________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૭ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું ગૌતમપાએ સારદમાએ, ચિત રાખુ ચરણે સમું;
ભાવસાર ભીમ કરજોડી બેલે, સાધ સહુ ચરણે નયું. –(નં. ૧૫૧ ) ૬ ખીમ--એણે શત્રુંજય ચૈત્યપ્રવાડી (પરિપાટી) કડી ૩૨ માં રચી. જેની ૧૬૧૯ની વા. સહજરત્નગણિલિખિત પ્રતિ મળે છે. તેથી તે કવિ ઋષભદાસ કરતાં જૂના જણાય છે.
૭ લીંબો–એણે પાર્શ્વનાથન સંગરસ ચંદ્રાઉલે બનાવેલ છે.
સં. ૧૬૭૦ માં કવિ ઋષભદાસે બનાવેલા કુમારપાળરાસમાં બીજા કવિઓ સાથે આ બન્નેને પણ સંભાર્યા છે. તે આ પ્રમાણે–
આગિ જે મોટા કવિરાય, તાસ ચરણરજ ઋષભાય; લાવણ્ય લીંબો ખીમો ખરો, સકલ કવિની કીતિ કરો.
૮ હીરાણંદ--આ કાન્હાને સુત સંઘપતિ હતો. એણે સં. ૧૬૬૮ પહેલાં અધ્યાત્મબાવની બનાવી, જેને અંત્ય ભાગ આ પ્રમાણે છે
મુનિરાજ કહઈ મંગલ કર૩, સપરિવાર શ્રી કાન્હસુએ; બાવન વરન બહુ ફલ કરવું, સંઘપતિ હીરાણંદ તુએ. (નં. ૨૧૬)
૯ કવિ ઋષભદાસ--ગૂર્જરગિરાના જેન કવિઓમાં ઋષભદાસને ફાળો સહુથી મોટો છે. એ ખંભાતને વતની શ્રાવક હતા અને વિજ્યહીરસૂરિ-વિજયદેવસૂરિને પરમભક્ત હતે. એના પિતાનું નામ સાંગણ હતું. જાતે પ્રાવાટ (પોરવાડ) હતો. અને માતાનું નામ રીડી હતું. એણે સંવત ૧૬૬૬ થી ૧૬૮૮ સુધી ગૂર્જરગિરામાં પદ્યસાહિત્યનો પ્રવાહ વહેવડાવ્યો હતો. સર્વ કૃતિઓ માટે જુઓ જે. ગૂ. ક. ભા. ૧ પૃ. ૪૦૯ થી ૪૫૮ તથા સુરતની ગુજરાતી સાહિત્ય પરિષદ માટે લખેલ મો. દ. દેશાઈને જૈન કોન્ફરન્સ હેરલ્ડમાં ૧૯૧૫ ના ૭–૯ અંકમાં પ્રગટ થયેલે નિબંધ.
૧૦ વાને--એ તપાગચ્છીય શ્રીવિજયાનંદસૂરિને શ્રાવક શિષ્ય હતો. સં. ૧૬૮૬માં વિજયાનંદસૂરિ મહારાજે બારેજામાં ચાતુર્માસ કરેલું તે વખતે તેમના મુખે શ્રવણ કરીને એણે પિષ શુદિ ૧૩ ગુરુવારે જ્યાનંદ રાસ રચેલ છે. તેથી પ્રાયઃ બારેજાને જ વતની હોય એમ સંભવે છે. અંત્ય ઉલેખ-“ઈતિ શ્રી જયાનંદ ચરિત્રે-રાસપ્રબંધે વાના કવિવિરચિતે ચક્રાયુધ દીક્ષા ગ્રહણ, મેક્ષપ્રાપ્તિ, શ્રી જયાનંદરાજ્યપાલન, દીક્ષા ગ્રહણ, નિર્વાણગમો નામ પંચમેલાસ; સમાપ્ત: | ઉલ્લાસ ૫, પ્ર. ૨૪૦, કિં. ૨૭૦, ત્રિ. ૨૮૪, ચ. ૨૪૪, ૫, ૧૬૧ એવં સકે ૧૨૦૭, શુભ ભવતુ લેખકપાઠકઃ ”
૧૧ શાંતિદાસ--એણે સં. ૧૭૩૨ આસો શુદિ ૧૦ ગૌતમસ્વામીને રાસ (કડી ૬૫) ઓ. (જુઓ જે. ગૂ. ક. ભા. ૨, નં. ૩૬૮.)
૧૨ ગેડીદાસ –એ તપાગચ્છી શ્રાવક હતો. એણે સં. ૧૭૭૫ આશો શુદિ ૧૦ (વિજયાદશમી) ભોમવારે વટપ્રદ (વડોદરા)માં નવકારરાસ-અથવા રાજસિહ-રાજવતીરાસ વિજ્યરત્નસૂરીશ્વરરાજ્ય ઢાળ ૨૫ મય રચ્યો. (નં. ૮૧૧)
આ પ્રમાણે સંસ્કૃત તથા ગુજરાતી સાહિત્ય સરજનાર જૈન ગૃહસ્થની સામાન્ય હકીકત રજુ કરી છે. એ સિવાય અન્ય કેટલાય વિદ્વાનોએ પોતાની પ્રતિભાકુસુમોની પરિમલ વેરી સાહિત્યોદ્યાનને સુવાસિત બનાવ્યો હશે, પરંતુ તે સર્વની માહિતી અને સાધનના અભાવે આટલેથી જ સંતોષ માની, પ્રમાદને લીધે થયેલી ક્ષતિઓ માટે સાક્ષર સમૂહ પ્રત્યે ક્ષમા યાચી વિરમું છું.
For Private And Personal Use Only