________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિત્સવી અંક | જૈન ગૃહસ્થની સાહિત્યસેવા
[ ૧૭ ] ધનદેવના પુત્ર હતા. એમણે વૈરાગ્યશતક રચેલ છે, જે કાવ્યમાલા સપ્તમ ગુચ્છક (નિ. સા) માં પ્રગટ થયું છે. વિશેષ માટે જુઓ ૫. લાલચંદ ભ. ગાંધીને ટૂંકે લેખ નામે “કવિ પદ્માનંદ” જૈન ૭-૮ સન ૧૯૨૭ પૃ. ૫૫૫.
૪ વાગભટ–એનું બીજું નામ બાહડ હતું. અને એના પિતાનું તેમ હતું. તેના પિતાના જ શબ્દો આ પ્રમાણે છે
बंभंडसुत्तिसंपुडमुत्तिअमणिणो पहासमूह व्य । सिरिबाहडत्ति तणओ आसि बुहो तस्त सोमस्ल ॥
એમણે પાંચ પરિચ્છેદમાં જયસિંહના રાજ્યમાં છવાગભટાલંકાર ર. કઈ ઉદયન મંત્રીના પુત્ર વા_ભટ (બાહેડ)ને આ ગ્રંથના રચયિતા માને છે. વળી નેમિકુમારના પુત્ર વાગભટ છે, જેણે કાવ્યાનુશાસન રચ્યું છે. તેમાં ઉક્ત વાગભટાલંકારનો પણ ઉલ્લેખ કર્યો છે. તે ઉપરાંત નેમિનિર્વાણુના કર્તા પણ વાગભટ છે.
૫ શ્રીપાળ–આ કવિ સિદ્ધરાજ જયસિંહની પ્રતિભાશાલી પરિષદના પ્રમુખ સભ્યસભાપતિ હતો. તે જાતે જેન પોરવાડ વૈશ્ય હતો. અને સિદ્ધરાજનો બાલમિત્ર–પ્રતિપન્ન બંધુ હતા. તેને કવિરાજ યા કવિચક્રવર્તિ એ નામનું બિરુદ તેની લેકોત્તર કવિત્વશક્તિથી પ્રસન્ન થઈ નૃપતિએ આપ્યું હતું. બડÉગચ્છના સર્વદેવસૂરિ-યશોભદ્ર-મુનિચંદ્રસૂરિ–અજિતદેવસૂરિના શિષ્ય હેમચંદ્રસૂરિએ નાબેયનેમિદ્વિસંધાન નામનું કાવ્ય રચ્યું (પાટણમાં કાં. વડે. નં. ૧૪૧) તેનું તથા શ્રીહેમચંદ્રાચાર્યના વાશ્રયનું સંશોધન કવિચક્રવર્તિ શ્રીપાલે કર્યું હતું.
આ કવિ નેત્રહીન હવાની એક કિવદંતી એ છે કે–ભાગવત સંપ્રદાયના કોઈ દેવબોધિ નામના વિદ્વાન પાટણમાં આવતાં તેની પાસે શ્રીપાળ સાથે સિદ્ધરાજ ગયો હતો. અને શ્રીપાળની ચક્ષુહીનતાની મશ્કરી કરતાં શ્રીપાળે પિતાની વિદ્વત્તાથી તેને ગર્વ ઉતાર્યો હતે.
આ શ્રીપાળે સિદ્ધરાજ સહસ્ત્રલિંગ સરોવરની, નેમિરાજ સરેવરની તથા માળની પ્રશસ્તિ સારી કરી હતી અને કુમારપાળના રાજ્યમાં આવેલ આનંદપુર (વડનગર)ના વક
૬ જિનવલ્લભગુરુના શાંત ઉપદેશથી એમણે નાગોરામાં શ્રી નેમિનાથનું મંદિર કરાવ્યું હતું.
૭ આ ગ્રંથ ઉપર જિનવર્ધસૂરિકૃત, ક્ષેમહંસગણિકૃત, અનંતભઠ્ઠસુતકૃત, રાજહંસઉપાધ્યાયકૃત અને સિંહદેવગણિકત એમ ૫ ટીકા પ્રાચીન ભંડારોમાં ઉપલબ્ધ થાય છે. તેમાં સિંહદેવગણિકૃત સુંદર ટીકા લગભગ ૧૫ વર્ષ ઉપર નિર્ણયસાગર પ્રેસ (મુંબઈ) દ્વારા પ્રકાશિત થયેલ છે. વાગભટે એક ક્રોડ ૬૦ લાખ ખર્ચે સ્વજનના વચનથી સં.૧૧૧૨ માં સિદ્ધાચલ ઉપર જિનભવન બંધાવ્યું. તથા દેવસૂરિના ઉપદેશથી વીરચૈત્ય એક વર્ષમાં તૈયાર કરાવ્યું.
૮ એના સમકાલીન શ્રીસોમપ્રભાચાયે એના પુત્ર સિદ્ધપાલની વસતિમાં રચેલા કુમારપાળ પ્રતિબંધની પ્રશસ્તિમાં જણુવ્યું છે કે –
प्राग्वाटान्वयसागरेन्दुरसमप्रज्ञः कृतज्ञः क्षमी, वाग्मी सूक्तिसुधानिधानमजनि श्रीपालनामा पुनान् । यंलोकोतरकाव्यरंजितपतिः साहित्यविद्यारतिः श्रीसिद्धाधिपतिः कविन्द्र इति च भ्रातेति च व्याहरतु ॥ ५. एकाहनिष्पन्नमहाप्रबन्धः श्रीसिद्धराजप्रतिपन्नबंधुः । श्रीपालनामा कविचक्रवर्ती सुधीरभु शोधितवान् प्रबंधम् ॥
--હેમચંદ્રકૃત નાબેયનેમિકાવ્ય (ક. વડે. નં. ૧૧૧)
For Private And Personal Use Only