________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીરનિ. સં. ૧૦૦૦ થી વીર નિ. સં. ૧૭૦૦ સુધીમાં થયેલ
છે[ભિન્નભિન્ન રાજાઓને ટુંક પરિચય)
: લેખક : પૂ. મુનિ મહારાજ શ્રી દનવિજ્યજી
જૈન રાજાઓ
. ચીન રાજાઓ–ભગવાન મહાવીરના નિર્વાણ પછીના એક હજાર વર્ષમાં
મહારાજા ઉદાયી, નવ નદી, સમ્રાટું ચંદ્રગુપ્ત, રાજા બલભદ્ર મૌર્ય, મહારાજા
બિંદુસાર, સમ્રાટ્ર સંપ્રતિ, કલિંગરાજ મહામેધવાહન ખારવેલ, મહારાજા વિક્રમાદિત્ય, રાજા સાતવાહન, કલિંગનરેશ, રથવીરપુરનરેશ, રાજા નાહડ, મહાક્ષત્રપ રાજા
દ્ધદામા, મહાક્ષત્રપ ભદ્રમુખ રાજા રસિંહ, મહ રાજા ધનસેન વગેરે જેન રાજાઓ થએલ છે, જેનો ટૂંક પરિચય જેન સત્ય પ્રકાશના પુસ્તક જ ના પર્યુષણું પર્વ વિશેષાંકમાં આવી ગએલ છે. ત્યારપછીનાં ૭૦૦ વર્ષના ગાળામાં જે જેનધમ કે જેનધર્મપ્રેમી રાજાઓ થયા છે તે નીચે પ્રમાણે છે–
હરિગુપ્ત (વીરનિ. સં. ૧૦૪૨ લગભગમાં)-હરિગુપ્ત એ ગુપ્તવંશને જૈન રાજા છે. તેને એક સિક્કો પંજાબમાંથી મળેલ છે જેની ઉપર “શ્રી મહારાજ હરિગુપ્ત” એમ અક્ષરો કોતરેલ છે. લીપી અને ઘાટના હિસાબે આ સિક્કો વિક્રમની છઠ્ઠી સદીમાં બને હેય એમ મનાય છે. રાજા હરિગુપ્ત જેન રાજા હતા તેમ જેન દીક્ષા સ્વીકારીને જેને સંધને પણ રાજા બન્યો હતો, એટલે કે તે જૈનાચાર્યની પદવીથી વિભૂષિત થયે હતો.
હુણવંશીય રાજા તરમાણ કે જે ચંદ્રભાગા (ચિનાબ) નદીના કિનારે પવૂઈયા (ચિનાબ અને સિધુના સંગમ પર પર્વતિકાપાવિયા, ચચરાજાના નામે જાહેર થએલ ચચપુર, ચાચર)માં રાજ્ય કરતા હતા તે આ આચાર્ય શ્રી હરિગુપતસૂરિને ગુરુ તરીકે માનતે હતો. એટલે કે રાજ તરમાણ પણ જૈનધર્મને પ્રેમી રાજા હતો.
-પ્રાકૃત કુલયમાલા કથા, ઉત્તર હિન્દુસ્તાનમાં જૈનધર્મ) શંકરગણ (વીરનિ. સંવત ૧૧૦૦ લગભગ)-દક્ષિણમાં શિવ અને શંકર નામના પાંચ રાજાઓ થયા છે. દક્ષિણના ઈતિહાસમાં તેમની સાલવારી નીચે મુજબ છે
૧. કાંચીપતિ શિવકાટિ, શિવકુંદ કે શિવકુમાર (વિક્રમની પહેલી શતાબ્દિ) ૨. ક્લચુરીરાજ કૃષ્ણરાજને પુત્ર શંકરગણ. (વિ. સં. ૬૪૮ પૂર્વે) ૩. શ્રી પુરુષને પુત્ર જેન રાજા શિવામર (વિક્રમની આઠમી સદી), ૪. લક્ષ્મણને મોટા પુત્ર શંકરગણ (વિ. સં. ૧૦૦૫) ૫. પલ્લવરાયને પુત્ર શંકરનાયક (વિ. સં. ૧૧૪૦ ). આ પાંચ રાજાઓ પૈકીના પ્રથમના બન્ને રાજાઓ જેન રાજાઓ છે.
શંકરગણ એ કલ્યાણીને જેન રાજા હતા. તે કલચુરી વંશનો હતો. તેના પિતાનું નામ બુદ્ધરાજ હતું. તેના સમયે કર્ણાટકને રાજા પ્રથમ પુલકેશી ચૌલુક્ય હતો, જેણે અલતમાં જૈનમંદિર બંધાવ્યું હતું. પ્રથમ પુલકેશીના નાના પુત્ર મંગલેશે વિ. સં. ૬૪૮ કે
૧ કર્ણાટકમાં બીજથી બારમા સૈકા સુધી કદંબ, ગંગ, ચૌલુક્ય, રાષ્ટ્રકુટ, કલચુરી અને યશલ એમ છ મોટા રાજવંશાએ રાજ્ય કર્યું છે, જેઓ મોટા ભાગે જૈનધર્મપ્રેમી રાજા હતા. દ્વિતીય પૂલકેશી વગેરે જૈનરાજાઓ થયા છે.
For Private And Personal Use Only