________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'[૧૩૮] શ્રી જેન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું મંત્રીને સાપ કરો. સૂરિજીએ તરત જ તેના ઝેરનું નિવારણ કર્યું. પાટણના શ્રાવક બાહડે સુરિજીના ઉપદેશથી જિનમંદિર બંધાવ્યું અને સૂરિજીએ તેમાં શ્રી વર્ધમાન પ્રભુની પ્રતિષ્ઠા કરી.
સૂરિજી મારવાડમાં નાગોર તરફ ઘણું વિચાર્યા છે. ત્યાં તેમણે ફલધી તીર્થની સ્થાપના કરી. ૧૨૦૪ માં તેની પ્રતિષ્ઠા કરી. તેમજ તેમના શિષ્ય શ્રીજિનચંદ્રસૂરિજીએ ગુરુવાસક્ષેપ લઈ ત્યાં જઈ ધ્વજા-કલશની પ્રતિષ્ઠા કરી હતી. આ ફ્લેધી તીર્થ આજે પણ વિદ્યમાન છે. (આ તીર્થ સંબંધી, વિવિધતીર્થકલ્પ, પૂરાતન પ્રબંધસંગ્રહ આદિ પ્રાચીન અર્વાચીન ગ્રંથોના આધારે વિગતવાર લખેલો ફલવર્ધિતીર્થ નામના મહારે લેખ જૈન સત્ય પ્રકાશમાં જુઓ.) આરાસણમાં મિજિનની પ્રતિષ્ઠા આ સૂરિજી મહારાજે કરી છે.
દિગંબર વાદી કુમુદચંદ્રને સિદ્ધરાજની સભામાં જીતી તેમણે વેતાંબર જૈનધર્મને વિજયડંકો વગડાવ્યો. હતો. આ વાદ ૧૧૮૧ ના વૈશાખી પૂર્ણિમાએ શરૂ થયો હતો. સૂરિજી જીત્યા જેથી રાજાએ પ્રસન્ન થઈ એક લાખ રૂપિયા આપવા માંડ્યા સૂરિજીએ તે ન લીધા. તેથી રાજાની આજ્ઞાથી મંત્રીઓએ તે દ્રવ્યથી ઋષભદેવચૈત્ય બનાવ્યું. તેની પ્રતિષ્ઠા ૧૧૮૩માં ચાર આચાર્યોના હાથથી થઈ.
તેમને શ્રીભદ્રેશ્વરસૂરિ, રત્નપ્રભસૂરિ, અને માણિજ્યસરિ નામના પ્રસિદ્ધ શિષ્યો થયા. સૂરિજીએ પ્રમાણનયતત્તાલોકાલંકાર અને તેના ઉપર રયાદ્વાદરત્નાકર નામને મહાન ગ્રંથ બનાવ્યો છે.
અંતે ૮૩ વર્ષનું આયુષ્ય ભોગવી શ્રી ભદ્રેશ્વરસૂરિને પોતાની પાટપર સ્થાપી, ૧૨૨૬ ના શ્રાવણ વદિ 9 ને ગુરુવારે આ સૂરિજી સ્વર્ગે સીધાવ્યા.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય—-તેઓ જૈન શાસનના એક મહાપ્રભાવક યુગપ્રધાન પુરુષ થયા છે, જેનાથી જેનધર્મની વિયપતાકા સમસ્ત ભારતમાં ગૌરવવન્તી બની હતી. તેમની વિદ્વત્તા, અનુપમ વાદશક્તિ, અપૂર્વ ચારિત્ર અને બુદ્ધિચાતુર્યથી આજ પણ જૈન જેનેતર વિદ્વાન મુગ્ધ છે. આ આચાર્ય સંબંધી પ્રાચીન તેમજ અર્વાચીન ગ્રંથમાં ઘણું લખાએલું છે. જેને સત્ય પ્રકાશના વર્ષ ના અંક ૯માં પણ આવી ગયું છે. ( અને આ દીપોત્સવી અંકમાં પણ એમના સંબંધી બે સ્વતંત્ર લેખો છપાયા છે. તંત્રી ) તેથી અહીં માત્ર નામ નિર્દેશ કરવો બસ છે.
શ્રીજિનવલભસૂરિજી-- તેઓને જન્મ કયાં અને કયારે થયો હતો, તે સંબંધી ઉલ્લેખ નથી મલતું. તેમણે દુર્ગવાસી-ચિત્યવાસી કુર્યપુરીગ જિનેશ્વરસૂરિજી પાસે દીક્ષા લીધી હતી. ત્યાં દશવૈકાલિક સૂત્રનું અધ્યયન કરતાં ચૈત્યવાસ પ્રત્યે અરુચિ થઈ તેથી નવાંગીવૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિજી પાસે શાસ્ત્રાભ્યાસ કરવા ગયા. તેમણે નવીન જિનમંદિરે બંધાવ્યાં તેનું નામ “વિધિચૈત્ય” આપ્યું. ત્યાં ચૈત્યવાસિઓની જેમ શાસ્ત્રવિરુદ્ધ અમુક અમુક કાર્યો નહિં થાય તેવા સ્લે કે મુકાવ્યા. મેદપાટાદિ દેશમાં, ચીત્તોડમાં ચૈત્યવાસીઓનું પ્રાબલ્ય હતું તેના વિરોધ માટે તેમણે જમ્બર પુરુષાર્થ કર્યો. ચીડમાં પોતાના અનેક ભક્તો બનાવી ત્યાં “બે વિધિ ચિત્યની પ્રતિષ્ઠા કરી. તેમણે વાગ્નડ (વાગડ )ના લેકિને પ્રતિબોધ્યા. ધારાનગરીમાં જઈ નરવર્મા રાજાની સભામાં માન પામ્યા. તેમણે ચિત્તોડમાં ચામુંડાને પ્રતિબોધી હતી. ૧૧૬૭માં આચાર્ય પદ પ્રાપ્ત થયા પછી છ મહિને જ
૧ અત્યારે ત્યાં એક પણ વિધય નથી, અર્થાત એટલું પ્રાચીન મંદિર જ ત્યાં નથી.
For Private And Personal Use Only