________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૬૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમુ
ખીજામાં પ્રજાની રક્ષાના ઉપાયના વિચાર, ત્રીમાં દેવભક્તિ અને ચેાથા વિભાગમાં ખજાનાના હિસાબ લેવા, પછી બહાર ફરવા જવાને, પછી હાથી, ઘેાડા વગેરે રાજ્યની રિયાસતની રક્ષા કરવા માટેને, પછી બીજા રાજાઓને તાબે કરવાને, નવી સેના તૈયાર કરવા અનુકૂળ ઉપાયા શેાધવા વગેરે તેમની કાર્યાવાહી હતી.
આ બધું જાણીને કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન બહુ જ ખુશી થયા અને હવે શાસનેાહારની પેાતાની પ્રતિજ્ઞા પૂર્ણ થવાને સમય નજીક આવ્યા જાણી પાટણ નગરમાં પધાર્યા.
ગુરુદેવના ઉપદેશની અસર કેટલાક સમય બાદ જ્યારે કુમારપાળ મહારાજને યથા ધર્મનું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા થઈ, ત્યારે આચાર્ય મહારાજે સત્ય ધનું સ્વરૂપ સમજાવતાં, પ્રથમ જીવદયાનું સ્વરૂપ અને અભયદાન ઉપર શાસ્ત્રીય દૃષ્ટાંતે આપવાથી, કુમારપાળ રાજ્વીએ માંસ નહિ ખાવાને, શિકાર નહિ કરવાના અને જીવદયા પાળવાને નિયમ કરતાં પેાતાના આખા રાજ્યમાં અમારી ધેાષણાને પડહ વગાડાવ્યા. ત્યારપછી ગુરૂ મહારાજે ધ્રુત વગેરે સાત વ્યસનને ઉપદેશ આપતાં તે પણ બંધ કરાવ્યાં. અને પરદારાગમનના ઉપદેશથી રાજાએ પરદારાગમનના નિયમ કર્યાં. ત્યારબાદ ગુરુમહારાજે દેવપૂજાને અધિકાર, સનનું સ્વરૂપ, દેવગુરુપૂજા-ઉપાસનાના ઉપદેશ આપતાં કુમારપાળે ત્રિભુવનવિહાર જિનમંદિર બંધાવી શ્રી નેમિનાથ ભગવાનને પ્રતિષ્ઠિત કર્યાં. ધર્મના ચાર પ્રકારદાન, શિયળ, તપ અને ભાવનું સ્વરૂપ જણાવતાં કુમારપાળ મહારાજે બાર તેા ગ્રહણ કર્યાં અને પરમ જૈન બન્યા.
રાત્રિના પણ કુમારપાળ મહારાજા પ્રામાણિક પુરુષ! સાથે વાતચીત કરવી, શાસ્ત્રનું સ્મરણ કરવું, સંગીત સાંભળવું, ધ્યાન કરવું, દેવને નમસ્કાર કરવા, મત્રાપ કરવા વગેરે નિયત સમયે કરતા. કાઈ કાઈ દિવસ રાત્રિના નગરચર્ચા જોવા પણ જતાં. એક વખત રાત્રિના નગરમાં ફરવા જતાં, ાઈ અપુત્ર મનુષ્યના મૃત્યુ બાદ તેની સપત્તિ રાજ્ય લેવું તે દારુણ નિયમ છે અને પ્રજા તેથી બહુ પીડાય છે તેને અનુભવ થતાં, સવારે તેનું ધન રાજ્યે નહિ લેવું તે પેાતાના રાજ્યમાં નિયમ કર્યાં; એટલે કે પ્રજાના કાઇ પણ દુઃખા જાણી તેને દૂર કરવાના પ્રયાસ પણ તરત કરતા,
પરિગ્રહ અને રાજ્યરિયાસતનું પરિમાણ—કુમારપાળ રાજાએ આચાર્યં ભગવાનના ઉપદેશથી ખાર ત્રતા ગ્રહણ કર્યાં પછી રાજાએ પરિગ્રહપરિમાણ હર્યું હતું. ૬ કરોડ સેાનૈયા, ૯ કરોડ રૂપિયા, ૧૦૦૦ રત્ન, ૫૦૦ મહેલા--મકાન, ૫૦૦ વખારા, ૮૦૦૦૦ ગાયા, ૫૦૦ ગાડાંઓ–એટલા સામાન્ય પરિગ્રહ સાથે સૈન્યમાં ૧૧૦૦ હાથી, ૫૦૦૦૦ૢ રથ, ૧૧૦૦૦૦૦ ઘેાડા, ૧૮૦૦૦૦૦ પાયદળ એટલાથી વધારે રાખવાના નિયમ લીધેા હતેા.
કુમારપાળ મહારાજે કરેલી દેવગુરુભક્તિ અને શાસનપ્રભાવના કુમારપાળ મહારાજે ૧૪૦૦ જિનમંદિરે બધાવ્યાં. અઢાર દેશામાં જીવદયા પળાવી. ૧૬૦૦ જિનમદિરના જીર્ણોદ્ધાર કરાવ્યા. ૧૪૪૪ નવાં જિનચૈત્યેા પર કળશ ચડાવ્યા. ૯૮ લાખ રૂપિયાના ચિત દાનમાં વ્યય કર્યાં. છ વખત તીર્થયાત્રા કરી. ૨૧ જ્ઞાનભડાર સ્થપાવ્યાં. છર લાખ અપુત્રીયાનું ધન છોડી દીધું. ૭૨ લાખ રૂપિયા શ્રાવકાના કર માફ કર્યાં. શ્રાવકાને સહાયતા માટે એક કરોડ રૂપિયા પ્રતિવષ આપ્યા.
કુમારપાળ રાજાનુ દિનકૃત્ય અને ધાર્મિક ભાવના—એ પ્રમાણે શ્રી હેમચંદ્ર મહારાજની દેશના સાંભળતાં કુમારપાળ ભૂપાલ સમસ્ત તત્ત્વને જાણીને જિનધર્મમાં પરાયણ
For Private And Personal Use Only