________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
વર્ષ સાતમું આ મલવાદસૂરિજીએ જે યુક્તિથી બૌદ્ધોને હરાવ્યા હતા, તે જ યુક્તિથી સ્થાને સ્થાને હાર પામતાં બૌદ્ધોને હિન્દ બહાર જવાની ફરજ પડી છે અને ત્યારથી હિન્દમાંથી બાદ્ધધર્મને નાશ થયો છે.
આવી જ રીતે શત્રુંજય તીર્થ પરધર્મીના હાથમાં ગયું હતું તે પુનઃ જૈનતીર્થ બનેલ છે.
આચાર્ય ધનેશ્વરસૂરિજી પણ રાજા શિલાદિત્યના ધર્મગુરુ હતા. તેઓએ શિલાદિત્યની સભામાં “શત્રુંજયમાહાસ્યની રચના કરી છે.
ટોડસાહેબ લખે છે કે-ઈસ્વીસનની છઠ્ઠી શતાબ્દિના પ્રારંભમાં જે વખતે વિદેશીઓએ વલભીપુરને નાશ કર્યો તે વખતે ત્યાં જૈનધર્મને પ્રચાર હતા અને આજે ઓગણીસમી શતાબ્દિના પાછલા ભાગમાં ત્યાં તે પ્રાચીન જૈનધર્મ તે જ પ્રકારે ચાલતા જણાય છે.
-( પ્રભાવક ચરિત્ર, પ્રબન્ધચિંતામણિ, શત્રુંજયમાહાતમ્ય, ટોડરાજસ્થાન અ. ૧)
વનરાજ ચાવડો (વીરનિ. સં. ૧૨૭૨ થી ૧૩૩૧)-વનરાજ ચાવડાએ અણહિલપુર પાટણ વસાવી વિ. સં. ૮૦૨ ના વૈ. શુ. ૨ સોમવારે ગુજરાતના રાજ્યની સ્થાપના કરી. વનરાજ શિશુવયમાં જ પંચાસરમાં આ. શ્રી શીલગુણસૂરિ, આ. શ્રી દેવચંદ્રસુરિ અને સાધ્વી વીરમતી ગણિનીના ચરણમાં આવ્યો હતો અને ત્યાં જ મેટો થયો હતો. વનરાજની માતા રૂપસુંદરી જૈનધર્મ પાળતી હતી. તેને પંચાસરાપાર્શ્વનાથ ઉપર બહુ જ ભક્તિ હતી. એટલે વનરાજે પાટણમાં માટે વનરાજવિહાર બનાવી તેમાં આ. શ્રી દેવચંદ્રસૂરિના વાસક્ષેપ પૂર્વક પંચાસરાપાર્શ્વનાથની સ્થાપના કરી અને તે જ મંદિરમાં પિતાની આરાધક ભાવવાલી આકૃતિ બનાવી સ્થાપિત કરી. વનરાજે ઉક્ત આચાર્યોને બહુ જ આદર સહિત પાટણમાં લાવીને ગુરુ તરીકે સન્માન્યા, અને રાજા તથા સંધે તેને બહુ માન માટે એવી વ્યવસ્થા કરી કે-સંપ્રદાયની મર્યાદા કહાડી નાખવાથી લધુતા થવા પામી છે માટે ચૈત્યવાસી યતિઓને સમ્મત હોય તે જ યતિ-મુનિ પાટણમાં રહી શકે, બીજે યતિ અત્રે ન રહી શકે.
આ વ્યવસ્થાથી એ ફલિતાર્થ થાય છે કે–પાટણમાં આ. દેવચંદ્રસૂરિની ગાદી હતી અને તેમને અનુકુળ હોય તે જ જેન યતિ પાટણમાં આવી રહી શક્તા, તેમની સમ્મતિ મળે તેને માટે આવવા-રહેવાની અને ગમે તે સ્થાને ઊતરવાની છૂટ હતી. તેઓની સમ્મતિ, વિના કે તેઓની વિરુદ્ધમાં જઈને કોઈ જેન યતિ પાટણમાં આવી શકે નહીં.'
આ વ્યવસ્થા તે રાજાએ ઉપકારના બદલામાં પ્રવર્તાવેલ બહુમાન કે ગુરુદક્ષિણે જ છે. વંશપરંપરા સુધી પાળી શકાય તેવી આ વ્યવસ્થા છે જેમાં ફેરફાર કરી શકાય તેમ હોતું જ નથી. ખાસ પ્રસંગ આવે તો રાજા પણ તત્કાલીન આચાર્યને માત્ર વિનતિ કરે, પણ વ્યવસ્થામાં છુટછાટ મૂકવી એ તે આચાર્યને આધીન હોય છે. ..
પાટણમાં ઘણું વર્ષો સુધી આ વસ્થાનું નિયમિત રીતે પાલન થયું હતું. આવનાર યતિઓ ત્યાંની ઉક્ત ગાદીના આચાર્યની નિશ્રાએ આવી રહેતા હતા. પરંતુ ઈતિહાસમાં બે ઘટનાઓ એવી પણ મળે છે કે જેમાં તે ગાદીધર આચાર્યને છૂટછાટ પણ મૂકવી પડી હતી.
૫ અત્યારે પણ બીકાનેર-જયપુર વગેરે રાજયોમાં ખરતરગચ્છના શ્રીપૂજે માટે પરસ્પર આવી મર્યાદા વતે છે. ખરતરગચ્છની મેટી ગાદીના શ્રીપૂજ જિનચારિત્રસૂરિજી ડંકા નિશાન સાથે જયપ શહેરમાં આવી શકતા નથી. તેના બદલામાં નાની ગાદીના શ્રીપૂજ જિનધરણેન્દ્રસૂરિજી બીકાનેરમાં જઈ શક્તા નથી. એકબીજાની સમ્મતિ મેળવીને જઈ શકે છે. આમાં ફેરફાર થાય તો તેને માટે રાજ્ય તરફથી મનાઈ હુકમ મેળવી તેના પ્રવેશઉત્સવને રોકી દેવામાં આવે છે.
For Private And Personal Use Only