________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દોસવી અંક] જેન રાજાઓ
[૧૫૧ ] ચંદ્રગુપ્તના વંશમાં ઉત્પન્ન થએલ પ્રતિહાર વંશીય યશોવર્માનો પુત્ર આમ એ જેનધમાં રાજા છે. તેનાં ૧ નાગભટ બી, ૨ નાગલેક અને ૩ આમ એમ ત્રણ નામો છે.
રાજા યશોવર્માએ બીજી રાણુની ખટપટથી આમની સગર્ભા માતાને ત્યાંથી કાઢી મૂકી, એટલે રાણીએ રામસૈન્યમાં આવી આમને જન્મ આપ્યો અને મેઢગચ્છના આ૦ સિદ્ધસેનના ઉપદેશથી રામસૈન્યના જૈનમંદિરમાં રહી એ બાલકને મોટો કર્યો. ક્રમે બીજી રાણું મરી જતાં યશોવર્માએ આમને તથા તેની માતાને બોલાવી લીધા અને આમને યુવરાજપદ આપ્યું. વળી એક દિવસે આમ પિતાથી રીસાઈ નીકળી ગયો અને આ સિદ્ધસેનના શરણમાં જઈ પહોંચ્યા. ત્યાં તેને તેઓના શિષ્ય આ૦ બપભટિ સાથે ગાઢ પ્રેમ બંધાય. યશોવર્માએ પણ આમને બોલાવી કનેજમાં ગાદીએ બેસાડ્યો.
આમ રાજા થયા પછી બપટ્ટિજીને કનોજમાં લઈ આવ્યો અને ધર્મપ્રેમી બન્યો. તેણે સૌથી પહેલાં બપ્પભટ્ટજીને સૂરિપદ (વિ. સં. ૮૧૧ માં) અપાવ્યું અને પછી તેઓના ઉપદેશથી આમરાજાએ અનેક ધર્મ કાર્યો કર્યો, તે આ પ્રમાણે-કનોજમાં ૧૦૦ હાથ ઊંચે જેને આમવિહાર બનાવ્યું અને તેમાં ૯ રતલપ્રમાણુ શુદ્ધ સોનાથી બનાવેલ ભ. મહાવીરની પ્રતિમાની આ૦ બપભદિસરિના હાથે પ્રતિષ્ઠા કરી. (વિ. સં. ૮૨૬ આશરે) ગોપગિરિમાં મંદિર કરાવી તેમાં ૨૩ હાથ માપવાળી ભ૦ મહાવીરસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી; આ મન્દિરને રંગમંડપ તૈયાર કરવામાં સવાલાખ સોનામહોરોને ખર્ચ થયો હતે. ગૌડદેશના લક્ષણાવતી નગરીના રાજા ધર્મ સાથે વૈર હતું તે હટાવી મૈત્રી કરી અને આ ઘટનામાં ધર્મરાજા પણ આ૦ બપભદિસૂરિના ઉપદેશથી જેન બન્યો.
આ બપ્પભષ્ટિએ વાદિ વર્ધનકુંજરને છે અને જેને બનાવ્યો. આથી આમરાજાએ તેઓને વાદિકુંજરકેસરીનું બિરુદ આપ્યું.
આ બપ્પભદિસૂરિના ઉપદેશથી મથુરાને ગૌડબંધ અને મદ્રમહિવિજય જેવા ગ્રંથને રચયિતા પરમાર વંશને વિદ્વાન વાક્પતિરાજ શૈવયેગી જૈનમુનિ બન્યો. આમ ઉપર આની અસર પડી તેથી આમ રાજા પણ વિશેષ જૈનધર્મને પ્રેમી બન્યો.
કાજ, મથુરા, અણહિલપુર પાટણ, સનારક અને મઢેરામાં જિનાલયો બનાવ્યાં. શત્રુંજય અને રૈવતાચલ તીર્થોની યાત્રા કરી. રૈવતાચલની યાત્રામાં દિગમ્બરેએ ઝઘડે ઉઠાવ્યો, જેમાં આ બમ્પટ્ટિસૂરિજીએ તે ઝઘડે શમાવ્યો, અને તીર્થ વેતામ્બરેને આધીન કર્યું.
આ રાજાએ આ૦ શ્રી વિમલચંદ્રસૂરિનાં દર્શન-વંદન કર્યા હતાં.
આ રીતે આમરાજાએ જૈનધર્મની અનેક રીતે પ્રભાવના કરી. આમરાજા વિ. સં. ૮૯૦ ભા. શુ. ૫ શુક્રવારે સ્વર્ગ ગયો. અને આ બપ્પભથ્રિસુરિ જે વિ. સં. ૮૦૦ માં ભા. ૩ રવિવારે જન્મ્યા હતા, તે વિ. સં. ૮૯૫ ને ભા. શુ. ૮ ને દિને સ્વર્ગે પધાર્યા.
આમરાજાને એક વૈશ્ય રાણી હતી જેના વંશજે દેશના નામથી જાહેર થયા છે. તેઓ જૈનધર્મી હતા–છે, શત્રુંજયતીથને ઉદ્ધારક પ્રસિદ્ધ કર્માશાહ એ જ વંશનું રત્ન છે.
–(પ્રભાવક ચરિત્ર, જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ પરા ૨૪૨, ગુર્વાવલી લે. ૪૪)
ઉદ્યતન (વીરનિ. સં. ૧૩૦૫)-હુણવંશીય રાજા તરમાણના ગુરુ આ૦ હરિગુતસૂરિની પધરપરંપરા આ પ્રમાણે છે–ગુપ્તવંશીય આ૦ હરિગુપ્તરિ, મહાકવિ આ દેવગુપ્તરિ, શિવચન્દ્રગણિ, યક્ષદત્તગણિ, વડેસરે ખમાસમણું, તત્ત્વાચાર્ય અને ઉદ્યોતનસરિ.
For Private And Personal Use Only