________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૬] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું તેણે તે અનર્થજનક કાર્યને રોકી દીધું. છતાંય એનું એ જુલ્મી વર્તન એને નુકશાનકારક નિવડયું.' એના જુલ્મમાંથી શત્રુંજય અને તારંગા વગેરે સ્થાનોના કુમારવિહારે બચી ગયા છે.
ગુર્જરેશ્વર કુમારપાળ વિ. સં. ૧૨૧૬માં પરમહંત બન્યો ત્યારથી તે નિરન્તરસવારે-નમસ્કારમંત્રનું સ્મરણ, જિનેન્દ્રવંદન, ચૈત્યવંદન, અષ્ટપ્રકારી જિનપૂજા, ચંદન કપૂર અને સ્વર્ણકમળોથી ગુરુપૂજા, પ્રત્યાખ્યાન, વ્યાખ્યાનશ્રવણ, ઘર દેરાસરમાં ભેજન ધર્યા પછી ભોજન કરવું, આઠમ ચૌદશે એકાસણું, બેરે વિદ્દગોછી, રાજકાર્ય, સાંજેભજન, દહેરાસરમાં આંગી, આરતી, મંગળદી, જિનેન્દ્રનાં ગુણગાન, રાત્રે મહાપુરુષોનાં જીવનની વિચારણું અને નિદ્રા-આ પ્રમાણે સાધારણ દૈનિક કાર્યક્રમને પાળતો હતો.
એકંદરે ગુર્જરેશ્વર કુમારપાળ તે વડનગર અને શ્રીધરની પ્રશસ્તિ વગેરેના આધારે વસુધાને ઉદ્ધારક, હરિ જે પ્રભાવક, નયમાર્ગપ્રવર્તક, લેકય રક્ષાક્ષમ વિક્રમ અને લેકપ્રિય ગુણવાળો મહારાજા છે એટલે કે એક આદર્શ રાજા છે. તેમજ શતાથ આ. શ્રી સોમપ્રભસૂરિના કથન પ્રમાણે
सत्त्वानुकंपा न महीभूजां स्यादित्येष क्लप्तो वितथप्रवादः । जिनेन्द्रधर्म प्रतिपद्य येन, श्लाघ्यः स केषां न कुमारपालः ॥
-( કુમારપાલ પ્રતિબોધ પૃ. ૪૭૫) એટલે કે કુમારપાળ એ સાચો અહિંસક અને પરમ જૈન રાજા હતો.
કુમારપાળના મહામા-મંત્રીઓ ઉદાયન (ખંભાતને સ ), આલિગ, બારડ, પૃથ્વીપાલ, કુમારસિંહ, કપર્દી, સજન, આંબડ અને આભડ એ દરેક જૈન હતા.
-(વાકય કાવ્ય બને, કુમારપાલપ્રતિબંધ, પ્રબંધચિંતામણિ, મહરાજપરાજય નાટક, કુમારપાલચરિત્ર, શિલાલેખે, ગુજરાતને પ્રાચીન ઈતિહાસ, “પરમહંત મહારાજા શ્રી કુમારપાળ” લેખ જૈન સત્ય પ્રકાશ ક્રમાંક ૪૫, ભારતીય વિદ્યા ૨-૧). - પ્રાતે–વીર નિ. સં. ૧૭૦૦ પછી જેન રાજાઓ નહીંવત થયા છે, જેને પરિચય અવસરે રજુ કરવામાં આવશે.
૧૬ અજયપાલે ગાદી પર બેસતાં જ જૈન લોકાપર જુલમ કરવા માંડયો, કુમારપાલે બંધાવેલાં જૈન રવોતેને તોડી નાખવા માંડયાં. જૈન ગ્રંથકાર તેને ભ્રષ્ટબુદ્ધિને પિતૃઘાતક અને નાસ્તિક તરીકે વર્ણવે છે. અજયપાલે કર ઉન્મત્ત અને દેશીલી ચાલ ચલાવી છે, એમાં કંઈ શક નથી. કુમારપાલ રાજાના માનીતા મંત્રી પદને ધગધગતી તેલની કડાઈમાં તળી નાખ્યા. આ રામચંદ્રસૂરિને તપાવેલી તાબાની પાટ ઉપર સુવરાવી મારવાને હુકમ કર્યો. અને મંત્રી આંબડને મારી નાખ્યો. વગેરે. આ જુલ્મી રાજાનું રાજ્ય ઘણું વર્ષ ટકી શકયું નહીં. તેણે ત્રણ વર્ષ રાજ્ય કર્યા પછી વિજયદેવ નામના તેના દ્વારપાળે તેના પેટમાં કટાર મારીને તેને પ્રાણ લીધે
-( રાવ બ૦ ગોર હાઇ દેશાઈકૃત ગુજરાતને પ્રાચીન ઈતિહાસ, પૂ૦ ૨૦૩-૨૦૪)
For Private And Personal Use Only