________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧પ૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ સાતમું લગભગ ૧૨ માઈલ દૂર પર હસેટ ગામડું છે તે જ આ હપુર છે. આ હપુરની સ્થાપના પરથી એમ લાગે છે કે તે વખતે સપાદલક્ષદેશ મેવાડના રાણાને આધીન હતા. બીજી તરફથી એ પણ પ્રમાણ મળે છે કે–અલનો પુત્ર ભુવનપાલ આ૦ શ્રી વર્ધમાનસૂરિના સમયમાં ( વિક્રમની ૧૧ સદીના પૂર્વાર્ધમાં ) સપાદલક્ષને કુર્યપુર (કચેરી)નો રાજા હતા. વાસ્તવમાં આ અલટ અને અલ એક હોય તે આ ઉપરથી રાજા અલ્લટની રાજસીમાને કંઈક ખ્યાલ બાંધી શકાય તેમ છે.
અલ્લટની રાણીને રેવતીને રેગ હતું, જે આ. બલિભદ્રસૂરિએ ટાળે હતો.
આ રાજાના સમયમાં ચિત્તોડના કિલ્લામાં એક મહાન જૈન સ્તંભ બનેલ છે જે વેતામ્બર દિગમ્બરના વાદમાં વેતામ્બરાના વિજયનું પ્રતીક હોય એવો શોભે છે. તેની સાથે જ ભ૦ મહાવીરસ્વામીનું વેતામ્બર જૈનમન્દિર છે, જેનો જીર્ણોદ્ધાર સંધપતિ ગુણરાજે મોકલરાણાના આદેશથી સં. ૧૪૮૫માં કરાવી તેમાં આ. શ્રી સોમસુંદરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. આ સ્તંભ અત્યારે કીર્તિસ્તંભ તરીકે પ્રખ્યાત છે; આજે આ મન્દિર પણ છર્ણ દશામાં ઊભું છે. આ કીર્તિસ્તંભનું ચિત્ર આ અંકમાં આપ્યું છે.]
-(પ્રભાવક ચરિત્ર, પ્રપ્રશસ્તિ, મો. દ. દેસાઈકૃત જૈન સા. સં. ઈતિહાસ ફળ ૨૬૩, ટી. ૧૯૮, પ્ર૦ ર૦ એ જર્નલ પુ. ૨૩ નં ૬૩ પૃ૦ ૪૨ થી ૬૦ )
સમુદ્ર-ચિત્તોડની ગાદી પર મહારાણુ બાપ્પારાવલના વંશમાં રાણું ખુમાણ નામે શરવીર રાજા થએલ છે. ટોડ સાહેબ કહે છે કે-આ રાજાએ બ્રાહ્મણોની સલાહથી પિતાને નાના પુત્રને રાજ્ય આપ્યું. પછી એ ઠીક ન લાગવાથી તેણે રાજ્યની લગામ પિતાના હાથમાં લઈ એ સલાહ આપનાર બ્રાહ્મણોનો નાશ કરાવ્યો. ઘણું બ્રાહ્મણોને પોતાના દેશમાંથી કાઢી મુકાવ્યા. તેને બ્રાહ્મણો ઉપર તિરસ્કાર હતો. થોડા વખતમાં મંગલ નામના રાજકુમારે રાણુ ખુમાણને મારી ચિત્તોડની ગાદી પિતાને હાથ કરી. ચિત્તોડના સામંતોએ એ પિતઘાતક મંગલને પણ દેશમાંથી હાંકી કાઢ્યો. અને ચિત્તોડના સિંહાસન પર ભતૃભાટ બેઠે” વગેરે વગેરે. આ લખાણ પરથી નક્કી થાય છે કે-ખુમાણ રાજા અને તેના સામંતો બ્રાહ્મણોના અને બ્રાહ્મણોને પક્ષકારોના વિરોધી હતા. એટલે કે શૈવધર્મ ન હતા.
ખુમાણના વંશના ગહિલ જેધમાં હતા. અને જૈન મુનિ પણ બનતા હતા. ઇતિહાસ કહે છે કે પ્રસિદ્ધ જૈનાચાર્ય સમુદ્રસૂરિ કે જે ન્યાયના પ્રખર પંડિત હતા અને જેણે દિગબરેને વાદમાં છતી નાગદાતીર્થ અવેતામ્બરેને આધીન બનાવ્યું હતું તે માણ રાજવંશમાં ઉત્પન્ન થયેલ છે. સંભવ છે કે તે સમયને ચિત્તોડનો રાણો પણ આ૦ શ્રી સમુદ્રસૂરિના પ્રભાવે જૈનધર્મી હશે.
–(ટોડરાજસ્થાન અ૦ ૩, ગુર્નાવલી ૦ ૩૮, તપગચ્છપદાવલી ગા૦ ૮ટીકા પૂપ૦)
મંડલાધીશ અગિ –ચયિગ તે જેન રાજા હતો. તેણે નાગેન્દ્રના આ૦ શ્રી વિરસૂરિ પાસે ઉપદેશ સાંભળી જૈનધર્મ સ્વીકાર્યો હતો અને જૈનમુનિપણું પણ સ્વીકાર્યું હતું. આ૦ વીરસુરિના પટ્ટધર વર્ધમાનસૂરિ પણ પરમાર વંશના હતા.
-(આ૦ વર્ધમાનસૂરિકૃત શ્રી વાસુપૂજ્યચરિત્ર પ્રશસ્તિ ) રાજા આમ (આશરે વીર વિ. સં. ૧૩૦૦ થી ૧૩૬૦)-કનોજના રાજા મૌય
For Private And Personal Use Only