Book Title: Jain_Satyaprakash 1941 09 10 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 165
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમાહત મહારાજા કુમારપાળ [એક આદર્શ રાજવી] લેખક-શ્રીયુત ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ, ભાવનગર. આારમા સૈકામાં ગુજરાતના પાટનગર પાટણની જાહોજલાલી બહુ જ ઉચ્ચ હદે ગયેલી હતી. કુમારપાળ મહારાજ પહેલાં ગુજરાતની ગાદી ઉપર સિદ્ધરાજ જયસિંહ રાજા રાજ્ય કરતો હતો. તેમની સાથે પ્રથમ શ્રીમાન હેમચંદ્રાચાર્ય મહારાજનો પરિચય થયે હતે; પરંતુ કુમારપાળ મહારાજનો પરિચય આચાર્ય મહારાજ સાથે થયો અને બંને મહાન વ્યક્તિઓથી શાસનપ્રભાવનાનાં શું શું કાર્યો થયાં તે જણાવવાને જ આ લેખને હેતુ છે. આચાર્યપદ પ્રાપ્ત થયા પછી શાસનોદ્ધાર કરવાની પ્રતિજ્ઞા આચાર્ય મહારાજે કરેલી હતી. અને રાજામહારાજા જ્યાં સુધી જૈનધર્મના નાયક ન થાય ત્યાં સુધી આ સંકલ્પ સિદ્ધ થવા મુશ્કેલ છે એમ વિચારી મંત્રારાધન કરી દેવાતા પાસેથી તે ઈષ્ટસિદ્ધિ પ્રાપ્ત થતાં સમયની રાહ જોતા હતા. આચાર્ય મહારાજે સરસ્વતી દેવીનું આરાધન કર્યું હતું. જેથી તેમને પ્રસન્ન થયાં હતાં. શ્રી ગિરનારજી તીર્થ ઉપર તેમને શ્રી અંબિકાદેવીનો સાક્ષાત્કાર થયે હતો. અને વિમલેશ્વરદેવની પણ આરાધના કરી હતી. સિદ્ધરાજ મહારાજાને પુત્ર નહતો અને થવાને પણ નહ; પરંતુ તેમની પાછળ કુમારપાળ રાજા ગાદીપતિ થશે, તેમ દૈવી શક્તિ અને જ્યોતિષથી તેમના જાણવામાં આવ્યા પછી પૂર્વભવના કેઈ વૈરભાવથી કુમારપાળને મારી નાખવાના અનેક પ્રયત્નો કરવા છતાં ભાવિભાવના યોગે, ભવિષ્યકાળમાં આચાર્ય મહારાજના ઉપદેશથી કુમારપાળ મહારાજા વડે શાસનપ્રભાવનાનાં કાર્યો થવાનાં હોવાથી, સિદ્ધરાજનું ધાર્યું બન્યું નહિ. તે દરમિયાન કુમારપાળને પિતાનું જીવન સાચવવા દેશાટનમાં ગુપ્ત રીતે રહેવું પડ્યું હતું, જે વખતે આચાર્ય મહારાજે કુમારપાળનું જીવન બચાવ્યું હતું. સિદ્ધરાજના અવસાન બાદ કુમારપાળ મહારાજા ગાદીપતિ થયા. પૂર્વભ કરેલ ધર્મારાધનથી પ્રગટ થયેલ પુણ્યબળ, પુરુષાર્થ અને મહાન પુરુષોના ઉપદેશ–પરિચય વગર આદર્શ પણું પ્રાપ્ત થતું નથી. મહારાજા કુમારપાળે પૂર્વભવે કરેલી આરાધનાના ફળરૂપે કુમારપાળ રાજવી થયા. અને રાજા તરીકેનો પુરુષાર્થ પણ તેમનામાં હતો. અને કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યના પરિચય-ઉપદેશ અને ગુરુભકિત વડે તેઓ એક આદર્શ નૃપતિ થયા હતા, કે જે પછી કોઈ તેવો રાજવી અત્યાર સુધી થયેલ નથી. કુમારપાળ મહારાજા ગાદીપતિ થયા તે વખતે પાટણ ભારતના સર્વોત્કૃષ્ટ નગરમાંનું એક હતું. વ્યાપાર, કલાકૌશલ્ય વગેરેમાં તે ઘણું જ આગળ વધીને સમૃદ્ધિના શિખર ઉપર પહોંચ્યું હતું. કહેવાય છે કે પાટણમાં તે વખતે ૧૮૦૦ કરોડપતિ હતા. રાજ્યવિસ્તાર–ગાદીએ બેઠા પછી કુમારપાળ રાજાએ રાજ્યનો વિસ્તાર વધાર્યો હતો. તેને વિસ્તાર ઉત્તર દિશામાં તુર્કસ્તાન, પૂર્વમાં ગંગા નદી, દક્ષિણમાં વિંધ્યાચલ અને પશ્ચિમમાં સમુદ્રપત સિંધદેશ અને પંજાબના કેટલાક ભાગ સુધી હતા. ઉપર પ્રમાણે રાજ્યની વૃદ્ધિ કર્યા પછી દરેક કાર્યો માટે રાજાએ સમય નિયત કર્યો હતો. કુમારપાળ રાજાની કાર્યવાહી–પ્રથમ વિભાગમાં ખર્ચ લાયક ધનને વિચાર, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263