________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૬૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું कौमार एव क्षतमारवीर्यश्चेष्टां चिकीर्षन्निव रिष्टनेमेः। यः सर्वसावधनिवृत्तिगुर्वी सत्यप्रतिज्ञां विदधे प्रतिज्ञाम् ॥ ५॥ अभ्यस्यता धर्ममकारि येन जीवाभिघातः कलयापि नैव । चित्रं चतुःसागरचक्रकाञ्चिस्तथापि भूापि गुणस्वनेन ॥६॥ एतां यथामति विमृश्य निजानुजस्य तस्योज्ज्वलां कृतिमलंकृतवान् स्ववृत्त्या ।
अभ्यर्थितो विदधता त्रिदिवप्रयाणं तेनैव सांप्रतकविर्धनपालनामा ॥ ७॥ भाते कृतिरियं तस्यैव ज्येष्ठभ्रातुः पंडितधनपालस्य ।
તે ઉપરાંત પ્રા. ૨૦ ગાથામાં શ્રાવવિધિ (પાટણ સૂચિ નં. ૨૬), તથા પ્રાકૃતમાં ૫૦ ગાથામાં ત્રાષભદેવપ્રભુની સ્તુતિ રચી કે જે ૩ષભ પંચાશિકાના નામે ઓળખાય છે. વળી વિધાલંકારવાળી શ્રી મહાવીરસ્તુતિ, અને સત્યપુરીય શ્રી મહાવીરઉત્સાહ નામનું
સ્તુતિકાવ્ય તત્કાલીન અપભ્રંશ ભાષામાં રચેલ છે, જે કેટલીક ઐતિહાસિક હકીકત રજુ કરે છે. અર્થ સંસ્કૃત-પ્રાકૃતમય સ્તોત્ર અમદીય જૈન સ્તોત્રસદેહમાં મુદ્રિત છે.
ધનપાળ માટે અન્ય કવિઓ આ પ્રમાણે માનપૂર્વક ઉલ્લેખ કરે છે– चैत्रवद् धनपालो न कस्य राजप्रियः प्रियः। સામur Wત્ = તિજામંs મુનિરત્નકૃત અમચરિત્ર घचनं धनपालस्य चन्दनं मलयस्य च । सरसं हृदि विनस्य कोऽभून्नाम न निवृतः ॥ प्रबंधचिंतामणि
૨ શિવનાગ–આ ભિન્નમાળ (શ્રીમાળ)ના વતની કોઠાધિપતિ શેઠ હતા. અને ત્યાંની પરમાર રાજા દેવરાજાના માનીતા હતા. એમને ધરણેકનું વરદાન હતું કે જેથી તેમનો હાથ અડતાં જ ગમે તેવા કાળા નાગનું ઝેર ઊતરી જતું. તેઓ હંમેશાં ધરણંદ્રની સ્તુતિ કરતા અને તે માટે એક સ્તવન બનાવેલ છે. જે “ધરણરગેંદ્ર' નામથી પ્રસિદ્ધ છે. એ ટીકાયુક્ત મુદ્રિત થયેલ છે. (જુઓ જૈનસ્તોત્રદોહ ભા. ૨ યાને મંત્રાધિરાજચિંતામણિ પૃ. ૭૦ )
એમને પૂર્ણલતા નામની સુશીલા સ્ત્રી હતી. એમના પુત્ર વીર તે પવીરાચાર્ય નામે ઓળખાય છે. તેઓ વિદ્યાસંપન્ન મહાપ્રભાવક હતા. ચામુંડરાય તેમને ભક્ત થયો હતો. શ્રી વીરસૂરિનો જન્મ વિ. સં. ૯૩૮ માં થયો હતો. દીક્ષા સં. ૯૮૦ માં અને સ્વર્ગવાસ સં. ૯૯૧માં થયો હતો એવું પ્રભાવક ચરિત્રમાં જણાવેલ છે. પરંતુ મુનિશ્રી કલ્યાવિજયજીએ કરેલા સંશોધન મુજબ એ સમય વિક્રમની અગ્યારમી સદીના પૂર્વાર્ધ ભાગ હોવો જોઈએ. વિશેષ માટે જુઓ પ્રભાવકચરિત્ર ભાષાંતર પ્રસ્તાવના.
૩ પદ્માનંદ–એ શ્રીજિનવલ્લભસૂરિના ભક્ત અને નાગપુર (નાગોર)ના વતની
૩ આ સ્તુતિ અનેક સ્થળે મુદ્રિત થયેલ છે. તેના ઉપર પાદલિપ્તાચાર્યકૃત તરંગલેલાના સંક્ષેપ કરનાર હારિજગ૭ના વીરભદ્રના શિષ્ય નેમિચંદ્ર ટીકા રચી છે. (કાં. વડો)
૪ આ બન્ને સ્તોત્ર જૈન સાહિત્ય સંશોધક ખંડ ૩, અંક ૩ માં પૃ. ૨૯૫ અને ૨૪૧ પર વિવેચન સહિત પ્રસિદ્ધ થયેલ છે. વ. નં. ૧૮૨૨ માં સં. વીરસ્તવસાવચૂરિ નોંધેલ છે.
૫ એમની પાસે સુભદ્ર નામના પરમાર વંશના રાજકુમારે દીક્ષા લીધી હતી. જેમનું નામ ભદ્રમુનિ હતું. ચોગ્ય શિક્ષણ આપી તેને આચાર્યપદ આપી ચંદ્રસૂરિ નામ રાખવામાં આવ્યું.
For Private And Personal Use Only