________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક 1. ગુરુપરંપરા
[ ૧૩૯] તેઓ સ્વર્ગે પધાર્યા. તેમણે પિંડવિશુદ્ધિ પ્રકરણ, પડશાતિપૌષધવિધિ પ્રકરણ, સંઘપક, પ્રતિક્રમણ સમાચારી, ધર્મશિક્ષા, ધર્મોપદેશમય દ્વાદશકુલ પ્રકરણ, પ્રશ્નોત્તરશતક, શૃંગારશતક, સ્વપ્નાષ્ટક વિચાર, ચિત્રકાવ્ય, સેએક સ્તુતિ-તેત્રાદિની રચના કરી છે.
એમ કહેવાય છે કે તેમણે ભગવાન મહાવીરનાં છ કલ્યાણકની પ્રરૂપણું કરી હતી. અને છઠ્ઠા કલ્યાણકને ઉજવવા મહાવીરત્ય ચિત્તોડમાં નવું કરાવ્યું. તેને વિધિચૈત્ય, કહેતા હતા. ત્યાં તેમણે પિતાના સંધપક આદિ ગ્રંથ કોતરાવ્યા હતા. જેમાં ચૈત્યવાસિઓનું ખૂબ ખંડન છે. તેઓ ખતરગચ્છના મહાપ્રતાપી અને પ્રભાવશાલી આચાર્ય થયા.
આચાર્ય શ્રીજિનદત્તસૂરિજી—તેઓ શ્રીજિનવલભસૂરિજીના શિષ્ય છે. તેમણે અનેક રાજપુતોને પ્રતિબોધી જેન કર્યા છે. ખતરગચ્છના એક પ્રભાવક પુરુષ તરીકે તેઓ “દાદા” નામથી ઓળખાય છે. તેઓ વાછિગ મંત્રી અને બાહડદેવીના પુત્ર હતા, તેમનું નામ સેમચંદ્ર, તેઓ જ્ઞાતિએ હુંબડ હતા. ૧૧૨૨માં જન્મ, ૧૧૪૧માં વાચક ધર્મદેવ પાસે દીક્ષા લીધી (નાહરજી પટ્ટાવલી પૃ. ૨૪). તેમને ૧૧૬૯માં વૈશાખ વદિ ૬ ચિત્તોડમાં દેવભદ્રાચાર્યું સૂરિમંત્ર આપી આચાર્યપદે સ્થાપ્યા અને જિનદત્તસૂરિ નામ સ્થાપ્યું.
તેમના ગ્રંથ-ગણધરસાર્ધશતક પ્રાકૃત ગાથા ૧૫૦, સદેહદેલાવલી, ગણધરસપ્તતિ, સુગુરુપારખં, વિનવિનાશી સ્તોત્ર, અવસ્થાકુલક, ચૈત્યવંદનકુલક, વિશિકા, અપભ્રંશ-કાવ્યત્રીચર્ચરી, ઉપદેશસાયન, કાલસ્વરૂપકુલક, તથા શ્રીદેવસૂરિજીનું છવાનુશાસન સટીક શોધ્યું.
વિ. સં. ૧૨૧૧ ના અષાડ શુદિ અગિયારશે અજમેરમાં તેમને સ્વર્ગવાસ થયો. તેમનાથી ખરતરગચ્છ મહાપ્રભાવશાલી થયો.
શ્રી જિનચંદ્રસૂરિ તેમના શિષ્ય શ્રી જિનચંદ્રસૂરિજી થયા. તેઓ પણ મહાપ્રતાપી અને પ્રભાવશાળી હતા. તેઓ પણ ખરતરગચ્છમાં દાદા તરીકે પ્રસિદ્ધ છે. તેમના પિતાનું નામ રાસલક, માતાનું નામ દેલ્હણદેવી, ૧૧૯૭ ના ભા. શુ. ૮ જન્મ, ૧૨૦૩ માં દીક્ષા. ૧૨૧૧ માં આચાર્યપદ. દીલ્હીમાં મદનપાલ શ્રાવક આદિ તેમના ભકતો હતા. (નાહરજીપટ્ટાવલી પૃ. ૨૭. ). વિ. સં. ૧૨૩૩ માં દીલ્હીમાં સ્વર્ગગમન.
શ્રીમનિરત્નસુરિ—–તેઓ પણિમિક ગચ્છના શ્રીસમુદ્રષસૂરિજીના શિષ્ય હતા. તેમણે ઉજયિની માં મહાકાલના દેવાલયમાં “નરવર્મા ” રાજાની સભામાં વિદ્યાશિવવાદીને હરાવ્યો હતો. તેમણે “બાલકવિ” જગદેવ મંત્રીની વિનંતિથી ભવિષ્યમાં થનારા તીર્થંકર શ્રીઅમમસ્વામીનું બિંબ વિ. સં. ૧૨૨૫માં બનાવ્યું. તેમણે અંબાચરિત્ર તથા શ્રીમુનિસુવ્રતવામિચરિત્ર બનાવેલ છે.
કા અજિતદેવસૂરિ–શ્રી મુનિચંદ્રસૂરિજીની પાટે શ્રી અજિતદેવસૂરિજી થયા. આમની વિશેષ માહીતિ નથી મલતી. તેઓને પણ સિદ્ધરાજે સારું માન આપ્યું હતું. રાઉલાતીર્થની
સ્થાપના આ આચાર્યશ્રીના હાથે થઈ છે. આ તેરમા સૈકામાં બાઈડમંત્રીએ શ્રી શત્રુંજય તીર્થને ઉદ્ધાર કરાવ્યો. સમલિકાવિહારતીર્થને ઉદાર પણ આ સમયે જ થયો.
કર વિજયસિંહસરિ-અજિતદેવસૂરિજીની પાટે શ્રી વિજયસિંહસૂરિજી થયા. તેમને પણ વિશેષ પરિચય નથી મલતું. તેમણે શ્રાવકકવિ આસડવિરચિત વિકમંજરી ઉપર વૃત્તિ રચનાર બાલચંદ્રના ગ્રંથનું સંશોધન કર્યું હતું.
૧૮
For Private And Personal Use Only