નરનારાયણનંદ ૧૬–૨૯. તેના પરિશિષ્ટમાં મુદ્રિત ) તથા અંબિકાસ્તવન ર.... (જુઓ જે સ્તોત્ર સમુચ્ચય પૃ. ૧૪૩) તથા અનેક સૂક્તિઓ ૧૭ બનાવી હતી, જેનાં અવતરણ જલ્પણની સૂક્તમુક્તાવલીમાં અને પ્રબંધચિંતામણિ, ચતુવિંશતિપ્રબંધ અને સારંગધર પદ્ધતિમાં લેવાયાં છે. વસ્તુપાળની કવિ તરીકેની ખ્યાતિ ફક્ત ગુજરાતમાં જ નહીં પણ ચારે દિશાએ પ્રસરી હતી, તે વાત તેનાં બિરુદ સાબીત કરે છે. તેને આ મુજબ બિરુદ હતાંસરસ્વતીપુત્ર, વાદેવીસનુ, (સરખા શારદાપ્રતિપન્નાપત્ય-ગિરનાર પ્રશસ્તિ ) કાવ્યદેવીપુત્ર (ગિરનાર પ્રશસ્તિ ), કવિકુંજર, કવિચક્રવર્તી, મહાકવિ વગેરે. સોમેશ્વરે તેને શ્રેષ્ઠ કવિ વર્ણવેલું છે. એ કવિઓને આશ્રયદાતા પણ હતો.
માલધારી દેવપ્રભસૂરિના શિષ્ય નકપ્રભસૂરિએ વસ્તુપાલના વિનોદ માટે આઠ પ્રકરણમાં અલંકારમહોદધિ નામનો ગ્રંથ રચ્યો.
૧૫ મંત્રી યશવીર–એ જાવાલીપુરના ચાહમાન રાજા ઉદયસિંહનો મંત્રી હતો.
૧૬ આ અંકની યોજના પ્રમાણે આમાં વિ. સં. ૧૨૩૦ લગભગના સમય સુધીની હકીકત આવી શકે એમ હોવા છતાં આ વિષયની વિગતો એકસાથે હોય તો વધુ ઉપયેગી થઈ પડે એમ સમજી ઉક્ત સમય પછીની કેટલીક હકીકત પણ આમાં આપવી ઉચિત ધારી છે. -તું. થયા હતા. સાક્ષરસમૂહ વસ્તુપાલ અને તેજપાલના નામથી ભાગ્યે જ અપરિચિત હશે. १७ अंभोजसंभवसुता वक्त्राम्भोजेऽस्ति वस्तुपालस्य । यद्वाणीरणितानि श्रूयन्ते सूक्तिदंभेन ॥
ઉ. રા. ૮ મો સર્ગ सूत्रे वृत्तिः कृता पूर्व दुर्गसिंहेन धीमता । विसूत्रे तु कृता तेन वस्तुपालेन मंत्रिणा ॥
For Private And Personal Use Only